સાવરકુંડલાનો વજનકાંટા ઉદ્યોગ ‘મેઇક ઇન ઇન્ડિયા’ કરે છે પણ સરકારોને તેની દરકાર નથી!
સાવરકુંડલાનું ‘ત્રાજવું’ હવે ઔદ્યોગિક ‘ન્યાય’ ઈચ્છે છે!
દેશભરમાં વજન કાંટા માટે એક માત્ર સાવરકુંડલા હબ માનવામાં આવે છે. હાલ સાવરકુંડલાનો કાંટા ઉધોગમાં 35થી 40 હજાર જેટલા લોકોની રોજી રોટી સમાયેલી છે. કારીગરોને રોજગારી પૂરી પાડતો કાંટા ઉધોગ સાવરકુંડલામાં પ્રખ્યાત છે. દેશમાં એકમાત્ર આવેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં કાંટા ઉધોગ આવેલો છે. સો વર્ષ કરતા વધારે સમયથી કાંટા બનવામાં આવે છે. પહેલાના સમયમાં મેન્યુઅલ કાંટા બનવામાં આવતા, જેમાં અપગ્રેશન આવ્યું છે અને હાલના સમયે મેન્યુલ અને ઇલેક્ટ્રોનિક કાંટા બનાવવામાં આવે છે..સોના-ચાંદીને વજન કરવાથી માંડીને વે બ્રિજ સુધીના કાંટા સાવરકુંડલામાં બનાવવામાં આવે છે
સાવરકુંડલામાં નાના મોટા યુનિટ ગણીને 500થી પણ વધારે યુનિટ કાંટા ઉદ્યોગ માટે ગણવામાં આવી રહ્યા છે. સાથે જ 2૦ થી 4૦ હજાર જેટલા મજૂરો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેથી સહેલાયથી શહેરી વિસ્તારની અંદર રોજગારી મળી રહે છે. સાવરકુંડલાના કાંટા ઉદ્યોગ એશિયા લેવલે સૌથી મોટો કાંટા ઉદ્યોગ પણ ગણવામાં આવે છે. સાવરકુંડલા શહેરમાંથી કાંટા વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે.
સાવરકુંડલામાં ભારતનો પ્રખ્યાત કાંટાઉદ્યોગ ધમધમી રહયો છે પરંતુ અહિના વેપારીઓની વર્ષોથી જીઆઈડીસીની માંગ કરેલ છે પરંતુ આજદિન સુધી અહી જીઆઈડીસી શરૂ થઇ નથી. જ્યાં જીઆઈડીસીની કોઈ માંગ ન હોય ત્યાં સરકાર જીઆઈડીસી જાહેર કરતી હોય છે. ગુજરાતના મોટાભાગના વર્ષો જૂના પરંપરાગત ઉદ્યોગો નાશ માપ્યા અથવા મરણપથારીએ છે, સાવરકુંડલામાં ભારતનો પ્રખ્યાત વજનકાંટા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ ગણી શકાય!
સાવરકુંડલાનો પ્રખ્યાત કાંટા ઉદ્યોગ માટે સરકારે તાત્કાલિક સ્પે.પેકેજ જાહેર કરવું જોઈએ.સાવરકુંડલા શહેરને દેશભરમાં વિખ્યાત કરનાર કાંટા ઉદ્યોગની હાલની સ્થિતિ અતિ દયનિય બની છે. હજારો લોકોને રોજગારી પૂરો પાડતો કાંટા ઉદ્યોગ આજે મરણ પથારીએ આવીને ઉભો રહેતા કાંટા બનાવનાર ઉદ્યોગકારો અન્ય રોજગાર તરફ વળ્યા છે. જયારે કાંટા બનાવીને રોજી રોટી રળતા કાંટાના ૧પ હજાર જેટલા મજૂરો અન્ય ક્ષેત્રોમાં મજૂરીએ ચડી ગયા છે તો અમૂક રીક્ષા ચલાવે છે તો અમુક લારી પર મજૂરી કરે છે તો અમૂક શાકભાજી વેચતા થઈ ગયા છે કાંટા બનાવવા માટે વપરાતા લોખંડમાં જીએસટીના દરમાં થયેલો વધારો કાંટા ઉદ્યોગ માટે ઘટાડી કાંટા ઉદ્યોગને બચાવવા માંગ ઉઠી છે.
