રાધાકૃષ્ણ જવેલર્સ

0
240

રાધા કૃષ્ણ જવેલર્સ

ડાયરેક્ટર: શ્રી મનસુખભાઈ કંસારા

એવોર્ડ:

Mr. Kansara Mansukhlal Narottamdas

The Best Silver Art Work of Saurashtra Region

રાધા કૃષ્ણ જ્વેલર્સ રાજકોટ સ્થિત દિગ્વિજય મેઈન રોડ પ્રહલાદ પ્લોટ શેરી નંબર ૮ નજીક આવેલું છે. ગોલ્ડ જ્વેલરી અને સિલ્વર આર્ટિકલ્સ પ્રોડક્ટ્સમાં નવીનતાનું ઘર છે એમ કહીએ તો પણ ચાલે છેલ્લી ચાર પેઢીથી તેઓ આ વ્યવસાયમાં છે.  સોના અને ચાંદીના આર્ટિકલ્સના ઉત્પાદનના ઉત્પાદક  છે અને વિક્રેતા છે

જેઓ પાસે સંપૂર્ણ આધુનિક મશીનરી અને પ્રશિક્ષિત સ્ટાફ છે એકમ છે. રાધા કૃષ્ણ જ્વેલર્સના માલિક શ્રી મનસુખભાઈ કંસારા જણાવે છે  નકશી (ઘડતર) કામ,હબ્દ વર્ક  આર્ટિકલ, ગોલ્ડ વર્ટિકલ જ્વેલરી વગેરેમાં અમે નિષ્ણાંત છીએ. જગ પ્રસિદ્ધ વૈષ્ણોદેવી માતાજીના માતાજીના મંદિર માટે ૫ મણ ચાંદીમાંથી ૫૧

કલાત્મક છત્તરનું નિર્માણ કરી રાજકોટ શહેરનું ગૌરવ વધાર્યું હતું આ કામ તેઓએ તેમના વર્કશોપમાં બે મહિનાની અંદર હાથઘડતરથી ભારતીય પરંપરા મૂજબ તૈયાર કરેલ હતા આવી તો અદભૂત બેનમુન કારીગરીના અનેક દાખલાઓ તેમના નામે બોલે છે. શ્રી મનસુખભાઈ કંસારાની બેજોડ કારીગરી શ્રી દ્વારકાધીશ મંદિર હવેલીનું ૨ કિલો સોનાનું છત્તર, શ્રી સોમનાથ મહાદેવજીનું ૧૧ કિલો વજનનું છત્તર અને નાગદેવતા શ્રી ઠાકોરજી હવેલી ટ્રસ્ટના ૫ કિલો સોનાના થાળી વાટકા,ઝારીજી, બંટાજી, માં આશાપુરા (કચ્છ)ના સવા કિલો સોનાના મુગુટ જેવી અદભૂત કલાકારીગીરી પ્રદર્શિત કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર સોનાચાંદીના વાસણો નિર્માણ કરે છે. વિદેશમાં પણ રાધા કૃષ્ણ જ્વેલર્સના ચાંદીના ગરબા પહોચ્યા છે આવી અસંખ્ય સિધ્ધિઓ અને સર્જનો શ્રી મનસુખભાઈ કંસારાના નામે બોલે છે દેશના પ્રતિષ્ઠિત અખબારોએ તેમની સિદ્ધિઓની નોંધ લઈ ચૂક્યા છે.