વિશ્વવિખ્યાત એપલ ઇન્કોર્પોરેસનના સી.ઈ.ઓ. ટિમ કુકનો ઇન્ટરવ્યૂ:  

0
122
interview-tim Cook-CEO-of-the-apple
interview-tim Cook-CEO-of-the-apple

મે સૌ પ્રથમ 11 વર્ષની ઉંમરે અખબાર વિતરણનું કામ શરૂ કર્યું.!-સીઈઓ  ટિમ કુક

ટિમ કુક એપલ ઇન્કોર્પોરેસન.ના સીઈઓ, ટેક્નોલોજી ઉદ્યોગના એક પ્રભાવશાળી બિઝનેસ લીડર છે. સ્વ. સ્ટીવ જોબ્સના નેતૃત્વ બાદ, કુકે એપલને નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે. તેમની જીવનયાત્રા અને નેતૃત્વ શૈલી અનેક લોકોને પ્રેરણા આપે છે. આ ઇન્ટરવ્યુમાં  ટિમ કુકના  જીવન, કેરિયર અને એપલના ભવિષ્ય વિષે તેમના વિચારો જાણવા મળશે! એક નામાંકિત અંગ્રેજી મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂનું આ ગુજરાતી ભાષાંતર છે આશા છે ‘ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ’ ના વાચકોને નવું જાણવા અને સમજવા મળશે!

પ્રશ્ન 1: તમારા બાળપણ અને પ્રારંભિક જીવન વિષે  જણાવો.

ટિમ કુક: મારું બાળપણ અલાબામાના રોબર્ટ્સડેલ નામના નાના શહેરમાં વીત્યું. મારા માતા ગૃહિણી હતા અને  પિતા શિપયાર્ડમાં કામ કરતા. મારા માતાપિતાએ મને મહેનત અને પ્રતિબદ્ધતાના મૂલ્યો શીખવાડ્યા, જે મારા સમગ્ર જીવનમાં માર્ગદર્શક બની રહ્યા છે.

વિશ્વવિખ્યાત એપલ ઇન્કોર્પોરેસનના સી.ઈ.ઓ. ટિમ કુકનો ઇન્ટરવ્યૂ:  

પ્રશ્ન 2: તમારી પ્રથમ નોકરીઓ અને તેમના અનુભવ વિષે જણાવો.

ટિમ કુક: મે સૌ પ્રથમ 11 વર્ષની ઉંમરે અખબાર વિતરણનું કામ શરૂ કર્યું. 14 વર્ષની ઉંમરે, મેં ટેસ્ટી-ફ્રીઝ નામની ફાસ્ટ-ફૂડ ચેઇનમાં બર્ગર બનાવવાનું કામ કર્યું. આ પ્રારંભિક નોકરીઓ નાની અને સામાન્ય ગણાય પરંતુ આ નોકરીઓએ મને મહેનતનું મૂલ્ય અને સમયના મહત્વ વિષે શીખવાડ્યું, જેની મારા નેતૃત્વ અભિગમમાં આજે  પણ એની ઝલક દેખાય છે.

પ્રશ્ન 3: એપલ સાથે તમારું જોડાણ કેવી રીતે થયું?

ટિમ કુક: 1998માં  સ્ટીવ જોબ્સે મને એપલમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું તે સમયે, એપલ તેના મુશ્કેલ સમયમાં હતું, પરંતુ મેં સ્ટીવની દ્રષ્ટિ અને કંપનીની સંભાવનાઓમાં વિશ્વાસ મૂક્યો. એપલમાં જોડાવાનો નિર્ણય મારા જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક હતું.

પ્રશ્ન 4: સ્ટીવ જોબ્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ટિમ કુક: સ્ટીવ એક અસાધારણ દ્રષ્ટિવાન અને નેતા હતા. તેમની સાથે કામ કરીને મેં નવીનતા, ગુણવત્તા અને ગ્રાહકલક્ષી બાબતો  વિષે ઘણું શીખ્યો તેમનો અભિગમ અને મૂલ્યો આજે પણ એપલના ડી.એન.એ.માં છે.