એક બાજુ ‘મેઇક ઇન ઇન્ડિયા’ની જાહેરાતો થાય છે તો જેઓ ‘મેઇક ઇન ઇન્ડિયા’ હેઠળ ઉદ્યોગ છે એના પર જ સરકાર દ્વારા કાંટાના લોખંડ પર જીએસટીના 18 ટકા જેવો વધારો ઉદ્યોગને ભાંગી નાખ્યો છે આ રીતે ‘મેઇક ઇન ઇન્ડિયા’ ફક્ત સૂત્ર છે એમ લોકો માની રહ્યા છે! ખરેખર તો કાંટા પરના લોખંડને જીએસટીમાંથી મુકિત મળવી જોઈએ અને કાંટા ઉદ્યોગને બચાવવા માટે જીઆઈડીસી વહેલી તકે શરૂ કરે તે ઈચ્છનીય છે. અમરેલી જિલ્લો વર્ષોથી ઔદ્યોગિક ક્ષેત્રે પછાત રહ્યો છે એમાં સરકારી નીતિઓ પણ જવાબદાર છે.
ભારતમાં મેન્યુઅલ કાંટા (સ્કેલ) માટે એકમાત્ર સાવરકુંડલા હબ હતું પણ ધીમેધીમે કાંટા અન્યત્ર પણ બનવા લાગતા સાવરકુંડલા શહેરના કાંટા ઉદ્યોગમાં ફટકો લાગવાની શરૃઆતનો આરંભ થયો હતો. તથા ચાઈના દ્વારા ડિજિકાંટાઓની નિકાસ ભારતમાં થતા આ કાંટાઓ સ્ટેમ્પીગ કર્યા વિના જ બજારમાં વેચાઈ રહ્યા હોવા છતાં સરકાર દ્વારા એવા કાંટાઓ સામે કશીજ કાર્યવાહી કરાતી નથી આ બાબતે આ ઉદ્યોગને તોડવામાં કોઈ કસર રાખી નથી!
પહેલાં લોખંડ પર જીએસટી દર ઝીરો હતો. હવે 18 ટકા જીએસટી લાગુ કરતા લોખંડનો ભાવ પણ સોના જેમ ચળકાટ મારી રહ્યો હોય આ પણ એક મસમોટું કારણ કાંટા ઉદ્યોગને ભાંગવાનું મનાઈ રહ્યું છે. ત્યારે આજથી રપ-૩૦ વર્ષ પહેલા કાંટાના લોખંડ માટે સરકાર દ્વારા મંડળીઓ બનાવીને કાંટા ઉદ્યોગને લોખંડ પુરૃ પાડવામાં આવતું માર્કેટ કરતા રપ ટકા ઓછા ભાવે ઉદ્યોગને લોખંડ મળતું હતું. જે બંધ થયું હોય ત્યારે સરકાર આ કાંટા ઉદ્યોગને ટકાવી રાખવા સ્પેશિયલ પેકેજના ભાગરૃપે જીએસટી ઘટાડવાની સાથે મંડળીઓ પણ કાર્યરત કરે તો ફરિવાર સાવરકુંડલાના કાંટા ઉદ્યોગની રોનક પાછી આવે ને ફરી કાંટા ઉદ્યોગ ધમધમતો થઈ શકે.
—————————————————————————————————–
નોંધ: ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ પ્રેસ-પ્રતિનિધિ/લેખક કે એડવર્ટાઈઝમેન્ટ એકઝિકયુટીવ તરીકે જોડાવા આમંત્રે છે.દરેક વ્યાપારી એસોસિએશનો,મંડળો,કંપનીઓ અમને તેમના પ્રશ્નો કે બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો. સંપર્ક: +91 9924240334 અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.
Free register your company in GUJARAT BUSINESS DIRECTORY
સોસિયલ મીડિયા એકાઉન્ટ પર અમને જોઈન કરો.
FACEBOOK (EDITOR): https://www.facebook.com/profile.php?id=100015664217158
Facebook Page: https://www.facebook.com/Gujarat-Industrial-Times-2462648410416375
x: https://x.com/gujarat_times
Instagram: https://www.instagram.com/rajeshpateleditor_official/
YouTube URL: https://www.youtube.com/channel/UCHFESsRalcfqOLknlVhFBwQ
LinkedIn: https://www.linkedin.com/in/rajesh-patel-53624118/?originalSubdomain=in
‘ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ’ના સમાચાર વિવિધ લેખો,માહિતી જો પસંદ આવે તો શેર કરશો!