ફ્રેન્ચાઈઝી મોડલથી બિઝનેસ કેવી રીતે વધારવો?

0
137
How-to-grow-business-with-franchise-model
How-to-grow-business-with-franchise-model

ફ્રેન્ચાઈઝી મોડલથી બિઝનેસ કેવી રીતે વધારવો?

ફ્રેન્ચાઈઝી (Franchise) મોડલ આજના યુગમાં બિઝનેસ વિસ્તરણ માટે એક શક્તિશાળી મોડલ છે. મોટી કંપનીઓ અને નાના ઉદ્યોગો બંને માટે ફ્રેન્ચાઈઝી દ્વારા નવું બજાર મેળવવા અને બ્રાન્ડનું  વિસ્તરણ  કરવા અને કમાણી વધારવા માટે અસરકારક બિઝનેસ મોડલ ગણાય!

              જો તમારે તમારો બિઝનેસ સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવો  હોય  પણ રોકાણ અને સંચાલન સંસાધનોની કમી હોય તો ફ્રેન્ચાઈઝી મોડલ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ લેખમાં આપણે સમજીએ કે ફ્રેન્ચાઈઝી મોડલ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેનાથી બિઝનેસ કેવી રીતે વધારી શકાય.

ફ્રેન્ચાઈઝી મોડલથી બિઝનેસ કેવી રીતે વધારવો?

ફ્રેન્ચાઈઝી મોડલ શું છે?

ફ્રેન્ચાઈઝી એ એક બિઝનેસ મોડલ છે, જ્યાં એક બિઝનેસ (Franchisor) પોતાનું બ્રાન્ડ, પ્રોડક્ટ્સ/સર્વિસીઝ કે બિઝનેસ સિસ્ટમ અન્ય વ્યક્તિ/કંપની (Franchisee) ને ઉપયોગ કરવા માટે પરવાનગી આપે છે.

✅ Franchisor – બ્રાન્ડ માલિક જે ફ્રેન્ચાઈઝી ઓફર કરે

✅ Franchisee – વ્યક્તિ કે કંપની જે બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી ખરીદે

Franchisee ફી ચૂકવી અને બ્રાન્ડના નિયમો મુજબ બિઝનેસ ચલાવે છે. આમ, ફ્રેન્ચાઈઝી દ્વારા ઓછા મૂડી રોકાણમાં મોટાપાયે વૃદ્ધિ થઈ શકે.

ફ્રેન્ચાઈઝી મોડલ કેવી રીતે કાર્ય કરે છે?

ફ્રેન્ચાઈઝી મોડલ સામાન્ય રીતે ત્રણ મુખ્ય બાબતો પર આધાર રાખે છે:

1. ફ્રેન્ચાઈઝી લાયસન્સ અને ફી

Ÿ             Franchisee એ Franchisorને  એક નિશ્ચિત રકમ (Franchise Fee) ચુકવવી પડે છે.

Ÿ             આ ફી માટે Franchiseeને બિઝનેસ મોડલ, ટ્રેનિંગ, અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી મળે છે.

2. રોયલ્ટી અને નફો વહેંચણી

Ÿ             Franchisee સામાન્ય રીતે એક નક્કી રોયલ્ટી ફી (Revenue Share)  Franchisorને ચૂકવે છે.

Ÿ             આ રોયલ્ટી એક નક્કી ટકાવારી અથવા મહિને એક નિશ્ચિત રકમ તરીકે હોય છે.

3. માર્કેટિંગ અને ઓપરેશનલ સપોર્ટ

Ÿ             Franchisor તેના તમામ ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સને માર્કેટિંગ, પ્રોડક્ટ સપ્લાય અને  વ્યવસ્થાપન માટે સહાય કરે છે.

તમારા બિઝનેસ માટે ફ્રેન્ચાઈઝી મોડલ કેવી રીતે વિકસાવવું?

તમારા બિઝનેસ માટે ફ્રેન્ચાઈઝી મોડલ વિકસાવવા માટે તમારે નીચેના તબક્કાઓ અનૂસરવા પડશે:

1. તમારો બિઝનેસ

ફ્રેન્ચાઈઝી માટે યોગ્ય છે કે નહીં તે તપાસો

Ÿ             શું તમારૂ બિઝનેસ મોડલ રિપ્લિકેટ (Duplicate) કરી શકાય છે?

Ÿ             શું તમારી બ્રાન્ડ મજબૂત અને લોકોમાં લોકપ્રિય છે?

Ÿ             શું તમારો  બિઝનેસ સતત નફાકારક છે?

Ÿ             શું તમારૂ ઓપરેશન/મેનેજમેન્ટ સ્ટ્રક્ચર સ્ટાન્ડર્ડ અને સરળ છે?

જો આ પ્રશ્નોનો જવાબ હાંમાં હોય, તો તમારો બિઝનેસ ફ્રેન્ચાઈઝી માટે યોગ્ય છે!

2. ફ્રેન્ચાઈઝી બિઝનેસ પ્લાન તૈયાર કરો

એક મજબૂત Franchise  Business Plan તમારી સફળતાનું મજબૂત કારણ બની શકે.

✅ Franchise Fee અને Royalties – તમારે Franchisee પાસેથી કેટલી ફી લેશો?

