(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ બ્યુરો દ્વારા)
ગુજરાતનો બોટ બિલ્ડીંગ ઉદ્યોગ: સરકારનો યોગ્ય સાથ મળે તો વિશ્વના ફલક પર નામના કાઢે એવો ઉદ્યોગ!
ગુજરાત દરિયાકાંઠાના રાજ્ય તરીકે ભારતના બોટ બિલ્ડીંગ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુજરાતનો બોટ બિલ્ડીંગ ઉદ્યોગ અને જહાજ નિર્માણ ક્ષેત્ર તેના વૈભવી દરિયાઈ ઇતિહાસ અને આધુનિક ઉદ્યોગના સમન્વયનું ઉદાહરણ છે. ઔદ્યોગિક વિકાસ અને દરિયાઈ વેપાર માટે ગુજરાતમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કુશળ કારીગરો છે, જે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં બોટ બિલ્ડીંગ ઉદ્યોગનો ઇતિહાસ તપાસીએ તો ગુજરાતમાં બોટ બિલ્ડીંગ ઉદ્યોગનો ઇતિહાસ 5,000 વર્ષ જૂનો છે. લોથલના હડપ્પન કાળના ડોકયાર્ડ આ ઉદ્યોગના પ્રાચીન ઈતિહાસને દર્શાવે છે.બંદરો, પારંપરિક કારીગરો અને સમુદ્ર સાથેનો નૈસર્ગિક જોડાણ આ ઉદ્યોગની મજબૂતી છે. લોથલ દૂનિયાનું સૌ પ્રથમ બંદર માનવામાં આવે છે.
પરંપરાગત બોટ બિલ્ડીંગમાં ગુજરાતી કારીગરો ચમકતી અને મજબૂત લાકડાની બોટ બનાવવામાં નિષ્ણાત હતા. મોટાં વ્પાપારી જહાજો બનાવવામાં ભારતના દરિયાઈ વેપારમાં તેમનું મહત્વ હતું. આધુનિક યુગમાં પરિવર્તન બાદ 20મી સદીમાં લાકડાની જગ્યાએ સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉપયોગ શરૂ થયો.ગુજરાતમાં જહાજ અને બોટ બિલ્ડીંગ ઉદ્યોગે વૈશ્વિક સ્તરે પોતાનું નામ બનાવ્યું છે. જહાજ બિલ્ડીંગના મુખ્ય કેન્દ્રો જોઈએ તો ગુજરાતમાં ઘણા સ્થળોએ જહાજ નિર્માણ થાય છે. આમાંનાં કેટલાક મહત્વનાં કેન્દ્રો વિષે માહિતી મેળવીએ!
1. અલંગ (Alang): વિશ્વનું સૌથી મોટું શિપ રિસાયક્લિંગ યાર્ડ: અલંગ, ભાવનગર નજીક, વિશ્વમાં શિપ રિસાયક્લિંગ માટે પ્રખ્યાત છે. અહીં જહાજોને તોડી નવો ઉપયોગ માટે ધાતુ અને ઉકરવાનું કાર્ય થાય છે.વિશેષતા જોઈએ તો દર વર્ષે હજારો લોકો માટે રોજગારી આપે છે. 30% સુધી રિસાયકલ થયેલી સામગ્રી નવી બોટ અને જહાજ બનાવવામાં વપરાય છે.
2. સુરત- મજુરા: સુરત અને તેની આસપાસના વિસ્તાર પરંપરાગત બોટ બિલ્ડીંગ માટે જાણીતું છે.ખાસ કરીને તાપી નદીના કાંઠે નાના અને મધ્યમ કદની બોટ બનાવવાનું કાર્ય થાય છે.
3. કંડલા: ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવેલું કંડલા બંદર મશીનરી અને આધુનિક જહાજ બિલ્ડીંગ માટે મહત્વપૂર્ણ છે. કંડલા ખાસ કરીને ટ્રાન્સપોર્ટ જહાજો અને કન્ટેનર જહાજો માટે જાણીતું છે.
