વર્તમાનમાં ટિક્ટોકનો ક્રેઝ ખુબ જ વધ્યો છે ત્યારે વીડિયો મેકિંગ એપ ટિકટોક સપ્ટેમ્બરમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી મોટી સોશિયલ મીડિયા એપ્લિકેશનોને પાછળ છોડી દીધી છે. જ્યારે, સોશિયલ મીડિયા એપ્લિકેશન ટિક ટોક સૌથી વધુ ડાઉનલોડ કરાતી એપ્લિકેશન બની છે. સાથે જ, આ એપ્લિકેશનનાં યુઝર બેઝમાં પણ સતત વધારો થઈ રહી છે. લોકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી ટીક્ટોક એપને સૌથી વધુ ઇન્સ્ટોલ કર્યું છે. બીજી બાજુ, આ એપ્લિકેશને એપ સ્ટોર પણ ધમાલ મચાવી દીધી છે.આઈ.ટી.સેક્ટરમાં એટલે ઉત્સાહનું સર્જન થતું રહે છે.
એક રિપોર્ટ મુજબ લગભગ 60 મિલિયન યૂઝર્સે આ એપને ડાઉનલોડ કરી છે. આશ્ચર્ય થશે કે આ સંખ્યામાં સૌથી વધારે ભારતીય સામેલ છે. અમેરિકાની વાત કરીએ તો અહીં લગભગ 8 ટકા યુઝર્સનાં ફોનમાં આ એપ ઈન્સ્ટોલ છે. જ્યારે બીજી તરફ ફેસબુકની વાત કરીએ તો આ એપને 50.2 મિલિયન યૂઝર્સે ડાઉનલોડ કરી છે. ટોપ 10 એપની લિસ્ટમાં પહેલા પર ટિકટોક, બીજા પર ફેસબુક અને ત્રીજા પર ઈન્સ્ટાગ્રામ અને ચોથા પર લાઈફ એપ અને પાંચમા સ્થાને સ્નેપચેટ છે. ટિક ટૉક સોશિયલ મીડિયાની સાથે વીડિયો શેરિંગ એપ છે. યૂઝર્સ આ એપ દ્વારા 15થી લઈને 60 સેકન્ડનો વીડિયો બનાવી શકે છે.