સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સેવાયજ્ઞો પોરબંદરમાં થાય છે તેના પાયામાં ‘આપણું પોરબંદર ગૌરવ એવોર્ડ’ જેવી અનેક સંસ્થાઓનું પ્રોત્સાહન છે: ડૉ સુશીલ કુમાર (ડીન:જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ)
( પોરબંદર બ્યુરો ઓફિસ દ્વારા)
સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ અને દ્રષ્ટિ ઇન્ફોર્મેશન સર્વિસીઝના સંયુક્ત ઉપક્રમે અઢારમાં વર્ષે આપણું ગૌરવ એવૉર્ડ -2025 કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું પોરબંદર જિલ્લાની સંસ્થાઓ, વ્યક્તિઓ કે જેઓએ પોરબંદર જિલ્લા માં અને જિલ્લા બહાર નોંધનીય અને શ્રેષ્ઠ કામગીરી કરી હૉય તેવી સઁસ્થાઓ અને વ્યક્તિઓને જાહેરમાં બિરદાવી એવૉર્ડ અર્પણ કરીને સન્માનિત કરવાનો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથેનું આયોજન કરવામાં આવેલ હતું.
છેલ્લા અઢાર વર્ષથી નિયમિત આપણું પોરબંદર ના ગૌરવ એવૉર્ડ આયોજિત થાય છે,આ વર્ષે આશા ચિલ્ડ્રન હોસ્પીટલ સામે આવેલ શ્રી સાગર સંસ્કાર હોલ ખાતે એવોર્ડ સમાંરભ યોજવામાં આવ્યો હતો. આપણું પોરબંદર ગૌરવ અવૉર્ડના પ્રારંભે પોરબંદર સિદ્ધિ વિનાયક ટ્રસ્ટના ના પ્રમુખ શ્રી રાજેશભાઈ. પટેલે છેલ્લા અઢાર વર્ષથી શિક્ષણ, પર્યાવરણ, ઉદ્યોગ, વાણિજ્ય વ્યવસ્થા, સંગીત, સાહિત્ય, કલાઓ ,આધ્યાત્મિક, સમાજ સુધારણા, સાંસ્કૃતિક તેમજ રમગમત સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા વ્યક્તિને પસંદ કરી આપણું ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે અત્યાર સુધીમાં અંદાજે અઢાર વર્ષમાં એક હજાર કરતા વધુ વ્યક્તિ તેમજ સંસ્થાઓને આ એવૉર્ડ એનાયત કરવામાં આવેલ છે તેમ જણાવી સૌ મહાનુભાવોને આવકાર્યા હતાં
સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તેમજ આપણું પોરબંદરના ટ્રસ્ટીઓ દ્વારા આપણું પોરબંદર ગૌરવ એવૉર્ડ કાર્યક્રમનું મંગલ દીપ પ્રગટાવી પોરબંદર મેડિકલ કોલેજના ડીન ડૉ સુશીલ કુમાર એ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ અને આરોગ્ય બને ક્ષેત્ર માં ધ્યાન આપવું ખૂબ જરૂરી ગણાવી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સેવાભાવી સંસ્થાઓ પોરબંદરમાં છે તેના પાયા આપણું પોરબંદર ગૌરવ એવૉર્ડ જેવી અનેક સંસ્થાઓ નું પ્રેરણા પ્રોત્સાહન રહ્યું છે પોતાને મળેલો આપણું પોરબંદર ગૌરવ એવૉર્ડ ને ધન્યતાની લાગણી અનુભવી ઋણ સ્વીકાર કર્યોં હતો
આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા પોરબંદર ની ડૉ વી આર ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડૉ ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે. ભારતીય સંસ્કૃતિ ત્યાગ, સમર્પણ, અને સેવા ને વરેલી છે આથી વિવિધ ક્ષેત્રે વ્યક્તિઓ સેવા કર્મ માં કાર્યરત રહે તેને શોધીને કદર કરવી એ ઈશ્વરીય કાર્ય ગણાવી વ્યક્તિ ના જીવનકાળમાં મળેલ એકાદ પારિતોષિક, એવૉર્ડ પણ ભવિષ્યનો રાજ માર્ગ બની શકે છે તેમણે સિદ્ધિ વિનાયક ટ્રસ્ટની આ સેવાને પોખવાની પ્રણાલિકા ને બિરદાવી અભિનંદન આપ્યા હતા
