પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ (શ્રી ઉમિયા બ્રાન્ડ)-વાંકાનેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત ફાઉન્ડર શ્રી હરેશભાઈ પટેલ લુણસરથી વાંકાનેર સુધીની પ્રેરણાદાયી સફર!!

0
496
patel agro industries-hareshbhai patel-wankaner-morbi
patel agro industries-hareshbhai patel-wankaner-morbi

(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ દ્વારા)

પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ (શ્રી ઉમિયા બ્રાન્ડ)-વાંકાનેરના નામાંકિત અને પ્રતિષ્ઠિત ફાઉન્ડર શ્રી હરેશભાઈ પટેલ લુણસરથી વાંકાનેર સુધીની પ્રેરણાદાયી સફર!!

Patel Agro Industries founder hareshbhai patel
Patel Agro Industries founder hareshbhai patel

સાલ ૧૯૯૩ માં ધોરણ ૧૨ ની પરિક્ષા આપી બહાર નીકળેલ એક યુવક વિચારે છે કે હવે કામ ધંધો કરી મારા માતાપિતાનો બોજો થોડો ઓછો કરું અને ઘરે જઈને તે તેના પિતાજીને આ વાત કરે છે તેમના પિતા કહે છે તું ખેતીકામ માં આવી જા આપણે બીજાની ૨૦ વીઘા જમીન વાવવા રાખી લઈશું અને આ યુવકે પિતાજીની સાથે ખેતીકામમાં કામ કરવાનું શરુ કર્યું! યુવાનીનું જોશ હતું ખેતઉપજ પણ વધવા લાગી પણ યુવકની માંને આ વાત મંજૂર નહોતી. દિકરાને માતાએ કહ્યું અમે તો રાત દિવસ મજૂરી કરી પણ તમને પૂરું ભણાવી પણ શક્યા નહિ જે કષ્ટ અમે ભોગવ્યું છે એનો પડછાયો પણ મારા સંતાનો પર પડે એવું ઈચ્છતી નથી તો તું ખેતી છોડી બીજું કંઈક કામ કર તારા ભાગનું  કામ હું કરી લઈશ. માતાની વાત સાંભળી આ યુવાન ધંધા વિષે વિચારવાનું શરુ કરે છે આ યુવાન એટલે આજના પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ(વાંકાનેર-(શ્રી ઉમિયા બ્રાન્ડ)) કંપનીના નામાંકિત અને પ્રતિષ્ઠિત ફાઉન્ડર અને માલિક હરેશભાઈ પટેલ! પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઉમિયા બ્રાન્ડ’ હેઠળ એગ્રીકલ્ચર ઇક્વિપમેન્ટ ઉત્પાદન સેક્ટરમાં એક વિશ્વસનીય બ્રાન્ડ છે!

 