4. દમણ અને દીવ: આ વિસ્તારમાં નાના માછીમારી બોટ અને પ્રવાસન માટેની બોટ બનાવવામાં નિષ્ણાત છે.
5. નર્મદા અને ભરૂચ: નર્મદા કાંઠે પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો લાકડાના મોટા જહાજ બનાવવામાં નિષ્ણાત છે.
વેરાવળ(સોમનાથ): , વેરાવળમાં બોટ બિલ્ડીંગ યાર્ડ છે.અહી નાના મોટા જહાજો નિર્માણ થાય છે. વેરાવળમાં જહાજ નિર્માણના કૂશળ કારીગરો છે.
6 પોરબંદર: પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ખારવા સમાજ મચ્છીમારીના વ્યવસાયથી પોરબંદરના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. મચ્છીમારો દ્વારા મચ્છીમારીના વ્યવસાયની આડપેદાશ તરીકે અહીં છેલ્લા 50 વર્ષથી માચ્છીમારીના વ્યવસાયમાં ઉપયોગમાં લેવાતી લાકડાની બોટ બનાવવાનો વ્યવસાય પણ કરવામાં આવે છે. 40 થી 50 લાખના ખર્ચે તૈયાર થતી લાકડાની 1 બોટ બનાવવામાં 8 થી 10 જેટલા કારીગરોને 3 થી 4 મહિના રોજગારી મળે છે. મોટાભાગે ઓગષ્ટ થી એપ્રિલ સુધીમાં માચ્છીમારી માટેની લાકડાની બોટ બનાવવાનો વ્યવસાય પોરબંદરમાં પૂરબહારમાં ખીલી ઉઠે છે.
હાલ પોરબંદરમાં દર વર્ષે 60 થી 70 જેટલી બોટ બને છે અને આ તમામ બોટ ભારતના દેશી કારીગરો સ્વબળે બનાવતા હોય જો આ ઉદ્યોગનો કેન્દ્ર સરકારની ‘મેઈક ઈન ઈન્ડિયા’ યોજનામાં સમાવેશ કરવામાં આવે તો જેવી રીતે ભાવનગરમાં શીપ બ્રેકીંગ યાર્ડ છે, વેરાવળમાં બોટ બિલ્ડીંગ યાર્ડ છે તેવી જ રીતે પોરબંદરમાં પણ બોટ બિલ્ડીંગ યાર્ડ બની શકે તેમ છે અને તેના થકી અનેક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે. સરકાર દ્વારા અહી તાત્કાલીક અસરથી પોરબંદરમાં બોટ બિલ્ડીંગ યાર્ડની સુવિધા ઉભી કરવી જોઈએ,
બોટ બિલ્ડિંગ યાર્ડનો ફાયદો એ છે કે જે બંદર પર બોટ બિલ્ડીંગ યાર્ડની સુવિધા આપવામાં આવી હોય ત્યાં તેના માટે ખાસ જગ્યા ફાળવવામાં આવે છે અને આ જગ્યા પર બોટ બનાવવાનો વ્યવસાય કરવા દેવામાં આવે છે. પરંતુ જ્યાં બોટ બિલ્ડીંગ યાર્ડની સુવિધા નથી ત્યાં બોટ બનાવવા માટે બોટ બનાવનારે મેરી ટાઈમ બોર્ડ કે પછી ફિશરીઝની જગ્યામાં તો ખાનગી માલિકીની જગ્યા પર બોટ બનાવવી પડતી હોવાથી બોટ બનાવવા માટે ઊંચા ભાડા ચૂકવવા પડે છે. પોરબંદરમાં માચ્છીમારી માટેની બોટ બનાવતા કારીગરો સુતારીકામ જાણતા કારીગરો હોય છે. હાલ પોરબંદરમાં આવા 2,000 જેટલા કારીગરો ગુજરાત અને ગુજરાતની બહારના રાજ્યોમાંથી કાર્યરત છે.
