કિચનવેર અને પ્લાસ્ટિકની આઇટમોની જકાતમાં 5 %નો વધારો, ઉત્પાદકોને ફાયદો
રાજકોટ : આયાત થતા ટેબલવેર, કિચનવેર અને પ્લાસ્ટિકની આઇટમોની આયાત જકાતમાં 5 ટકાનો વધારો થવાથી સૌરાષ્ટ્રના કિચનવેર ઉદ્યોગને ફાયદો મળવાનો છે. સસ્તી આયાતોને લીધે સ્થાનિક ઉત્પાદકોની મુશ્કેલીમાં વધારો થયો હતો પણ હવે રાહત થશે.
ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે સરકારે ટેલરવેર, કિચનવેર, ઘરવખરીની પ્લાસ્ટિકની ચીજો, પ્લાસ્ટિક બોક્સ, કેસ, કન્ટેઇનર અને બોટલની જકાતમાં 10 ટકા હતી તે જકાત 15 ટકા કરવામાં આવી છે. ભારત સરકારે મોટેભાગે ચીનના ઉત્પાદકોને ધક્કો માર્યો છે. કારણકે આ તમામ ચીજો મોટેભાગે ચીનથી આયાત કરવામાં આવે છે. જે મોંઘી પડતા આયાત ઘટશે.
રાજકોટ કિચનવેર મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઉપપ્રમુખ કરસનભાઇ લીંબાસીયા કહે છે, ચીનથી વિવિધ પ્રકારના છરી-ચાકા, પીલર, જ્યુસર, ડસ્ટબિન, મોપ તથા પ્લાસ્ટિકની નાની મોટી ઘણી આયાત થતી હતી. સસ્તી આયાતને લીધે અકારણ હરિફાઇ સર્જાતી હતી. જોકે હવે મોંઘી આયાતને લીધે ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે.
પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લાસ્ટિક ઉપરાંત કિચનવેર આઇટમોમાં પણ કરવામાં આવે છે. ડોલરની કિંમતમાં તેજીને લીધે રૂપિયાના મૂલ્યનું ધોવાણ થવાથી પોલિમરની આયાત મોંઘી બની ગઇ છે.તેના કારણે ઉત્પાદકોને મુશ્કેલી પડી રહી છે. થોડાં મહિનાઓમાં કિલોએ રૂ. 6-7નો ભાવવધારો થતા પોલિમર એક કિલોએ રૂ. 115-160 સુધી વિવિધ ગ્રેડમાં મળવા લાગ્યું છે,
કિચનવેર અને પ્લાસ્ટિક ઉદ્યોગ સૌરાષ્ટ્રમાં બહોળા પ્રમાણમાં વિકસેલા ઉદ્યોગો છે. પરંતુ તેનું કદ મોટું નથી. સૂક્ષ્મ અને નાના એકમો તરીકે બેથી ત્રણ હજાર જેટલા યુનિટો સૌરાષ્ટ્રભરમાં કામકાજ કરી રહ્યા છે. પ્લાસ્ટિકના તો રિસાયક્લીંગ એકમો પણ મોટી સંખ્યામાં છે.