pareshbhai patel
pareshbhai patel

હરેશભાઈ જણાવે છે તે સમયે રજાના દિવસોમાં હળવદના દેવડીયા ગામે લુહારી કામ કરતા તેના મામાને ઘરે જતા  તો તેના મામાને કામ કરતા જોઇને તેમને રસ પડતો. હરેશભાઈએ ઘણા લોકોને કહ્યું કે મારે આ લોખંડનું કામ કરવું છે પણ બધા એ જ કહેતા કે આ કામ શરુ કરવા માટે નાણા જોઈએ તારી પાસે કેટલા પૈસા છે? તેમની  પાસે એનો કોઈ જવાબ નહોતો! હવે એ નક્કી કરે છે જે કામમાં રોકાણની જરૂર ન હોય એવો ધંધો વ્યવસાય શરુ કરવો હવે તે તેના મામાનો દીકરો સુરતમાં વિડીયોગ્રાફી સ્ટુડીઓ ચલાવતો હતો તો થોડા સમય તેમની સાથે ત્યાં કામ કરે છે.મામાનો દીકરો એકલો રહેતો હોય બહાર જમવું પડતું અને ડાયમંડ ફેક્ટરીમાં સુઈ રહેવું પડતું! થોડા સમય પછી તબિયત બગાડવા લાગી અને ૧૫ દિવસ તબિયત નહિ સુધરતા ઘરે પરત ફરે છે ત્યારબાદ તેમની માતા તેમને સુરત જવા દેતા નથી! પછી એક જ ધંધો હતો કે મામાની હીરા ઘસવાની ઘંટી પર હીરા ઘસવાનું કામ કરવું પણ તેમને મામાના લુહારી કામમા રસ પડતો તો મામાના લુહારીકામમાં કામ કરવાનું શરુ કર્યું તેમના મામાએ તેમને પ્રોત્સાહન આપ્યું તે સમયે તેમના મામા વર્કશોપમાં ખેત ઓજારો બનાવતા જેની ખુબ ડિમાન્ડ હતી ત્રણ વર્ષના અનુભવ પછી યુવાનના દાદા અને નાનાએ ઘરની બાજુમાં જ એક વર્કશોપ બનાવી આપ્યું હવે વર્કશોપ મશીનરી ખરીદવા માટે મુશ્કેલીથી ૩૫૦૦૦ની લોન મળી જેમાંથી એક હેમર મશીન લીધું બાકીના મશીનો મામા એ આપ્યા મામા અને નાનાએ મળીને બધા મશીનો ફીટ કરાવી વર્કશોપ તૈયાર કરી આપ્યું આ સમયગાળા દરમિયાન તેમના ભાઈ જેમનું નામ પરેશ હતું એ દશમાં ધોરણમાં સારા માર્ક સાથે પાસ થાય છે અને ગાંધીનગરમાં આગળ ભણવા માટે એડમિશન લઈને આવેલ હોય છે! હરેશભાઈને મનમાં હતું કે હવે ખુબ કામ કરીને ભાઈ-બેનોને ભણાવીશ, વર્કશોપના ઉદ્ઘાટનમાં આવેલ સગાસબંધીમાંથી કોઈ કહે છે તારી પાસે એટલા મશીનો હજી નથી તો તારે કટિંગ બેન્ડીંગ કરવામાં હથોડો કોણ કરશે?

 

vipulbhai patel- Patel Agro Industries
vipulbhai patel
Patel Agro Industries

ત્યારપછી બંને ભાઈઓ વર્કશોપમાં કામ કરવા લાગે છે અને ખેતીકામ પણ કરતા રહે છે .પરેશભાઈ  હેમર મશીન ચલાવતા શીખી લે છે અને હરેશભાઈ વેલ્ડીંગ કામ કરવા લાગે છે! ધીરે ધીરે ઘરની સ્થિતી સુધારવા લાગી અને ભાઈઓના લગ્ન થયા આ દરમિયાન ગામમાં બેન્ડપાર્ટી શરુ કરી તેમાં મળતા પૈસા દ્વારા ગાયોને નીરણ નાખવાનું એક સામાજિક કાર્ય પર શરુ થયું ત્યારપછી ગામમાં એક ગૌશાળાનું નિર્માણ પણ કર્યું! ત્યારબાદ ‘પટેલ સેલ્સ એજન્સી’ નામની પેઢી ખોલી સિમેન્ટ એજન્સી લઇ તેમના પિતાને ખેતીકામમાંથી નિવૃત કર્યા! અહીથી હવે પટેલ સેલ્સ એજન્સી લુણસર માં શરુ થાય છે જ્યાં તેઓએ  ટ્રેક્ટર ટ્રેઇલર અને પ્લાઉ બનાવવાની શરૂઆત કરી ત્યારે પહેલું જ પ્લાઉ ખામીરહિત બન્યું, બીજા કોઈના ટ્રેક્ટરમાં પર્ફોમન્સ ચેક કરવા જતા પ્લાઉનું પર્ફોમન્સ જોઈ ટ્રેક્ટરવાળાએ કહ્યું મને આ પ્લાઉ કેટલા રૂપિયામાં આપશો?હરેશભાઈ આ પ્લાઉ માર્કેટ કરતા ઓછા પૈસામાં ટ્રેક્ટર વાળાને આપે છે કેમ કે જયારે ટ્રેક્ટરની જરૂર પડતી ત્યારે એમને એ ટ્રેકટર આપતા હતા ત્યાર પછી પાંચ પ્લાઉ બનાવ્યા એ પણ તરત વેચાય ગયા. હરેશભાઈના  મિત્ર ટી.ડી.પટેલ એમને કહેતા કે આગળ આવવું હોય તો શહેરમાં આવી જા! પણ હરેશભાઈ કહેતા જયારે એમની પાસે એવી કોઈ પ્રોડક્ટ હશે તો ચોક્કસ આવીશ! હરેશભાઈ પછી વાંકાનેર ગયા ત્યાં ભાડાની જગ્યા લીધી ત્યાં પ્લાઉ અને સીડ ડ્રીલ બનાવતા લાગ્યા. બે વર્ષમાં તેમણે એક પ્લોટ ખરીદી ફેક્ટરી શરુ કરી અને થોડા ટાઈમમાં બીજો પ્લોટ પણ ખરીદી લીધો તે સમયે લુણસરનું વર્કશોપ તેમના બીજા ભાઈ વિપુલભાઈ ચલાવતા પણ હરેશભાઈને લાગ્યું કે ભવિષ્ય અહી છે એટલે વિપુલભાઈને અહીના બિઝનેસમાં બોલાવી લીધા.