7 વલસાડનો બોટ બિલ્ડીંગ ઉદ્યોગ:
ગુજરાતના દરિયાકાંઠા પર વસેલા મહત્ત્વના શહેરોમાંથી એક છે, જ્યાં બોટ બિલ્ડીંગ ઉદ્યોગને પોતાની અલગ અસ્મિતા છે. ભૌગોલિક સ્થાન, કુશળ કામદારો, અને સમુદ્ર સાથે નજીકના સંબંધને કારણે, વલસાડ આ ઉદ્યોગ માટે એક કેન્દ્ર તરીકે વિકસ્યું છે. અહીંનું બોટ બિલ્ડીંગ પ્રાચીન પરંપરાઓ સાથે આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય સાધે છે, જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે જહાજ નિર્માણ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહી માછીમારી માટે સ્થાનિક રીતે બનાવેલી બોટ્સનો ઉપયોગ કરે છે, જેની ડિઝાઇન દરિયાની પરિસ્થિતિ મુજબ હોય છે બીજા ટ્રાન્સપોર્ટ અને કાર્ગો શિપ્ નિર્માણ થાય છે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો પરિવહન માટે મજબૂત અને ટકાઉ જહાજનું નિર્માણ કરવામાં આવે છે અન્ય એક પ્રકારમાં ટુરિઝમ બોટ્સ બનાવામાં આવે છે.તાજેતરના વર્ષોમાં, પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપતી બોટ્સનો વિકાસ થયો છે, જે નદી અને દરિયાના પ્રવાસો માટે ઉપયોગી છે.
વલસાડના બોટ બિલ્ડીંગ ઉદ્યોગના ખાસ લક્ષણો:
ઉચ્ચ ગુણવત્તાવાળા લોખંડ, ફાઇબરગ્લાસ, અને ફ્યુલ-એફિશિયન્ટ મશીનરીનો ઉપયોગ બોટની ટકાઉપણું અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.અહીંના શિપબિલ્ડર્સને પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેકનિક્સનું મિશ્રણ હોય છે, જેના કારણે તેઓ વિવિધ પ્રકારના બોટ્સની ડિઝાઇન કરવા સક્ષમ છે.વધુમાં ટેકનોલોજીનો સમાવેશ ડ્રોન સર્વેલન્સ, ઓટોમેશન સિસ્ટમ્સ, અને નવીન જીઓપોલિટિકલ ટેક્નોલોજીનો સમાવેશ ઉદ્યોગને સ્પર્ધાત્મક બનાવે છે.
ભરપૂર તકો છે, સરકાર આ ઉદ્યોગને સગવડો આપે:
1. એકસ્પોર્ટ માર્કેટ: વલસાડમાં બનેલી બોટ્સનું નિકાસ માટે વિશ્વના દેશોમાં વેચાણ કરી શકાય છે, ખાસ કરીને મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં, જ્યાં બોટ્સની મોટી માંગ છે.
2. ટકાઉ ઉદ્યોગ વિકાસ: પ્લાસ્ટિક અને રિસાયકલ સામગ્રીનો ઉપયોગ કરી ટકાઉ બોટ્સનું નિર્માણ ઉદ્યોગ માટે એક નવા માર્ગ તરફ દર્શાવે છે.
3. ટુરિઝમ માટેની વલસાડની તકો: ટુરિઝમ બોટ્સ વિકસાવવામાં વધુ રોકાણ કરવામાં આવે તો વલસાડ ટૂરિસ્ટ આકર્ષણ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
બોટ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગનું આર્થિક મહત્વ:
1. રોજગારીનું મુખ્ય સ્ત્રોત: બોટ બિલ્ડીંગ ઉદ્યોગ ગુજરાતમાં હજારો લોકો માટે રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગ કારીગરો, ઇજનેરો અને લોજિસ્ટિક્સ માટે ખાસ તક આપે છે.
