જામનગર ઈન્સ્ટ્રીયલ ઈન્ટરનેશલ એકસ્પો-2025
તા.:-13 થી 16 ફેબ્રુઆરી 2025
જામનગરના આંગણે ઉદ્યોગપતિ અને વેપારીમિત્રો માટે સૂવર્ણ તક………….
(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ દ્વારા)
જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન જયારે તેની સ્થાપનાના 75 વર્ષ પુર્ણ કરી રહયું છે ત્યારે આજના સ્પર્ધાત્મક તથા હરિફાઈયુકત ઔધૌગિક વાતાવરણમાં જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને વૈશ્વિક વેપાર કરવાની તક ઘર આંગણે જ મળી રહે એ આશયથી પહેલી જ વાર જામનગરના જ આંગણે આગામી તા. 13 થી 16 ફેબ્રુઆરી 2025 દરમ્યાન, ન્યુ જામનગર સામે, જામનગર – દ્વારકા હાઈવે એરપોર્ટ રોડ, ખાતે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એકસ્પો-ર0રપ નું આયોજન કરવામાં આવનાર છે.
આ એકસ્પોના આયોજન માટે આ સંસ્થાએ કે એન્ડ ડી. કોમ્યુનિકેશન લીમીટેડ(અમદાવાદ) કે જેઓએ વાઈબ્રન્ટ ગુજરાત, એન્જીમેક, પ્લાસ્ટ ઈન્ડીયા, સ્વિચ,વાઈબ્રન્ટ વડોદરા, ઈન્ડીયા વિઝન ર0ર0 વિગેરે જેવા રાષ્ટ્રીય તથા કેન્યા પ્લાસ્ટ,શ્રીલંકા પ્લાસ્ટ, પ્લાસ્ટીક મ્યાનમાર, સોર્સ ઈન્ડીયા, સોર્સ આર્જેન્ટીના, સોર્સ નાઈઝીરીયા, સોર્સ ઈરાન જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એકઝીબીશનના આયોજનનો 30 વર્ષનો અનુભવ છે તેની સાથે ટાઈઅપ કરેલ છે.
આ એકઝીબીશન માટે આ સંસ્થાને ભારત સરકારશ્રીના MSME,NSIC,EEPC,GIDC જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન,ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, મેટલ રિસાઈકલીંગ એસોસીએશન ઓફ ઈન્ડીયા, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, વિઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, આજી જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, લોધીકા જીઆઈડીસી એસોસીએશન,જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસોસીએશન, એકઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન જામનગર, જામનગર ઈલકેટ્રોપ્લેટર્સ એસોસીએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસીએશન,નાના ઉદ્યોગ સહકારી વસાહત લીમીટેડ, એમ.પી.શાહ મ્યુનિ. ઉદ્યોગનગર એસોસીએશન, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, હાપા ઉધૌગનગર સંઘ લીમીટેડ, શ્રી નાના ઉધૌગ સહકારી વસાહત લીમીટેડ વિગેરે સંસ્થાઓનો સહયોગ મળેલ છે.
આ સંસ્થા દ્વારા MSME અમદાવાદ તથા ફેડરેશન ઓફ ઈમ્પોર્ટ એકસ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરી વિદેશમાં જયા બ્રાસપાર્ટ્સની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે ત્યાંથી ખરીદારો આ એકઝીબીશન દરમ્યાનઉપસ્થિત રહે અને ઈન્ટરનેશનલ બાયર-સેલર મીટ ગોઠવવામાં આવે તે માટે તથા ખાસ કરીને ભારત સરકારના સંરક્ષણ, રેલ્વે, શીપીંગ, મરીન, ટ્રાન્સપોર્ટ, ઉર્જા, ભારે ઉદ્યોગો, રાજય પરિવહન વિગેરે સાહસો આ એકઝીબીશનમાં ભાગ લે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.
