અક્ષર જ્વેલર્સ,
છાંયા બજાર, નગર, નગર રોડ, જૂનાગઢ
એવોર્ડ : The Best Brand Jewellery Showroom of Junagadh District
અક્ષર જ્વેલર્સ, જૂનાગઢના જાણીતા, વિશ્વાસપાત્ર અને લોકપ્રિય જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને રિટેલર્સમાંના એક છે. અક્ષર જ્વેલર્સની ૧૯૯૯માં શરૂ થયેલી સફર સાથે એક દાયકાથી વધુના વારસામાં ગ્રાહકોનો વિશ્વાસ અને તેમની વિવિધ પસંદગીઓની પૂર્ણતાનો સંતોષ સમાયેલો છે. તમામ પ્રકારની જ્વેલરીની ખરીદી માટે ‘અક્ષર’ એક લોકપ્રિય બ્રાન્ડ પસંદગી બની ચૂકી છે. ગોલ્ડ,માઈક્રો ડાયમંડ,કુંદન એમ વિવિધ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ અને રિટેઈલ શો રૂમમાં સૌથી આગળ પડતું એક વિશ્વસનીય તેઓનું નામ છે , તેમના દ્વારા નિર્મિત આભૂષણો સમગ્ર ભારતમાં તમામ મોટા બ્રાન્ડેડ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે તેમજ છેલ્લા બે વરસથી ભારત બહાર પણ નિકાસ કરી રહ્યા છે.
અક્ષર જ્વેલર્સે ડિઝાઇનિંગ જ્વેલરીમાં અત્યાર સુધીમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે અને વર્ષ ૨૦૧૮માં “જ્વેલરી ઓફ ધ યર” નો એવોર્ડ મળ્યો છે. વીસ વર્ષ જૂની પેઢી જૂનાગઢના લોકોની માંગને ધ્યાનમાં રાખીને જથ્થાબંધ વેચાણ સાથે ૨૦૧૯માં સમયમાં “અક્ષર જવેલ્સ” નામથી રિટેઈલ જ્વેલરી શોરૂમની શરૂઆત કરી હતી જે ખુબ ટૂંકા ગાળામાં ખુબ લોકપ્રિય નામ બની ચૂક્યું છે. The Best Emerging Jewellery Showroom of Junagadh District એવોર્ડ વિજેતા બનવા બદલ અક્ષર જ્વેલર્સને ખુબ ખુબ અભિનંદન!