આજે શંકરસિંહ વાઘેલા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં ખેડુત આંદોલન અંગે ખાસ માહિતી આપી હતી અને તેઓએ આ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. જેમાં તેઓએ લોકસભા અને રાજ્યસભામાં વોઇસ વોટથી બિલ પાસ કર્યું અને એને રાષ્ટ્રપતિના સહી સિક્કા કરી કાયદાનું સ્વરૂપ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. પંજાબ અને હરિયાણામાંથી ખેડૂતોનો વિરોધ નોંધવાનો શરૂ થયો છે. . સરકારની દાનત MSP આપવાની નથી ખેડૂત ભલે બજારમાં લૂંટાય. બીજેપી વિરોધમાં હતી ત્યારે MSPની માગ કરતી હતી. સરકાર અદાણી અને અંબાણીના દબાણમાં આવી છે. 30 જેટલા ખેડૂતો શહિદ થયાં છે અને સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે. 2014માં અદાણી અને અંબાણીની મહેરબાનીથી ભાજપ સરકાર બની છે. અમદાવાદ પોલીસ કમિશનર મજૂરી માંગી છે અને સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરવાની વાત કરી છે સાથે માંગણી નહિ સ્વિકારાય તો દિલ્હી રાજઘાટ ખાતે અનિશ્ચિતકાળ માટે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી છે
Home Gujarat Industrial News North Gujarat Region ખેડૂત આંદોલન:સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે, સુભાષબ્રિજથી ચાલો દિલ્હી...