સત્ય નડેલા, (સી,ઈ,ઓ,, Microsoft) નો ઇન્ટરવ્યૂ!
તમારું ફોકસ માત્ર નફા પર નહીં, પણ તમારા ગ્રાહકો અને સમાજ પર હોવું જોઈએ!:સત્ય નડેલા
માઈક્રોસોફ્ટ ના સી,ઈ,ઓ,, સત્ય નડેલાએ આઈ,ટી. ઉદ્યોગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ માઈક્રોસોફ્ટ એ Cloud Computing, AI, અને Digital Transformationમાં અગ્રેસર ભુમિકા ભજવી છે. આ ઇન્ટરવ્યૂ માઈક્રોસોફ્ટના સી,ઈ,ઓ,નો વિદેશના એક પ્રખ્યાત બિઝનેસ મેગેઝિનને આધારે ઇન્ટરવ્યૂ આધારિત છે. આ ઇન્ટરવ્યૂમાં તેમની વ્યાવસાયિક સફર, નેતૃત્વ દર્શન અને ભવિષ્યની દ્રષ્ટિ વિષે જાણીશું.
પ્રશ્ન : તમારી વ્યવસાયિક સફર માઈક્રોસોફ્ટ સુધી કંઈ સુધી પહોચી?
સત્ય નડેલા: હું હંમેશા ટેકનોલોજી અને સંશોધનની દુનિયામાં મહત્ત્વાકાંક્ષા ધરાવતો હતો. ભારતના હૈદરાબાદથી શરૂ કરીને, મારા અભ્યાસ માટે યુ,એસ, ગયો. માઈક્રોસોફ્ટ સાથે 1992માં જોડાયો અને ત્યારબાદ Cloud અને AI ક્ષેત્રે કંપનીને આગળ વધારવામાં મદદ કરી. સી,ઈ,ઓ, બન્યા બાદ, મારા મિશન હતું કે માઈક્રોસોફ્ટ ને એક Customer-Centric, Innovation-Driven ઓર્ગેનાઈઝેશન બનાવવી.
પ્રશ્ન : તમારા નેતૃત્વના મુખ્ય સિદ્ધાંતો શું છે?
સત્ય નડેલા: હું માનું છું કે સહકાર અને નવીનતા (Collaboration and Innovation) સૌથી અગત્યના છે. ટીમ સભ્યોને વધુ સ્વતંત્રતા આપવી અને ઉદ્યોગમાં Ethical AI અને Inclusive Growth લાવવી માઈક્રોસોફ્ટ માટે અનિવાર્ય છે.
પ્રશ્ન : માઈક્રોસોફ્ટના Cloud Computing અને AI ભવિષ્ય વિશે શું વિચારો છો?
સત્ય નડેલા: Cloud Computing એ નવા ઉદ્યોગો માટે એક ક્રાંતિ છે. AI અને Quantum Computingના માધ્યમથી અમે Industries ને Digital Transformation માટે તૈયાર કરી રહ્યા છીએ. OpenAI અને GitHub Copilot જેવા પ્રોજેક્ટ્સ અમારું ભવિષ્ય છે.
પ્રશ્ન : નવા ઉદ્યોગસાહસિકો માટે તમારી સલાહ શું હોય શકે?
સત્ય નડેલા: હંમેશા શીખતા રહો અને દ્રઢ નિશ્ચય રાખો. તમારું ફોકસ માત્ર નફા પર નહીં, પણ તમારા ગ્રાહકો અને સમાજ પર હોવું જોઈએ. ટૂંક સમયમાં,શોધ( Innovation) અને (સ્થિરતા) Sustainability મહત્વપૂર્ણ બનશે.
પ્રશ્ન : માઈક્રોસોફ્ટ માટે તમારી ભવિષ્યની દ્રષ્ટિ શું છે?
સત્ય નડેલા: AI, Cloud, Quantum Computing અને Inclusive Growth માઈક્રોસોફ્ટના ભવિષ્યના સ્તંભો છે. અમે AI ના મદદથી Sustainability અને Healthcare ક્ષેત્રે વધુ પ્રભાવશાળી ઉકેલો લાવવા માંગીએ છીએ.
પ્રશ્ન : Microsoftમાં વર્ક કલ્ચર અને કામ કરવાની રીત કેવી છે?
સત્ય નડેલા: અમે માઈક્રોસોફ્ટ માં એક સમાવેશકારી (Inclusive) અને વિકસિત માનસિકતા (Growth Mindset) આધારિત વર્ક કલ્ચર વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારી ટીમમાં દરેકને નવીન વિચારો લાવવા અને મોટી સંભાવનાઓ શોધવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવે છે.
પ્રશ્ન : માઈક્રોસોફ્ટ કેવી રીતે સ્ટાર્ટઅપ્સ અને નાનાં ઉદ્યોગોને મદદ કરે છે?
સત્ય નડેલા: અમે માઈક્રોસોફ્ટ for Startups અને Azure for Startups પ્રોગ્રામ દ્વારા નાનાં ઉદ્યોગોને ટેકનિકલ અને આર્થિક સહાય આપી રહ્યા છીએ. નાની કંપનીઓને AI અને Cloud ની મદદથી ઉદ્યોગના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવી રહ્યા છીએ.
પ્રશ્ન : વર્ક લાઈફમાં બેલેન્સ જાળવવા માટે તમે શું સલાહ આપશો?
સત્ય નડેલા: જીવનમાં સંતુલન બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ સાથે વ્યક્તિગત જીવન જીવવા માટે પણ સમય કાઢવો જોઈએ. હું નિયમિત રીતે પુસ્તક વાંચું, પરિવાર સાથે સમય વિતાવું અને ધ્યાન અને આરોગ્ય પર ધ્યાન આપું છું.