2. નિકાસમાં યોગદાન: ગુજરાતના બોટ અને જહાજ નિર્માણ ઉદ્યોગમાંથી નિકાસ થતી સામગ્રી વૈશ્વિક બજારમાં જાણીતું છે તેમજ મચ્છીમારી બોટ, વ્યાપાર માટેના જહાજ અને કોમર્શિયલ વેસેલ નિકાસમાં મહત્વનું યોગદાન આપે છે.
3. દરિયાઈ વેપાર માટે આધાર: ગુજરાતના બંદરો જેવા કે કાંધલા, મુંદ્રા, અને હઝીરા માટે બોટ અને જહાજ બિલ્ડીંગ એ મુખ્ય આધારસ્તંભ છે.
પર્યાવરણ માટે પડકારો અને ઉકેલો
1. પર્યાવરણ પર અસર: શિપ રિસાયક્લિંગ અને બોટ બિલ્ડીંગ પ્રક્રિયા પર્યાવરણ માટે ગંભીર સમસ્યા ઊભી કરે છે. ખાસ કરીને કચરો અને રસાયણો દરિયાઈ પાણીને પ્રદૂષિત કરે છે.
2. ઉકેલ: આ નવીન પદ્ધતિઓ અને પર્યાવરણ અનુકૂળ પ્રણાલીઓનો અમલ જરૂરી છે. ઓર્ગેનાઈઝ્ડ રિસાયક્લિંગ સેન્ટરો અને બાયો-ડિગ્રેડેબલ મટિરિયલ્સના ઉપયોગથી આ સમસ્યાઓને હળવી કરી શકાય છે.
ગુજરાતના બોટ બિલ્ડીંગ ઉદ્યોગના પડકારો
1. ટેક્નોલોજીનો અભાવ:નાના અને મધ્યમ ઉદ્યોગો પાસે આધુનિક સાધનો અને ટેક્નોલોજી ન હોવાના કારણે વૈશ્વિક બજારમાં સ્પર્ધા મુશ્કેલ છે.
2. નાણાકીય સહાયની અછત:પરંપરાગત કારીગરો માટે નાણાકીય સહાય અને લોન ઉપલબ્ધ કરાવવામાં અવરોધ છે.
3. કુશળ કર્મચારીઓનો અભાવ:ટ્રેડિશનલ કારીગરોની નવી પેઢી માટે આ ઉદ્યોગ આકર્ષક નથી, જેના કારણે કામદારોની અછત છે.
4. આબોહવા ફેરફાર અને દરિયાઈ ચિંતાઓ:દરિયાની સ્તર વૃદ્ધિ અને ચક્રવાત જેવી પરિસ્થિતિઓ ઉદ્યોગ માટે પડકારરૂપ છે.
સરકારી યોજનાઓ અને સહાય
1. શિપ બિલ્ડીંગ નીતિ: ગુજરાત સરકારે શિપ બિલ્ડીંગ અને બોટ બિલ્ડીંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિઓ અસરકારક અમલવારી જરૂરી છે.
2. જહાજ નિકાસ માટે પ્રોત્સાહન:
સરકાર બોટ નિકાસદારોને સબસિડી આપે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા માટે સહાય કરે છે.
3. મેક ઇન ઇન્ડિયા:
આ યોજના હેઠળ સ્થાનીક બોટ બિલ્ડીંગ ઉદ્યોગને મજબૂત કરવા અને સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા પ્રયાસ થઈ રહ્યા છે પણ તેનું અમલીકરણ નબળું દેખાય છે.
4. તાલીમ કાર્યક્રમો:
કુશળ કર્મચારીઓના વિકાસ માટે વિશેષ તાલીમ અને શિબિર યોજી રહ્યા છે.
