ચેટજીપીટી(ChatGPT) એક વિચારથી વર્તમાન સુધીની સફર! 

0
363
openAI-chat-gpt-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ-ટાઈમ્સ

ચેટજીપીટી(ChatGPT) એક વિચારથી વર્તમાન સુધીની સફર!

 ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સંપૂર્ણ માહિતી આપતો લેખ!

 

Chatgpt નો વિચાર સૌ પ્રથમ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો?

ChatGPTનો સૌ પ્રથમ આઈડિયા OpenAI સંસ્થાના સ્થાપકો અને ટીમમાં સામેલ વૈજ્ઞાનિકોની ટીમના સંયુક્ત પ્રયાસો અને વિચારોમાંથી આવ્યો હતો. OpenAI કંપનીની સ્થાપના 2015માં કરવામાં આવી હતી જેનો મુખ્ય ઉદ્દેશ માનવજાત માટે લાભદાયક એવી કૃત્રિમ બુદ્ધિ (AI-Artificial Intelligence ) વિકસીત કરવાનો હતો.

મુખ્ય વ્યક્તિઓ અને તેમના યોગદાન વિષે થોડી વાત.

OpenAI's Sam Altman-chatgpt
OpenAI’s Sam Altman-chatgpt

સેમ અલ્ટમેન

OpenAIના મુખ્ય સીઈઓ, જેમણે OpenAIના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે તેઓએ AIને સમજવા અને સામાન્ય લોકો માટે ઉપયોગી કઈ રીતે થાય એ વિચારને સૌથી વધુ મહત્વનું ગણ્યું હતું.

Elon Musk-chatgpt-openai
Elon Musk-chatgpt-openai

એલોન મસ્ક (Elon Musk):

OpenAIના સહસ્થાપક તરીકે મસ્કે પ્રારંભિક તબક્કામાં OpenAI માટે એક દ્રષ્ટિ આપી, મસ્કના વિચાર મૂજબ AIનો વિકાસ જો યોગ્ય રીતે ન થાય તો તે માનવજાત માટે જોખમકારક બની શકે છે જેના કારણે AIનો જવાબદાર રીતે ઉપયોગ થવો જોઈએ એ વિચારને મહત્વ આપ્યું.

OpenAI co-founder Greg Brockman-
OpenAI co-founder Greg Brockman-

ગ્રેગ બ્રોકમેન

OpenAIના ટેક્નિકલ લીડર અને સંસ્થાપક

ગ્રેગ બ્રોકમેને AI મોડલની ડિઝાઇન અને વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું છે.

Ilya Sutskever openai -chatgpt
Ilya Sutskever openai -chatgpt

ઇલિયા સટ્કીવર

OpenAIના ચીફ સાયન્ટિસ્ટ અને AI ન્યુરલ નેટવર્કના અનુભવી વૈજ્ઞાનિક કે જેમણે GPT મોડલના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

પ્રારંભિક આઈડિયા કેવી રીતે ઉદભવ્યો?

AI સંવાદનો વિચાર:

