ગૂગલની શરૂઆત: એક શોધ કે જેમણે દુનિયા બદલાવી

0
99
google-company-hystory-article
google-company-hystory-article

ગૂગલની શરૂઆત: એક શોધ કે જેમણે દુનિયા બદલાવી

આજના ડિજિટલ યુગમાં, ‘Google it’ એક સામાન્ય વાક્ય બની ગયું છે. ગૂગલ માત્ર એક સર્ચ એન્જિન નથી; તે એક ક્રાંતિ છે, જે જ્ઞાનની ઉપલબ્ધતા અને ઇન્ટરનેટના ઉપયોગને સંપૂર્ણપણે બદલાવી દીધી છે. પણ શું તમે જાણો છો કે ગૂગલનો ઉદ્ભવ કેવી રીતે થયો?  ચાલો, એક રસપ્રદ યાત્રા કરીએ અને ગૂગલની ઉત્પત્તિ અને વિકાસ વિષે સમજીએ!

ગૂગલની શરૂઆત

1995માં, સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના બે હોનહાર વિદ્યાર્થીઓ, લેરી પેજ અને સર્ગે બ્રિન મળ્યા. આ બંને ભવિષ્ય માટે જુદી જ દ્રષ્ટિ ધરાવતા હતા. તેમ છતાં, તેમના વિચાર અને ટેક્નોલોજી પ્રત્યેનો રસ તેમને એકસાથે લાવ્યા. લેરી અને સર્ગેએ સર્ચ એન્જિનની કાર્યપ્રણાલીને સુધારવા માટે એક નવા અલ્ગોરિધમ પર કામ શરૂ કર્યું, જે પછી PageRank તરીકે ઓળખાયું.

“BackRub” થી “Google” સુધીની સફર

 સર્જનાત્મક વિચારો સાથે મળીને બંનેએ 1996માં તેમણે એક પ્રોટોટાઇપ સર્ચ એન્જિન વિકસાવ્યું, જે “BackRub” તરીકે ઓળખાતું હતું. BackRub એ વેબપેજના લિંકને એનાલીસીસ કરીને તેની મહત્વતા નક્કી કરતું, જે તે સમયના અન્ય સર્ચ એન્જિનો કરતા વધુ ચોક્કસ પરિણામો આપે હતું.1997માં, તેમને લાગ્યું કે “BackRub” એક યોગ્ય નામ નથી, અને તેઓએ નવા નામ માટે વિચારવાનું શરૂ કર્યું. તેઓ “googol” (10^100) પરથી પ્રેરાઈને “Google” નામ રાખ્યું, જે દર્શાવતું હતું કે તેમનું મિશન આખા વિશ્વની જાણકારીને નવી,ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.

ગેરેજમાંથી ગ્લોબલ કંપની સુધી

1998માં, લેરી અને સર્ગેએ ગૂગલ માટે પહેલું નાણાકીય રોકાણ મેળવ્યું. Andy Bechtolsheim, Sun Microsystemsના સહ-સ્થાપકે, તેમને $100,000 ની ચેક આપી. તે નાણાંથી ગૂગલનું પ્રથમ ઓફિશિયલ ઓફિસ સુસન વોજિસ્કીના ગેરેજમાં શરુ થઇ! આ પહેલાં ગૂગલનું મુખ્ય કાર્ય સ્ટાનફોર્ડ યુનિવર્સિટીના સર્વર પર ચાલતું હતું, જલદી તેની લોકપ્રિયતા વધી, ત્યારે લેરી અને સર્ગેએ તેને એક સ્વતંત્ર કંપની બનાવવાનું નક્કી કર્યું. 4 સપ્ટેમ્બર, 1998, Google Inc. તરીકે  રજિસ્ટર કરવામાં આવી અને વિશ્વ માટે એક નવી ટેક્નોલોજીલ સિદ્ધિ બની.

સફળતાની સફર કરવી રહી?

ગૂગલનો વિકાસ ઝડપથી થતો ગયો. 2000માં, તેણે પોતાની પ્રથમ જાહેરાત સેવા Google AdWords લોન્ચ કરી, જે કંપની માટે આવકનું મુખ્ય સ્ત્રોત બન્યું. 2004માં, Google પબ્લિક કંપની બની અને તે વર્ષના અંત સુધી તેનો શેર ભાવ $85 થી વધીને $1000 સુધી પહોંચી ગયો. 2005માં, Google Maps અને Google Earth જેવી સેવાઓ આવી. 2006માં, ગૂગલએ YouTube ને ખરીદ્યું, જે દુનિયાની સૌથી મોટી વિડિઓ સ્ટ્રીમિંગ સાઇટ બની. 2008માં, Google Chrome બ્રાઉઝર લોન્ચ થયું અને ટૂંક સમયમાં તે દુનિયાનો સૌથી વધુ ઉપયોગ થતું બ્રાઉઝર બની ગયું!.

આલ્ફાબેટ ઇન્ક.(Alphabet Inc.)

ગૂગલથી એક પગલું આગળ

2015માં, Google એ પોતાનું મેનેજમેન્ટ માળખું બદલ્યું અને Alphabet Inc. નામની મુખ્ય કંપની બનાવી. Alphabet Inc. હવે Google સહિત Google Fiber, DeepMind, Waymo (Self-driving Cars) અને Verily (Life Sciences) જેવી અનેક નવીનતાપૂર્ણ પ્રોજેક્ટ્સ ઉપર કાર્ય કરે છે..

ગૂગલની વર્તમાન ભૂમિકા અને ભવિષ્ય

આજની તારીખે, ગૂગલ માત્ર સર્ચ એન્જિન નથી; તે AI, Quantum Computing, Cloud Computing અને Digital Advertisingનું મોટું નામ છે. Google Assistant, Google AI અને DeepMind દ્વારા, તે હવે AI ના ક્ષેત્રમાં અગ્રેસર છે.ગૂગલનું મિશન હજી પણ યથાવત છે – “દુનિયાનું નોલેજ સરળ અને તમામ માટે પ્રાપ્ય બનાવવું.” ભવિષ્યમાં, તે AR, VR અને AI ને વધુ વિકાસ કરી વિશ્વને ટેક્નોલોજીથી વધુ જોડવાની તૈયારીમાં છે.એક સામાન્ય યુનિવર્સિટી પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલું ગૂગલ આજે વિશ્વની સૌથી પ્રભાવશાળી અને સશક્ત કંપનીઓમાં એક છે. લેરી પેજ અને સર્ગે બ્રિનના દૃઢ સંકલ્પ અને નવીનતા પ્રત્યેની લાગણીએ ગૂગલને માત્ર એક કંપની નહીં પણ એક ક્રાંતિમાં બદલ્યું છે.