સાણંદ GIDCમાં આવેલી ફેક્ટરીમાં લાગી આગ, 20 ફાયર ફાઇટર દ્વારા આગ કાબુમાં લાવવાનો પ્રયાસ

0
477

સાણંદ GIDCમાં આજે સવારે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી. સવારે કોઈ કારણસર આગ લાગતા ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી. ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં આગ લાગતા અમદાવાદ આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતા. હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા.

AMC અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 18 થી 20 જેટલા ફાયરના વાહનો મોકલવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પણ આગમાં સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઈ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here