OpenAIએ માનવ સાથે સરળતાથી વાતચીત કરી શકે એવા એક સિસ્ટમનો વિચાર આપ્યો. આ વિચાર દ્વારા ChatGPT  મોડેલ જેમનો પ્રથમ ડેમો 2022માં રિલીઝ થયો હતો જેવા સંવાદલક્ષી પ્લેટફોર્મ કે જેમાં વ્યક્તિ લખીને(TEXT) દ્વારા કંઈક પૂછે છે અને સામે જવાબ મળે છે એ સોફ્ટવેર પ્રોગ્રામ અસ્તિત્વમાં આવ્યો!  ChatGPTનો મૂળ આઈડિયા OpenAIના મુખ્ય સંશોધન ક્ષેત્રથી આવ્યો છે, જે ટેક્સ્ટ આધારિત એક સોફ્ટવેરને માનવીની ભાષામાં તેમના જવાબો આપવા સક્ષમ બનાવવા પર કેન્દ્રિત થયેલ છે..ChatGPT જેવા મોડલનો વિચાર તે મુદ્દાથી ઉદભવ્યો હતો કે એક AI ને વ્યક્તિગત સહાયક તરીકે કેવી રીતે વિકસાવી શકાય, જે સરળ અને ઉપયોગી સંવાદ સાધી માનવીને મદદરૂપ બને. OpenAIએ શરૂઆતમાં ટેક્સ્ટને જાણવાની અને એને પુનઃલેખન કરવાની ક્ષમતા ધરાવતા ભાષા મોડલ્સ (Language Models) પર સંશોધન કર્યું. GPT-1 (2018) એ પ્રારંભિક સંશોધન આવૃત્તિ હતી ત્યારબાદ તે GPT-2 (2019) અને GPT-3 (2020) સુધી વિકસતી ગઈ.

artificial-intelligence-chatgpt-openai-ગુજરાત સમાચાર-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ- ટાઈમ્સ-લેખ
artificial-intelligence-chatgpt-openai-ગુજરાત સમાચાર-ગુજરાત-ઇન્ડસ્ટ્રીયલ- ટાઈમ્સ-લેખ

ચેટજીપીટી(Chatgpt) ની વિશેષતાઓ અને ક્ષમતાઓ

ચેટજીપીટી(Chatgpt) ખાસ કરીને તે માટે પ્રખ્યાત છે કે તે માનવીની ભાષાના જુદા જુદા જટિલ સવાલો અને માંગવામાં આવતી માહિતી કે આદેશને સરળતાથી સમજી શકે છે અને તેનો જવાબ આપી શકે છે. તે ફક્ત માહિતી શેર કરી શકે છે એટલું જ નહિ પરંતુ સર્જનાત્મક લેખન, ગ્રાફિકલ ઈમેજીસ બનાવવી,,કોઈ વિષયે માર્ગદર્શન આપવું,ટેકનિકલ દસ્તાવેજો તૈયાર કરવા, કોડિંગમાં મદદ કરવી, ભાષાંતર કરવા અને શૈક્ષણિક માર્ગદર્શન આપવા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેની અદભૂત ક્ષમતા દર્શાવી શકે છે. તેની સૌથી મોટી ખૂબી શીખવાની અને તાલીમ આપવાની પ્રક્રિયા છે. આ મોડલને “સુપરવાઇઝ્ડ લર્નિંગ” અને “રીઇનફોર્સમેન્ટ લર્નિંગ” જેવી પદ્ધતિઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે, જે તેને વધુ સચોટ જવાબો આપવા માટે સક્ષમ બનાવે છે.

ચેટજીપીટી-4 અને આગળની સફર

માર્ચ 2024માં ચેટજીપીટી-4 લૉન્ચ થયું, જે અગાઉના વર્ઝન કરતાં વધુ કાર્યક્ષમ હતું. GPT-4 એ મલ્ટિમોડલ ક્ષમતાઓ ધરાવતું હતું, જેનો અર્થ એ છે કે તે ટેક્સ્ટ સિવાય છબીઓ અને વિડિઓઝ સાથે પણ કાર્ય કરી શકે છે. આ મોડલને સૌથી વધુ માનવ સાથે જિવંત અનુભવ આપવાની દિશામાં ડિઝાઇન કરવામાં આવ્યું હતું.ચેટજીપીટી-4 એ માત્ર જવાબ આપતું ટૂલ કે પ્રોગ્રામ નહીં, પણ સહયોગી બની ગયું છે, જે રોજિંદા કાર્યોમાંથી જટિલ વ્યવસાયિક પ્રશ્નોથી લઈને કલા અને મનોરંજન સુધી દરેક ક્ષેત્રે મદદરૂપ થયું છે.