આ એકઝીબીશન દરમ્યાન MSME માટે અલગ પેવેલીયન રાખવાનું, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, B2B મીટીંગ યોજવાનું તથા ઔધૌગિક એકમો માટે લાભદાયી યોજનાઓ માટે વિવિધ વિષયો પર સેમીનારો યોજવાનું પણ આયોજન છે. આશરે 10,000 થી 12,000 ચો. મીટરમાં, સંપુર્ણ વાતાનુકુલીત જર્મન મેઈડ ડોમમાં યોજાનાર આ એકઝીબીશનમાં રપ0 કરતાં પણ વધું સ્ટોલ રાખવામાં આવનાર છે, આશરે 50 હજાર કરતાં પણ વધું લોકો તેની મુલાકાત લેશે અને આશરે રૂ 1000 કરોડથી વધુ બિઝનેસ ઇન્ક્વાયરી જનરેટ થશે એવી આશા રાખવામાં આવી રહી છે.
Above News In English For Our Especially Honorable Foreign Industrialist/Businessman & Guest!
—————————————————————————
About Jamnagar Industrial International Expo 2025
On the verge of completion of 75 establishment of this association, the inaugural edition of JAMNAGAR INDUSTRIAL INTERNATIONAL EXPO 2025 jointly organized by the Jamnagar Factory Owners Association and K and D Communication Limited will going to be held from 13th to 16th February 2025 at Opp. New Jamnagar, Jamnagar Dwarka Highway, Jamnagar, Gujarat, India. While the Jamnagar Factory Owner’s Association is the apex body of the regional brass industry, K and D Communication Limited is having vast experience of arranging India’s largest trade show, investment summit and exhibition organizer. It is well known that Jamnagar famously known as the Brass City is a major driver of the economic growth of Gujarat. Today, it is a global brass hub with the world’s largest cluster of brass industries in the world. A modern, environmentally sound brass recycling and manufacturing powerhouse, the Brass City is integral to the supply chain of many industries in India and over 100 other countries. and in fact, challenging China. This international expo with participation from diverse industries from India and abroad will not only open new markets across diverse industrial sectors and geographies for the 5000+ brass industries here but also bring to the region, world-class manufacturing technologies. The twin purpose of this international expo is to open new markets across diverse industrial sectors and geographies for the 5000+ brass industries here as well as to introduce the most modern tools and technologies of production to the City.
Innovation & Excellence will be on display all around! Cutting edge machine tools, automation and manufacturing technology from around the world will vie for attention alongside the world class brass products of the Brass City. A separate MSME Pavilion, an International Buyer-Seller Meet and a Vendor Development Program are planned for local entrepreneurs. Other supporting programs include B2B & B2G Meets and industry-specific Seminars. The event is well supported by many government departments like GIDC, MSME, NSIC, DIC as well as many regional trade chambers & associations like GCCI, MRAI, JCCI, FIA, VCCI, RCCI, Vitthal Udyognagar Industries Association, Rajkot Engineering Association, Aji GIDC Industries Association, GIDC Lodhika Industries Association, GIDC Plot & Shed Holders Association, Jamnagar Hardware Mfrs. Association, Jamnagar Brass Foundry Association, Jamnagar Exim Metal Merchant Association, Jamnagar Electroplaters Association etc. The office bearers of this Association had met the Official of FIEO for getting assistance in mobilizing foreign buyers participation in exhibition & buyer seller meet program which will be instrumental in ensuring the events. The active participation of international buyer will not only enhance the global reach of the MSME brass industries in Brass City Jamnagar but also foster significant business collaboration and opportunities that will contribute to the region’s overall economic growth. The Association had also met the MSME Official for enabling the participation of the various PSU’s i.e. Defense, Railway, Power, Aerospace, Shipping And Marine, Heavy Industries, State Transport Etc in the vendor development program. The conservative projections for this inaugural edition of the trade fair are: 250+ Exhibitors, 30000+ Visitors and Business inquiries of about INR 1000+ Cr.
For More Details Please Visit www.jamnagariie.com
નોંધ: દરેક ઔદ્યોગિક-વ્યાપારી એસોસિએશનો,મંડળો,કંપનીઓ, વિદ્યાર્થીઓ અમને તેમના પ્રશ્નો કે બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો.એડવર્ટાઈઝમેન્ટ માટે સંપર્ક: +91 99242 40334 અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.
Free register your company in GUJARAT BUSINESS DIRECTORY