કે.ડી. જ્વેલર્સ-  જૂનાગઢ

0
267

કે.ડી. જ્વેલર્સ, શોપ નંબર ૬ , સ્ટર્લીંગ ચેમ્બર રાણાવાવ ચોક એમ.જી.રોડ, તળાવ ગેટ,જૂનાગઢ

એવોર્ડ: The Popular Jewellry Showroom of Junagadh

( Proprietorship Firm Category)  

https://kdjewelers.com/

                   જૂનાગઢમાં ૧૯૯૩થી સ્થાપિત કે.ડી. જ્વેલર્સ તેના આભૂષણોની શ્રેષ્ઠ ગુણવત્તાના અને વિશ્વસનિયતા માટે લોકપ્રિય છે. કે.ડી. જ્વેલર્સનું સંચાલન માલિક શ્રી અરવિંદભાઈ કાંતિલાલ રાધનપુરા છે અને તેમના પૂત્ર મનોજભાઈ અરવિંદભાઈ રાધનપુરા કરી રહ્યા છે.  જેઓ માને છે કે તમામ માનવીય ગુણોમાં સૌથી મોટો ગુણ વિશ્વાસ અને વફાદારી છે.

           તેઓ જણાવે છે અમે શરૂઆતથી જ અમારા મૂલ્યવાન ગ્રાહકોને હોલમાર્ક અને પ્રમાણિત જ્વેલરી ઓફર કરીને તેમનો વિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. શ્રી અરવિંદભાઈ સમાજસેવા ક્ષેત્રે પણ પોતાનું ઉત્તમ યોગદાન આપી રહ્યા છે. કે.ડી. જ્વેલર્સ તેમના ગ્રાહકોના વિશ્વાસ અને વફાદારીને કારણે  જૂનાગઢમાં સૌથી વિશ્વસનીય બ્રાન્ડ તરીકે મજબૂત બન્યું છે. કુશળ કારીગરો દ્વારા યોગ્ય ગુણવત્તાના માપદંડો જાળવવા સાથે ઉત્તમ ડિઝાઇન કરેલ આભૂષણો ગ્રાહકો માટે કે.ડી. જ્વેલર્સ ઉપલબ્ધ કરે છે.

       સોના, ચાંદી, પ્લેટિનમ, હીરાના આભૂષણોની વાત આવે ત્યારે સૌથી પ્રતિષ્ઠિત નામોમાંનું એક એવું કે.ડી. જ્વેલર્સ રિટેલ ક્ષેત્રમાં તેજસ્વી રીતે ચમકી રહ્યું છે અને સુંદર અને મંત્રમુગ્ધ કરી દેતી જ્વેલરીની દુનિયામાં સફળતાપૂર્વક પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.

 કે.ડી. જ્વેલર્સના માલિક વાતચીતમાં જણાવે છે અમે અમારી ઉર્જા અને કુશળતાનું ગુણવત્તામાં રોકાણ કરીએ છીએ ગ્રાહકોને તેના નાણાનું પૂરતું વળતર મળવું જોઈએ અમારું મિશન હંમેશા વિશ્વાસ, ઉચ્ચ નૈતિક ધોરણોનું પાલન કરવાનું રહેલું છે.

અમારા ગ્રાહકો માટે વાજબી કિંમત અને મૂલ્યની પરંપરા રહી છે. અમે અમારા પ્રિય ગ્રાહકોને મદદ કરવા માટે હંમેશા ઉપલબ્ધ છીએ!  વેચાણબાદની સંતોષકારક સેવાઓ માટે કે.ડી. જ્વેલર્સ માર્કેટમાં ખુબ વિશ્વસનીયતા ધરાવે છે. કે.ડી. જ્વેલર્સને The Popular Jewellry Showroom of Junagadh

(Proprietorship Firm Category)  એવોર્ડ વિજેતા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here