મારુતિ સુઝુકીએ 40 હજાર કાર રિકોલ કરી, ક્યાંક તમારી ગાડી તો નથી ને?

0
1021

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી લિમિટેડે તેના Eeco મોડલની 40,453 કાર રિકોલ કરી છે. આ કાર 4 નવેમ્બર 2019થી 25 ફેબ્રુઆરી 2020 સુધી ઉત્પાદિત થઇ હતી જેમાં કેટલીક એવી ઇકો ગાડીઓ પણ છે જેમને હેન્ડલેપ ફિલ્ડમાં ટ્રાન્સફર કરાઇ છે. કંપની દ્વારા એક નિવેદનમાં ઉપરોક્ત માહિતી જણાવી છે. કંપનીએ કહ્યુ કે, તે Eecoની 40,453 કાર રિકોલ કરીને તપાસ કરવામાં આવશે તેમના હેન્ડલેપમાં સ્ટન્ડર્ડ સિંબલના મિસિંગની આશંકા છે. કંપનીએ જણાવ્યું કે, જો કોઇ રિપેરિંગ કરવાની આવશ્યકતા હશે તો કોઇ પણ ચાર્જ વગર રિપેરિંગ કરી આપવામાં આવશે. તેની માટે મારુતિ સુઝુકીના મોટાભાગના ડીલર સબંધિત વાહન માલિકોનો સામેથી સંપર્ક કરશે. આ માટે વાહનોના માલિકોએ કંપનીની વેબસાઇટ www.marutisuzuki.com ના ‘Imp Customer Info’ સેક્શનમાં જઇને પોતાના વાહનાનો 14 અંકનો ચેસિસ નંબર નાંખીને જોવાનું રહેશે કે ક્યાંક તેમના વાહનમાં રિપેરિંગની આવશ્યકતા છે કે નહીં. સાથે જ તે વાહનના બિલ/ રિજસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં પણ લખેલો હોય છે. Eecoના 10 વર્ષ પૂર્ણ મારુતિ સુઝુકીના Eecoના ભારતમાં દશ વર્ષ તાજેતરમાં જ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન મારુતિ ઇકોની સાત લાખથી વધારે ગાડીઓ વેચાઇ ચૂકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here