વર્તમાનમાં ચેટજીપીટીનો વ્યાપ

chatgtp-uses-gujarat-industrial-times-article
chatgtp-uses-gujarat-industrial-times-article

આજના સમયમાં ચેટજીપીટીનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થઇ રહ્યો છે:

શિક્ષણ: શિખવાનો અલગ અનુભવ આપે છે, જેમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઝડપી અને સચોટ જવાબો મળે છે.

બિઝનેસ: કસ્ટમર સર્વિસ, ડેટા એનાલિસિસ અને વ્યવસાયિક ઓટોમેશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.

તબીબી ક્ષેત્ર: રોગચિકિત્સા અને ડાયગ્નોસિસમાં મદદ કરે છે.

ટેકનોલોજી: કોડિંગમાં મદદ અને સિસ્ટમ ડિઝાઇનમાં સહાયક સાબિત થયું છે.

વિવાદો અને પડકારો

ચેટજીપીટીના વિકાસ સાથે કેટલીક ચિંતાઓ પણ ઉઠી છે. તેના દ્વારા બનાવેલી ખોટી માહિતી અથવા ભ્રામક માહિતીના ફેલાવાનો ભય પણ રહેલો છે.આજે દૂનિયામાં લોકો રોજગારી ગુમાવવાની કે નોકરીઓ જવાની શક્યતાઓ વિશે ચિંતિત છે,  કેટલાક આલ્ગોરિધમના નૈતિક પાસાઓ વિશે પ્રશ્નો ઊભા કરે છે.કોપીરાઈટને લગતા ઘણા કાયદાકીય પ્રશ્નો પણ ઉભા થયા છે. OpenAI પણ સતત એવા ઉપાય શોધી રહ્યું છે, જેથી આ ટેકનોલોજી માનવીના હિતમાં વધુ સારી રીતે ઉપયોગી બની શકે. મશીન અને માનવ વચ્ચેનો અંતર ઓછું કરવાનું કામ આ ટેક્નોલોજી કરી રહી છે. ભવિષ્યમાં ચેટજીપીટી માનવજિવનને વધુ બહેતર બનાવી તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાની ક્ષમતા ચોક્કસ ધરાવે છે.

open -ai-busines-model-gujarat-industrial-times-article-ગુજરાત-સમાચાર
open -ai-busines-model-gujarat-industrial-times-article

OpenAi નું કંપની સ્વરૂપ અને બિઝનેસ મોડેલ શું છે?

OpenAi કંપનીનું સ્વરૂપ સમજીએ તો OpenAI અગાઉ માત્ર એક ગ્રાહકલક્ષી સંસ્થા તરીકે (non-profit organization) અસ્તિત્વમાં આવેલી ત્યારબાદ સાલ 2019માં તે કોમર્શિયલ નફાકારક મોડેલ સાથે જોડાયું, જેને “OpenAI LP” કહેવામાં આવે છે. OpenAI LP (Limited Partnership) અને  OpenAI એમ બે ભાગલા પાડવામાં આવ્યા છે: openAi એ નોન-પ્રોફિટ મુખ્ય સંસ્થા છે જે સંશોધન અને નીતિ માટે જવાબદાર છે, OpenAIની OpenAI LP) એ કમર્શિયલ નફાકારક સંસ્થા કહેવાય છે, જે  ટેક્નોલોજીને વેચીને નફો કમાય છે. આ મોડલને “Capped Profit” મોડલ કહેવામાં આવે છે, જે મૂજબ રોકાણકારોને મર્યાદિત નફો મળે છે, અને બાકી નફો સંશોધન અને વિકાસ માટે ફરીથી વપરાય છે.

  1. બિઝનેસ મોડલ: OpenAIના બિઝનેસ મોડલ સ્વરૂપ શું છે? કઈ રીતે કમાય છે?
  1. API સર્વિસીસ

-OpenAI પોતાનું મોડલ કંપનીઓ અને ડેવલપર માટે API તરીકે આપે છે

– કંપનીઓ આ APIનો ઉપયોગ વાસ્તવિક ટૂલ્સ બનાવવા, વ્યવસાયિક સેવાઓ આપવા, અને ઓટોમેશન પ્રોસેસમાં કરે છે.

