5G ટેક્‌નોલોજી માર્કેટમાં જિયો સામે વૈશ્વિક હરીફોની તગડી સ્પર્ધા

0
577



મુંબઈ: 5G માર્કેટમાં પ્રવેશવા જઈ રહેલી રિલાયન્સ જિયોએ હવે આકરી સ્પર્ધાનો સામનો કરવો પડશે કારણ કે, વિશ્વના 5G ટેક્‌નોલોજીના માર્કેટમાં તેની સામે હુઆવી, નોકિયા અને એરિક્સન જેવી મહાકાય કંપનીઓએ પહેલેથી જ સ્થાન જમાવી લીધું છે. પેટન્ટ ફાઇલ કરીને આ વૈશ્વિક કંપનીઓ 5G ટેક્‌નોલોજી વિકસાવવામાં ઘણી આગળ નીકળી ગઈ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જુલાઈમાં જણાવ્યું હતું કે, તેમની કંપની જિયોએ અતિ-ઝડપી મોબાઇલ કનેક્ટિવિટી માટેની 5G ટેક્‌નોલોજી વિકસાવી લીધી છે.

“આ મેડ-ઈન-ઇન્ડિયા 5G સોલ્યુશન જેટલી ઝડપથી 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ બનશે તેટલી ઝડપથી ટ્રાયલ માટે તૈયાર થઈ જશે અને આવતા વર્ષે તે લોન્ચ કરવા માટે તૈયાર હશે. એક વખત જિયોનું 5G સોલ્યુશન ભારતમાં સફળ થશે એટલે તેને વિશ્વના ટેલિકોમ ઓપરેટર્સને પણ નિકાસ કરવામાં આવશે.” એમ અંબાણીએ જણાવ્યું હતું.

2016માં શરૂ થયેલી જિયોએ 134 પેટન્ટ ફાઇલ કરી છે, જેમાંથી 29ને મંજૂરી મળી છે. તેના તાજા વાર્ષિક રિપોર્ટમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેણે નાણાકીય વર્ષ 2019-’20માં 31 પેટન્ટ ફાઇલ કરી હતી, જેમાંથી 10ને મંજૂરી મળી હતી. નિષ્ણાતો જણાવે છે કે, હરીફ કંપનીઓને ફર્સ્ટ-મૂવર એડ્વાન્ટેજ મળશે.

“હુઆવી, એરિક્સન, નોકિયા અને સેમસંગે 5G ટેક્‌નોલોજી સંબંધિત કોમ્પોનન્ટ્સ માટે પેટન્ટ ખરીદી લીધી છે. આમ, જિયોએ તેમની સમકક્ષ પહોંચવા માટે આક્રમક બનવું પડશે.” એમ IP ટેલિકોમના નિષ્ણાતો માને છે.

હુઆવીના દાવા મૂજબ , 5G ટેક્‌નોલોજી માટે તે વિશ્વભરમાં સૌથી વધુ પેટન્ટ ધરાવે છે. “જૂન-2020 સુધીમાં તમામ 5G પેટન્ટનો 20 ટકા હિસ્સો અમારો છે.

સ્વિડનની એરિક્સન જણાવી ચૂકી છે કે, તે દર વર્ષે વેચાણનો 17 ટકા હિસ્સો R&D પાછળ ખર્ચે છે. ફિનલેન્ડની નોકિયા જણાવે છે કે, 5G માટે આવશ્યક 3,000થી પણ વધારે પેટન્ટ તેના નામે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here