ગુજરાતના બોટ બિલ્ડીંગ ઉદ્યોગ માટે ભવિષ્ય
1. ટેક્નોલોજીનું આધુનીકીકરણ:
નવા સાધનો અને નવીન પદ્ધતિઓના ઉપયોગથી Gujarat Shipbuilding Industries વૈશ્વિક સ્તરે મહત્વનું સ્થાન મેળવી શકે છે.
2. નવો નિકાસ બજાર: બોટ બિલ્ડીંગ ઉદ્યોગ GCC દેશો (ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ) અને આફ્રિકી દેશોમાં નવો નિકાસ બજાર શોધી શકે છે.
3. પર્યાવરણ પ્રત્યે પ્રતિબદ્ધતા: પર્યાવરણ માટે અનુકૂળ મટિરિયલ્સનો ઉપયોગ અને પ્રોત્સાહન મહત્વનું બની રહેશે,
4. ગ્રામીણ કારીગરોનું સશક્તિકરણ: પરંપરાગત કારીગરોને નવી ટેક્નોલોજી સાથે જોડીને આ ઉદ્યોગમાં વધુ વિકાસ શક્ય છે.
ગુજરાતનો બોટ બિલ્ડીંગ ઉદ્યોગ એક વ્યાપક અને પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો છે. જો કે તે આધુનિક પડકારો અને ટેકનોલોજીકલ પ્રશ્નો સાથે સંઘર્ષ કરી રહ્યો છે, સરકારી સહાય અને ટેક્નોલોજી ઉપયોગથી આ ઉદ્યોગ આગામી સમયમાં વધુ વિકાસ કરી શકે છે. Gujarat Shipbuilding and Recycling Industry માત્ર નૌકા ઔદ્યોગિક ઊર્જાનું પ્રતીક નથી, પરંતુ ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસનું પ્રતિબિંબ છે.આ ઉદ્યોગ વૈશ્વિકસ્તરે દેશનું નામ રોશન કરે એવું પૂરતી શક્યતાઓ ધરાવે છે જેના પર એક ઉદ્યોગની દ્રષ્ટિએ અન્ય ઉદ્યોગો જેટલો જ ધ્યાને સરકારે લેવો અત્યંત જરૂરી છે,
———————————————————————————————-
(બોટ મેન્યુફેકચર્સ એસોસિએસન્સ અને મંડળો, કંપનીઓ અને કારીગરો તમામ લોકો તેમની જરૂરિયાતો અને માંગણીઓ વિષયક માહિતી અમને મોકલી શકે છે અમે યોગ્ય સમાચારો-આર્નેટીકલ્સ સ્થાન આપીશું. તમામ બોટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને બોટ બિલ્ડર તેમની માહિતી GIT DIRECTORY માં ફ્રી રજિસ્ટર કરાવી શકે છે જો કોઈ પ્રોબ્લેમ હોય તો અમને સંપર્ક કરી શકો છો. )
નોંધ: ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ પ્રેસ-પ્રતિનિધિ/લેખક કે એડવર્ટાઈઝમેન્ટ એકઝિકયુટીવ તરીકે જોડાવા આમંત્રે છે. બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો.
સંપર્ક: +91 9924240334 અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.
Free register your company in GUJARAT BUSINESS DIRECTORY
સોસિયલ મીડિયા એકાઉન્ટ પર અમને જોઈન કરો.
Facebook(EDITOR): https://www.facebook.com/profile.php?id=100015664217158
Facebook Page: https://www.facebook.com/Gujarat-Industrial-Times-2462648410416375
x: https://x.com/gujarat_times
Instagram: https://www.instagram.com/rajeshpateleditor_official/
YouTube URL: https://www.youtube.com/channel/UCHFESsRalcfqOLknlVhFBwQ
LinkedIn: https://www.linkedin.com/in/rajesh-patel-53624118/?originalSubdomain=in