મારુતિ જવેલર્સ (ઢસાવાળા)

0
250

મારુતિ જવેલર્સ (ઢસાવાળા)

શેરડી પીઠ,ડેલો ચોક,ખાર ગેટ,નાણાવટી બજાર,ભાવનગર

એવોર્ડ: The Popular Jewellery Showroom of Bhavnagar

                (Medium Scale Partnership Firm Category)  

                           આજે મારો જન્મદિવસ છે છતાં તમે મોડા આવો છો હં…અ… અ.. અ..હું તમારી સાથે નહિ બોલું જાઓ! પત્ની નારાજ થઇ પતિને નારાજગી સ્વરૂપે ફરિયાદ કરે છે ..પતિ: મારી વાત તો સાંભળ તને ઝગડો કર્યા સિવાય તને બીજો કોઈ બિઝનેસ છે? આમ તો જો હું તારા માટે શું લાવ્યો છું? પત્ની કહે છે ફરીથી ગુલાબ? આજ સુધી ગુલાબ સિવાય તમે ને કંઈ આપ્યું છે મને ? પતિ કહે છે પણ ગુલાબમાં છે શું એ તો જો! પત્ની ગુલાબ ખોલતા સોનાની વીંટી જોઈ આશ્ચર્યચકિત થઇ જાય છે. પતિ કહે છે હું મારુતિ જવેલર્સમાં વીંટી લેવા ગયો હતો! પત્ની કહે છે પેલા હિતેશભાઈ સોની ?? ઢસાવાળા? તમે કેટલા સારા છો એમ કહી પત્ની ખુશખુશાલ થઇ જાય છે! આ એડ તમે યુટ્યુબમાં જોઈ હશે. હા! આ એ જ 

મારુતિ જવેલર્સ (ઢસાવાળા)નો આજે એવોર્ડ વિનર તરીકે પરિચય મેળવીએ. સૌ પ્રથમ અમારી એવોર્ડ માટે રિસર્ચ કરતી ટીમ પાસે ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા પત્રકાર દ્વારા માહિતી આવેલી ત્યારબાદ અન્ય ઘણી માહિતી એકત્ર કર્યા બાદ મારુતિ જવેલર્સ (ઢસાવાળા) એવોર્ડ વિજેતા બન્યા! મારુતિ જવેલર્સ (ઢસાવાળા) ની સ્થાપના ૧૯૯૫માં શ્રી હિતેશભાઈ જયંતીભાઈ ભડીયાદરા દ્વારા કરવામાં આવેલી આજે તેમની સાથે તેમના બંને પૂત્રો શ્રી મયંકભાઈ હિતેશભાઈ ભડીયાદરા અને અંકિતભાઈ હિતેશભાઈ ભડીયાદરા મારુતિ જવેલર્સ (ઢસાવાળા) નું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. ભાવનગરના તેઓ અગ્રણી જ્વેલર ગણાય છે જે તેની શ્રેષ્ઠ કારીગરી અને અજોડ શૈલીઓ માટે જાણીતા છે.   

          પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા, સર્જનાત્મકતા દ્વારા સોના-ચાંદી અને રિઅલ ડાયમંડની જ્વેલરી ડિઝાઇનની વિવિધ શ્રેણી સાથે વ્યાજબી ભાવના અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે. સોનામાં એન્ટિક દાગીના,હાફ સેટ,લોંગ સેટ,દરબારી દાગીના કલકત્તી દાગીના તેમજ ચાંદીમાં એન્ટિક ઝૂડા અને પાયલ આ બધા આભૂષણોમાં મારુતિ જવેલર્સ (ઢસાવાળા) ખુબ લોકપ્રિય છે.