ધનરાજ જવેલ્સ

0
167

ધનરાજ જવેલ્સ

માલવિયા પેટ્રોલ પંપ મેઈન ચોક,ડો.યાજ્ઞિક રોડ

રાજકોટ

એવોર્ડ: The Best Silver Jewellery &  Articles Showroom of Rajkot District

(Proprietorship Firm Category)

શ્રી કલ્પેશભાઈ કંસારા

માલિક: ધનરાજ જવેલ્સ

  ૨૦૧૬માં શરુ થયેલું માલવિયા પેટ્રોલ પંપ મુખ્ય ચોક, રાજકોટ સ્થિત ધનરાજ જ્વેલ્સ એ રાજકોટમાં એન્ટિક જ્વેલરી શોરૂમમાં અગ્રણી સ્થાન ધરાવે  છે. શ્રી કલ્પેશભાઈ કંસારા જ્વેલરી શોરૂમ, જ્વેલરી મેન્યુફેક્ચરર્સ, ડાયમંડ જ્વેલરી શોરૂમ, સિલ્વર પાયલ મેન્યુફેક્ચરર્સ, સિલ્વર જ્વેલરી હોલસેલર્સ, સિલ્વર જ્વેલરી શોરૂમ વગેરે માટે ખ્યાતનામ છે. સ્ત્રી,પુરુષ,બાળકોની જ્વેલરી ઉપરાંત ગિફ્ટ આર્ટીકલ્સ, ભગવાનના શણગારની આઈટમો એમ ગ્રાહકોની વિશાળ પસંદગીને આવરે છે! ધનરાજ જ્વેલ્સની ટેગલાઈન છે SHINE WITH SILVER અને ખરેખર તેમના આભૂષણો આર્ટીકલ્સ તેની ટેગલાઈનને ખરી પૂરવાર કરે છે.

 ધનરાજ જ્વેલ્સ તેમની સૌથી જૂની કંપની જે.સી. કંસારાની પ્રેરક કંપની છે,  જેમણે ગયા ઓક્ટોબર ૨૦૧૬માં ૧૦૪ વર્ષ પૂરા કર્યા છે. જે.સી.કંસારા પેઢી આભૂષણોની કારીગીરી ક્ષેત્રે વિવિધ રેકોર્ડનો લાંબો ઈતિહાસ ધરાવે છે. ધનરાજ જ્વેલ્સ વ્યવસાયિક ધોરણે બે દાયકા કરતાં વધુ સમયથી  હીરા, રત્ન અને ચાંદીના ઝવેરાતની ડિઝાઇન, ઉત્પાદન વેચાણ ક્ષેત્રે કાર્યરત છે. ગ્રાહકોનો સંતોષ તેમના ઉત્પાદનો અને સેવાઓ જેટલા જ મહત્વપૂર્ણ છે એવી માન્યતાએ ધનરાજ જ્વેલ્સે ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળતા મેળવી છે. ધનરાજ જ્વેલ્સ વ્યવસાયિક ધોરણે બે દાયકા કરતાં વધુ સમયથી  હીરા, રત્ન. ચાંદીના ઝવેરાત અને આર્ટીકલ્સનું ઉત્પાદન અને વેચાણ કરે છે. ધનરાજ જ્વેલ્સે ૨૦૧૬માં એક સરળ ઉદ્દેશ્ય સાથે સાહસ કર્યું કે સૌને પોસાય તેવા ભાવે સુંદર સિલ્વર ૯૨.૫ જ્વેલરી ઓફર કરવા અને ત્યારબાદ ધનરાજ જ્વેલ્સ રાજકોટના એક જ સ્ટોરથી સમગ્ર ભારતમાં  www.dhanrajjewels.com ઈ-કોમર્સ વેબસાઈટ અને વિવિધ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ વૈશ્વિકસ્તરે ગ્રાહકો સુધી પહોચી રહ્યું છે.  ધનરાજ જ્વેલ્સને એવોર્ડ વિજેતા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન!