નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (NIA) – ઉદ્યોગોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…………

નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (NIA) ની સ્થાપના 1967માં થઈ, ત્યારે કદાચ કોઈએ કલ્પના પણ કરી નહિ હોય કે આ એસોસિએશન નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ઉદ્યોગોનો મહત્વનો આધારસ્તંભ બની જશે. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરંતુ NIAનો હેતુ આજે પણ એટલો જ મજબૂત છે. ઉદ્યોગોને સહકાર અને સમર્થન આપવા વર્ષો પહેલાં શરૂ થયેલી આ સફર આજે કેટલાય સપનાઓને સાકાર કરી રહી છે.
મુખ્ય ભૂમિકા અને યોગદાન
NIAના તેમના રોજબરોજના કાર્યો ઉપરાંત એસ્ટેટના તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ અને જાળવણીમાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. સરકારી નીતિઓમાં કેટલીક એવી ઠરાવો રહ્યા હતા જે નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ પર નકારાત્મક અસર ઉભી કરે એવા હતા જે સફળતાપૂર્વક નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનએ હલ કર્યા છે જે પ્રસંશાપાત્ર ગણી શકીએ!
નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ – વિસ્તાર અને સુવિધાઓ
નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કુલ 337 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં 689 પ્લોટ્સ અને 426 શેડ્સ સામેલ છે. અહીં શ્રમિકો અને માલિકોને રહેવા માટે રહેણાંક વસાહતો પણ ઉપલબ્ધ છે. એસ્ટેટ સંપૂર્ણપણે સ્વાવલંબન ધરાવે છે અને અહી નીચે મુજબની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે:
• પાણી પુરવઠો
• રોડ અને સ્ટ્રીટ લાઈટ્સ
• ટેલિફોન એક્સચેન્જ અને પોસ્ટ ઓફિસ
• હૉસ્પિટલ્સ અને કેન્ટિન્સ
• સ્કીલ ડેવલોપ સેન્ટર અને ઉદ્યોગસાહસ વિકાસ કેન્દ્ર
• પોલીસ સ્ટેશન
ઉદ્યોગોના પ્રકાર અને વર્ગીકરણ
નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લગભગ એકત્રીસ પ્રકારના વર્ગીકૃત ઉદ્યોગો સ્થપાયેલા છે, જેમાં મુખ્યત્વે નીચેના ઉદ્યોગોનો સમાવેશ થાય છે:
• ડાઈ અને ડાઈ-ઇન્ટરમીડિયેટ્સ
• કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ
• એન્જિનિયરિંગ અને ફાઉન્ડ્રી
• એગ્રોકેમિકલ્સ અને ટેક્સટાઈલ્સ
• ઇલેક્ટ્રોનિક્સ
વ્યવસ્થાપન અને મેનેજમેન્ટ કમિટી
NIAનું સંચાલન સભ્યો દ્વારા દર બે વર્ષમાં એકવાર ચૂંટાયેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. મેનેજિંગ કમિટી ની રચના નીચે મુજબ છે:
• પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ
• સેક્રેટરી અને સંયુક્ત સેક્રેટરી
• ખજાનચી અને સંયુક્ત ખજાનચી
• ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને કમિટી મેમ્બર્સ
કમિટીમાં ઉદ્યોગોના વિશાળ પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી નિર્ણય લેવાની પ્રક્રિયામાં દરેક ઉદ્યોગના પ્રતિનિધિઓને પોતાના પ્રશ્નો ઉઠાવી શકે છે
વિવિધ કાર્યો માટે સબ-કમિટીઓ
મેનેજિંગ કમિટીને નીચેનાં વિસ્તારોમાં દૈનિક કામગીરી સંભાળવા માટે સબ-કમિટીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે:
• વિદ્યુત અને પાણી પુરવઠો
• ડ્રેનેજ સુવિધાઓ
• સફાઈ અને હરીયાળી સુધારણા
• ક્લીનર પ્રોડક્શન
અત્યાર સુધીની ટૂંકકાળની કામગીરી ઉપરાંત GIDC વિષયક મુદ્દાઓ અને સરકારી નીતિઓ જેવા લાંબા ગાળાના હેતુઓને પહોંચી વળવા માટે પણ સબ-કમિટીઓ રચવામાં આવી છે.
પુરસ્કારો અને સિદ્ધિઓ
NIAએ વિવિધ ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપીને ગૌરવપૂર્ણ પુરસ્કારો જીત્યા છે:
• “સ્વચ્છતા અભિયાન 2016” અંતર્ગત GIDC દ્વારા તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બીજું સ્થાન મેળવી 15 લાખ રૂપિયાનો રોકડ ઇનામ મેળવી વિજેતા બન્યા છે.
• 2017માં MSME મંત્રાલય, નવી દિલ્હી દ્વારા સમગ્ર ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર્સ વચ્ચે સ્વચ્છતા માટે રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
• 2017માં નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ને જિલ્લાવાર “વન મહોત્સવ” માટે પસંદ કરવામાં આવ્યું જે NIA માટે ગૌરવની વાત છે.
નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (NIA) ઉદ્યોગોને પ્રોત્સાહન અને સહયોગ આપવા માટે સતત કાર્યરત છે. તેની સફળતા માત્ર એસ્ટેટના વિકાસ અને સંચાલનમાં જ નહીં, પરંતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને સરકાર સાથે નીતિગત સ્તરે પણ મદદરૂપ થવામાં વિશેષ છે. NIAના પ્રયાસોથી નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં ઉદ્યોગ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે એમ ચોક્કસ કહી શકીએ! નરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ભવિષ્યમાં આવી જ સુંદર સેવાઓ દ્વારા ઉદ્યોગ જગતના સાહસિકોને સહયોગ આપતું રહેશે અને વધુ સફળતાઓ મેળવે એવી શુભકામનાઓ!
નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (NIA) સંપર્ક માહિતી
Plot No. 184/A-1, Phase I GIDC Naroda, Ahmedabad – 382330.
Phone:
079 22822361
079 22810136
website
https://www.nianarodagidc.org/