આ સન્માન સમારંભામાં 22 જેટલાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવને એવોર્ડ આપી સન્માનિત કરવા આવેલ હતા જેમાં ડૉ સુશીલ કુમાર ડીન શ્રી સરકારી મેડિકલ કોલેજ પોરબંદર (બેસ્ટ હેલ્થ પર્સન), ડૉ રમેશભાઈ ભટ્ટ, ભાણવડ (બેસ્ટ એનિમલ કેર પર્શન ), ડૉ નેહલબેન કારાવદરા ( ઉદય કા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર સર્વિસીઝ) ધ પ્રાઈડ ઓફ પોરબંદર,ડૉ નીતિન પોપટ ( એક્સલન્સ ઈન આઈ ડોનેશન સર્વિસ ) શ્રી રાજદીપ સિંહ જેઠવા (ધ વેરિયર ઓફ સ્ટગલ ), શ્રી રામજીભાઈ બામણીયા ભદ્રકાળી ગરબી ( ધ ગોલ્ડન પ્રાઈડ ઓફ પોરબંદર ), શ્રી વિજયભાઈ ઉનડકટ ( સોશિયલ વર્કર) સ્વ. રામજીભાઈ પાડલીયા (મેમોરિયલ સોશિયલ કોટ્રીબ્યુશન ), શ્રી કેતનભાઈ પારેખ ( બેસ્ટ ફાયર સેફટી વર્ધમાન એજન્સી ) શ્રી ભીમભાઇ ખૂંટી, શ્રી રામભાઈ ખૂંટી (ધ બિગેસ્ટ ફર્નિચર શો રૂમ ), શ્રી જીગર ગોકાણી, શ્રી ઓમ ગોકાણી ( ધ પોપ્યુલર નમકીન બ્રાન્ડ રાજા નમકીન ), સીઈઓ શ્રી ભાવિક દેવાણી( બેસ્ટ કોઓપરેટીવ બેંક નાગરિક સહકારી બેંક લિ.), શ્રી માધુરી કારિયા ( વુમન એન્ટરપ્રીનીયર એક્સલન્સ )શ્રી ચીમનભાઈ મારું શ્રી ગિરીશ ભાઈ મારું ( બેસ્ટ સ્વીટ માર્ટ સોપ કૈલાસ સ્વીટ માર્ટ )શ્રીરાજવીરજી ઓડેદરા.શ્રી વિજયભાઈ ઓડેદરા,રમેશભાઈ કારાવદરા( બેસ્ટ ન્યૂ રેસ્ટોરન્ટ ધ ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ,પોરબંદર ) શ્રી હિરલબેન રાહુલ લાખાણી (ડ્રિમ વર્ડ પ્રિ સ્કુલ- ધ બેસ્ટ પ્રિ. સ્કૂલ )શ્રી હર્ષા માંડલિયા (બેસ્ટ ડાન્સર ), શ્રીપ્રિશા ગોકાણી (બેસ્ટ સ્પોર્ટ્સ પર્શન ), શ્રી ધવલ ભાઈ ભરડા ડૉ. વી. આર ગોઢાણિયા કોલેજ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્નોલોજી પોરબંદર (એકેડેમીક બુક એક્સિલેન્સ એ વર્ડ ડિઝાઇન ઓફ મિકેનિકલ ઇલેમેન્ટ ઈન સી યુનિટ) શ્રી યસ કક્ક્ડ, શ્રી મંથન દાવડા (બેસ્ટ સોલાર રૂફટોપ ઈ. પી. સી. કંપની તેમજ વૂમન એમ્પાવર્ડ એવોર્ડ (શ્રી સાકરબેન પરમાર)નો સમાવેશ થયેલ હતો.
આ આ તકે પોરબંદર ના દેશ વિદેશ માં મહાત્મા ગાંધીજી તરીકે નો રોલ ભજવનાર ડૉ જયેશ ભાઈ હિંગરાજીયા ના માર્ગદર્શન હેઠળ બાળકો એ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતો રગા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા સિંગર શ્રી હેતલ બેન થાનકી તેમજ ધીરેનભાઈ શાહે અને શ્રી સચિન ભાઈ મદલાણી એ સંભાળ્યું હતું. આભારદર્શન શ્રી દીપેશભાઈ મદલાણીએ કર્યું હતું
દ્રષ્ટિ ઇન્ફોર્મેશન સર્વિસીઝના મનિષભાઈ ઉપાધ્યાય તેમજ શ્રી સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી એડવોકેટ શ્રી અતુલભાઈ વ્યાસ, , શ્રી કિશન માત્રાવાડિયા, નિલેશ બી. બલભદ્ર,કેતનભાઈ જોશી અને ટ્રસ્ટના સેક્રેટરી શ્રી વિજય ભાઈ આર. ઉષાણાં એ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમને દીપાવ્યો હતો