બિઝનેસ વધતો ગયો એટલે ગુજરાતની બહાર  મધ્યપ્રદેશ અને આંધ્રમાં પણ પ્લાઉ વેચાણ થવા લાગ્યા પણ પટેલ સેલ્સ એજન્સી નામે લોકોને મેન્યુફેક્ચરર  નહિ પણ ટ્રેડર લાગતાઆજનું ‘પટેલ એગ્રો  ઇન્ડસ્ટ્રી’  નામ રાખવામાં આવ્યું ધીમે ધીમે ભારતમાં તેમના પ્લાઉનું વેચાણ વધતું ગયું જેમાં જરૂરિયાત અનુસાર ૫૦થી વધુ અલગ અલગ ડીઝાઇન ઉપલાબ્ચ કરવામાં આવી છે! આજે પટેલ એગ્રો  ઇન્ડસ્ટ્રી  (‘શ્રીઉમિયા-બ્રાન્ડ’) થી સમગ્ર ભારતમાં બિઝનેસ કરે છે.  પટેલ એગ્રો  ઇન્ડસ્ટ્રી’ ને એવોર્ડ વિજેતા બનવા બદલ હરેશભાઈ પટેલ, પરેશભાઈ પટેલ તેમજ વિપુલભાઈ પટેલ અને તેમની કંપનીના કર્મચારીઓને ખુબ ખુબ અભિનંદન!

Gujarat Industrial Excellence Awards-2024  Winner
The Best Company of The Year -2024
(Under Agriculture Equipemt , Morbi Dist., Saurashtra Region,Gujarat Category)
Patel Agro Industries
Brand: Shree Umiya

Saurashtra Awards Official Website

નોંધ: ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ પ્રેસ-પ્રતિનિધિ/લેખક કે એડવર્ટાઈઝમેન્ટ એકઝિકયુટીવ તરીકે જોડાવા આમંત્રે છે.દરેક વ્યાપારી એસોસિએશનો,મંડળો,કંપનીઓ, વિદ્યાર્થીઓ અમને તેમના પ્રશ્નો કે બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો. સંપર્ક: +91 9924240334  અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.

Free register your company in GUJARAT BUSINESS DIRECTORY

સોસિયલ મીડિયા એકાઉન્ટ પર અમને જોઈન કરો.

FACEBOOK (EDITOR): https://www.facebook.com/profile.php?id=100015664217158   
Facebook Page: https://www.facebook.com/Gujarat-Industrial-Times-2462648410416375
x: https://x.com/gujarat_times
Instagram: https://www.instagram.com/rajeshpateleditor_official/
YouTube URL: https://www.youtube.com/channel/UCHFESsRalcfqOLknlVhFBwQ
LinkedIn: https://www.linkedin.com/in/rajesh-patel-53624118/?originalSubdomain=in

‘ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ’ના સમાચાર વિવિધ લેખો,માહિતી જો પસંદ આવે તો શેર કરશો