શ્રી રાધિકા જ્વેલર્સ,રાજડા રોડ,જામખંભાળિયા

0
240

શ્રી રાધિકા જ્વેલર્સ,રાજડા રોડ,જામખંભાળિયા

એવોર્ડઝ: The Biggest Jewellery Showroom of The Devbhumi Dwarka District

શ્રી મેહુલભાઈ ચોકસી

(માલિક- શ્રી રાધિકા જ્વેલર્સ )

                    ભારત તેની સાંસ્કૃતિક વૈવિધ્ય માટે જાણીતું છે. કોઈપણ ઉત્સવ કે ઉજવણી વખતે પોતાને જાત આભૂષણોથી શણગારવી એ આપણી સંસ્કૃતિમાં છે. જામખંભાળિયા જામનગરથી દ્વારકા જતા રાજ્ય ધોરીમાર્ગ ૬ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯૪૭) પર આશરે ૫૬ કિ.મી.ના અંતરે આવેલું છે.

શ્રી મેહુલભાઈ રામકૃષ્ણભાઈ ચોકસી દ્વારા ૨૦૦૩માં શ્રી રાધિકા જ્વેલર્સ નામથી શરૂઆત નાના પાયે થયેલી મહેનત અને ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની વિશિષ્ટતાનું પરિણામ એ આવ્યું કે ૧૪-૧૧- ૨૦૨૧માં શ્રી રાધિકા જવેલર્સ નામનો ભવ્ય અને વિશાળ જ્વેલરી શોરૂમ નિર્માણ થયો!  સોના,ચાંદી અને રોઝ ગોલ્ડના એન્ટિક તેમજ આધુનિક આભૂષણોની વિવિધ ડિઝાઇન,વ્યાજબી ભાવ, ઉચ્ચ ગુણવત્તાની ખાતરી સાથે શ્રી રાધિકા જ્વેલર્સ માત્ર જામખંભાળિયા જ નહિ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક વિશ્વસનીય નામ બની ગયું છે.

         ગ્રાહકોના વિશ્વાસ અને તેની વિવિધ પસંદગીઓને લક્ષમાં રાખવા સાથે વેચાણબાદની સેવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાના લીધે રાધિકા જ્વેલર્સ બહુ ઝડપથી ગ્રાહકોમાં લોકપ્રિય બન્યું છે. જામખંભાળિયા જેવા નાના શહેરમાં મેટ્રો સીટી કક્ષાનો અદભૂત Honeycomb(મધપૂડો) ડિઝાઈનના કોન્સેપ્ટ પરથી  ઇન્ટેરીયર ડિઝાઈન ધરાવતો શ્રી રાધિકા જ્વેલર્સ શોરૂમ તેના વિનય-વિવેકી સ્ટાફ ગ્રાહકોની દરેક ખરીદીને યાદગાર બનાવે છે.

લગ્નપ્રસંગની ખરીદી માટે અહી અલગ ડીપાર્ટમેન્ટ છે જે બહુ ઓછી જગ્યાએ આવી સુવિધા જોવા મળતી હોય છે. શ્રી રાધિકા જ્વેલર્સ, શ્રી મેહુલભાઈ તેમજ તેના સમગ્ર સ્ટાફને આ એવોર્ડ વિજેતા બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને ભવિષ્યની શુભેચ્છાઓ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here