ઉદાહરણ: GPT-4 API, DALL-E API.

  1. સબ્સ્ક્રિપ્શન મોડલ (Subscription Model)

-ChatGPT માટે OpenAIનું સબ્સ્ક્રિપ્શન આધારિત મોડલ છે.

-ChatGPT Plus: $20/મહિને પર પ્રીમિયમ સર્વિસ મળે છે, જેમાં ઝડપી પ્રતિસાદ, GPT-4 તક, અને અન્ય પ્રોત્સાહનો સામેલ છે.

  1. કંપનીઓ માટે સેવાઓ

-OpenAI કંપનીઓ માટે કસ્ટમાઈઝડ સેવાઓ આપે છે.

-મોટાભાગની મોટી કંપનીઓ OpenAIના મોડલનો ઉપયોગ ડેટા એનાલિસિસ, ઓટોમેશન અને ગ્રાહક સેવા માટે કરે છે.

  1. પાર્ટનરશિપ અને રોકાણ

-OpenAIએ માઇક્રોસોફ્ટ સાથે વિશેષ ભાગીદારી કરી છે, જેમાં માઇક્રોસોફ્ટએ OpenAIમાં મોટું  મૂડીરોકાણ કર્યું છે અને તેનો AI Azure પ્લેટફોર્મ પર ઉપયોગ કરે છે.

-માઇક્રોસોફ્ટના પ્રોડક્ટ્સ (જેમ કે Word અને Excel) માં OpenAIના મોડલનું સંકલન કરવામાં આવ્યું છે.

  1. કન્ટેન્ટ બનાવવું અને તેને લગતા ટૂલ્સ

-OpenAIના વિવિધ ઉત્પાદનો જેમ કે DALL-E (ફોટો/ઈમેજ બનાવવી), Codex (કોડ બનાવવા) અને Whisper (સ્પીચ-ટૂ-ટેક્સ્ટ) દ્વારા ટેક્નોલોજી વેચાય છે.

  1. OpenAIનું નાણાકીય મોડલ
  2. રોકાણ:-OpenAIના વિકાસ માટે માઇક્રોસોફ્ટ અને અન્ય રોકાણકારોએ કરોડો ડોલરનું રોકાણ કર્યું છે.

-2019માં માઇક્રોસોફ્ટે $1 બિલિયનનું રોકાણ કર્યું અને 2023માં વધુ રોકાણ કરીને OpenAI સાથે લાંબી ગાળાની ભાગીદારી કરી છે.

  1. કમાણી:

-OpenAI મુખ્યત્વે તેની API, સબ્સ્ક્રિપ્શન સર્વિસ, અને બિઝનેસ સોલ્યુશન આપી આવક મેળવે છે.

-2024 સુધી, OpenAIની આવક બિલિયન્સ ડોલર સુધી પહોંચવાની શક્યતાનો અંદાજ આંકવામાં આવેલ હતો,

c.કેપ્ડ(Capped) પ્રોફિટ મોડેલ:

OpenAIનું નફાકારક મોડલ જે  નફો કરે એમાંથી અમુક રકમ મુખ્ય કંપનીમાં નવા સંશોધન માટે પાછી રોકવામાં આવે છે.

ચેટજીપીટીનો ઇતિહાસ માત્ર ટેક્નોલોજીનો ઈતિહાસ નથી, પણ તે માનવતા અને કૃત્રિમ બુદ્ધિની મૈત્રીના એક પ્રતિક તરીકે પણ છે. વિજ્ઞાનમાં દરેક સંશોધનો હમેશા માનવજિવનને બહેતર બનાવવા થયા છે પછી એનો ઉપયોગ માનવી કઈ રીતે કરે છે એ તેમના વિવેક પર આધાર રાખે છે!