પ્રશ્ન 5:એપલમાં  સીઈઓ તરીકેની તમારી યાત્રા વિષે જણાવો.

ટિમ કુક: 2011માં સ્ટીવના અવસાન પછી, મેં સીઈઓ તરીકે જવાબદારી સંભાળી. મારા માટે સૌથી મહત્વપૂર્ણ હતું સ્ટીવના મૂલ્યોને જાળવીને કંપનીને આગળ વધારવી. નવી પ્રોડક્ટ્સ અને સેવાઓ દ્વારા અમે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા પ્રતિબદ્ધ છીએ,અમે સતત નવી ટેકનોલોજી ઉપર કામ કરીએ છીએ જે ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપી શકે!   

પ્રશ્ન 6: એપલના નવા પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી વિશે તમારા વિચારો શું છે?

ટિમ કુક: સતત નવીનતા આપવી એ એપલના મૂળમાં છે. અમે AR, AI અને સ્વાસ્થ્ય ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં પણ નવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ. અમારું લક્ષ્ય છે કે પ્રોડક્ટ્સ અને સેવાઓ દ્વારા લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવા.

પ્રશ્ન 7: ભારત અને અન્ય વિકસિત બજારો માટે એપલની દ્રષ્ટિ શું છે?

ટિમ કુક: ભારત જેવા વિકસિત બજારોમાં અમારે માટે વિશાળ સંભાવનાઓ છે. અમે ભારતની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ્સ અને સેવાઓ વિકસાવી રહ્યા છીએ. ભારતમાં પ્રથમ એપલ સ્ટોર ખોલવો એ અમારી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

પ્રશ્ન 8: સ્થિર વિકાસ અને પર્યાવરણ માટે એપલની કામગીરી જણાવો.

ટિમ કુક: અમે 2030 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું લક્ષ્ય રાખ્યું છે. નવતર સામગ્રી અને રિસાયક્લિંગ પ્રક્રિયાઓ દ્વારા અમે પર્યાવરણ પરનો પ્રભાવ ઘટાડવા પ્રયત્નશીલ છીએ. પર્યાવરણ માટેની અમારી પ્રતિબદ્ધતા અમારા દરેક નિર્ણયમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રશ્ન 9: એપલના ભવિષ્ય વિષે તમારી દ્રષ્ટિ શું છે?

ટિમ કુક: અમે નવી ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સ દ્વારા વિશ્વને બદલવા પ્રયત્નશીલ છીએ. ગ્રાહક કેન્દ્રિતતા અને નવીનતા અમારા માર્ગદર્શક સિદ્ધાંતો છે. ભવિષ્યમાં, અમે આ મૂલ્યોને જાળવીને આગળ વધતા રહીશું.

પ્રશ્ન 10: તમારા માટે સફળતા અને નેતૃત્વનો અર્થ શું છે?

ટિમ કુક: સફળતા એ છે કે તમે અન્ય લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવો. નેતૃત્વનો અર્થ છે તમારી ટીમને સતત પ્રેરિત કરીને તેમની શ્રેષ્ઠ પ્રતિભાનો ઉપયોગ કરવો. મારા માટે લોકોનું સશક્તિકરણ અને નવીનતા એ મુખ્ય મૂલ્યો છે.

પ્રશ્ન 11: તમે રોજિંદા જીવનમાં કેવી રીતે સંતુલન જાળવો છો?

ટિમ કુક: હું રોજ સવારમાં વહેલો ઉઠું અને વ્યાયામ કરું. આ મને દિવસની શરૂઆતમાં ઊર્જાવાન રાખે છે. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરૂ  છું આવી બાબતો દ્વારા  હું સંતુલિત રહેવા પ્રયત્નશીલ છું.