✅ Location Requirements – ફ્રેન્ચાઈઝી માટે કઈ જગ્યાઓ શ્રેષ્ઠ રહેશે?

✅ Training & Support – તમારું Brand Name અને Service Quality જાળવી રાખવા માટે શું વ્યવસ્થા કરશો?

✅ Marketing & Promotion – ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સ માટે કેટલો અને કેમ સપોર્ટ આપશો?

3. કાનૂની સમજૂતી અને ફ્રેન્ચાઈઝી એગ્રીમેન્ટ તૈયાર કરો

Ÿ             Franchise Agreement ફ્રેન્ચાઈઝી માટે કાનૂની દસ્તાવેજ છે.

Ÿ             તેમાં ફી, બ્રાન્ડ ઉપયોગની શરતો, પ્રોફિટ શેરિંગ, અને માર્કેટિંગ સપોર્ટ જેવી શરતો નક્કી કરવી જોઈએ.

Ÿ             આ માટે ફ્રેન્ચાઈઝી લૉ એક્સપર્ટ અથવા લિગલ એડવાઈઝરની સલાહ લેવી જરૂરી છે.

4. યોગ્ય ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સ શોધો

ફ્રેન્ચાઈઝી બિઝનેસમાં સફળ થવા માટે શ્રેષ્ઠ ભાગીદારો (Franchisees) પસંદ કરવું જરૂરી છે.

યોગ્ય ફ્રેન્ચાઈઝી પાર્ટનર માટે:

✅ તેને બિઝનેસનો અનૂભવ હોવો જોઈએ

✅ મૂડી રોકાણ કરવાની ક્ષમતા હોવી જોઈએ

✅ બ્રાન્ડની મૂલ્યવૃદ્ધિ કરવામાં રસ હોવો જોઈએ

✅ ગ્રાહક સેવા અને ઓપરેશનમાં સક્ષમ હોવો જોઈએ

5. ફ્રેન્ચાઈઝી ઓપરેશન અને ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરો

Ÿ             Standard Operating Procedures (SOPs) બનાવો જેથી દરેક ફ્રેન્ચાઈઝી એકસરખા ધોરણો જાળવી શકે.

Ÿ             પ્રોડક્ટ અને સર્વિસ ટ્રેનિંગ દ્વારા નવી ફ્રેન્ચાઈઝીઓને બિઝનેસ પદ્ધતિઓ શીખવાડો.

Ÿ             એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવીને, ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સને સતત સહાય આપો.

ફ્રેન્ચાઈઝી મોડલથી બિઝનેસ કેવી રીતે વધારવું?

✅ 1. વિવિધ શહેરો અને રાજ્યોમાં ફેલાવો – લોકેશન-બેઝ્ડ એક્સપેન્શન

✅ 2. નવી બજારો માટે ફ્રેન્ચાઈઝી ઓપન કરો – ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રવેશ

✅ 3. મલ્ટી-યૂનિટ ફ્રેન્ચાઈઝી મોડલ લોન્ચ કરો – એક પાર્ટનર ઘણી બ્રાન્ચ ચલાવે

✅ 4. ફ્રેન્ચાઈઝી ફેસ્ટિવલ અને ઈવેન્ટ્સ દ્વારા માર્કેટિંગ કરો

✅ 5. ઓનલાઇન ફ્રેન્ચાઈઝી

એપ્લિકેશન અને ઇન્ક્વાયરી સિસ્ટમ બનાવો

ફ્રેન્ચાઈઝી મોડલના ફાયદા

✔ ઝડપી વૃદ્ધિ – ઓછી મૂડીમાં નવી શાખાઓ

✔ લોકલ બજારમાં હાજરી – લોકલ ફ્રેન્ચાઈઝી પાર્ટનર્સ મારફતે કસ્ટમર્સ સાથે જોડાણ

✔ બ્રાન્ડ મજબૂત બને – વધુ શાખાઓ દ્વારા બ્રાન્ડ અવેરનેસ વધે

✔ ઓપરેશનલ ખર્ચ ઓછો થાય – દરેક ફ્રેન્ચાઈઝી પોતાનું સંચાલન કરે

ફ્રેન્ચાઈઝી મોડલ એ તમારા બિઝનેસને ઝડપથી વિસ્તૃત કરવા અને મજબૂત બ્રાન્ડ બનાવવા માટે એક શ્રેષ્ઠ રીત છે. જો તમારો બિઝનેસ સફળ છે અને સ્ટાન્ડર્ડ ઓપરેશન મોટે ભાગે રિપ્લિકેટ(કોપી/નકલ) કરી શકાય તો ફ્રેન્ચાઈઝી દ્વારા તેનો વ્યાપ ચોક્કસ વધારી શકાય. જો તમે યોગ્ય ફ્રેન્ચાઈઝી સ્ટ્રેટેજી અપનાવીને આગળ વધશો તો તમારો બિઝનેસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ થઈ શકે!

(નોંધ-અહી લેખની સરળ ભાષા જાળવી રાખવા બિઝનેસની ભાષા મૂજબ ચલણમાં વપરાતા અંગ્રેજી શબ્દોનું ગુજરાતી કરેલું નથી!)