‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

0
159
nokia powerfull comeback
nokia powerfull comeback

  ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી બેઠું થયું છે!

                            

Nokia 3310  યાદ છે? જેની બેટરી ક્યારેય ખતમ થતી ન હતી અને ગમે એટલી વાર હાથમાંથી પડી ગયા પછી પણ કોઈ સમસ્યા ઉભી થતી નહોતી. પરંતુ એ નોકિયા કંપનીનું શું થયું?  જે નોકિયા એક સમયે ફોનની દુનિયા પર રાજ કરતી હતી! મોટાભાગના લોકો એવું માને છે કે નોકિયાનો જમાનો ખતમ થઇ ગયો છે. ખાસ કરીને 2008 પછી આઈ ફોન અને એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ આધારિત મોબાઈલ કંપનીઓ ધૂમ મચાવવા લાગી હતી. શું નોકિયા ખતમ થઈને બેસી ગયેલી? તો જવાબ છે, ના!!!  નોકિયાએ ચૂપચાપ એક એવું પગલું ભર્યું કે જે લોકો નોકિયા ને ભૂલી ગયેલા એ ટેલી કોમ્યુનિકેશન ક્ષેત્રમાં 5g ટેક્નોલોજી દ્વારા શાનદાર કમબેક કર્યું છે!.

                   નોકિયા એક સમયે કાગળ અને રબરના બુટ બનાવતી હતી,1990 ના દાયકામાં નોકિયા એક નવા સાહસ સાથે ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં તેની નવી સફર શરૂ થઈ! નોકિયાની 1996 માં માર્કેટ કિંમત 1.7 બિલિયન ડોલર હતી અને પછી તેણે મોબાઈલની દુનિયામાં એવો દબદબો બનાવ્યો કે 2008 સુધીમાં આ આંકડો 74 બિલિયન ડોલરને વટાવી ગયો, નોકિયાએ વિશ્વને તેમની પ્રોડક્ટમાં ટકાઉપણું અને વિશ્વાસ એવો અપાવ્યો કે ભાગ્યે જ કોઈ અન્ય કંપની આવો વિશ્વાસ પેદા કરી શકી હોય! લોકો તેની મજબૂત ડિઝાઇન અને લાંબો સમય ચાલતી બેટરી બેકઅપ પાછળ આકર્ષિત થઇ ગયેલા! નોકિયા બ્રાંડ એટલે લોકોનો આંધળો ભરોસો એમ કહો તો પણ અતિશયોક્તિ નથી!

                                   

 ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

જેમ જેમ સમય આગળ વધ્યો અને ટેક્નોલૉજીમાં પરિવર્તન થતું ગયું એ મૂજબ લોકોની પસંદગી પણ બદલાવા લાગી હવે લોકો સ્ટાઇલિશ સ્લીમ ડિઝાઇન તરફ અને એડવાન્સ ફીચર્સ તરફ આકર્ષિત થવા લાગ્યા! જે મજબૂત ડિઝાઈન લોકોના આકર્ષણનું કેન્દ્ર હતી એ જ ખૂબી હવે નોકિયા કંપની માટે બોજ બની ગઈ! નોકિયાનો એ સમય જે એક મોબાઈલ કંપની સેક્ટરમાં એક રાજાનો હતો એ કંપની ધીમે ધીમે ખતમ થવા લાગી! ખાસ કરીને 9 જાન્યુઆરી 2007નો તે દિવસ મોબાઇલ ઉદ્યોગ માટે ખૂબ જ મોટો ટર્નીંગ પોઈન્ટ  સાબિત થયો કારણ કે આ દિવસે સ્ટીવ જોબ્સે વિશ્વની સામે તેનો પ્રથમ આઈફોન લોન્ચ કર્યો હતો. તે માત્ર નવો ફોન જ નહોતો પણ મોબાઈલ ટેક્નોલોજીમાં એક નવી ક્રાંતિ હતી કારણ કે તેણે ફોનની વ્યાખ્યા બદલી નાખી હતી.આઈફોન સ્લિમ ડિઝાઈન ટચ,ઓપરેટીંગ સિસ્ટમ અને સીમલેસ વિશેષતાઓ સાથે હતો! બીજી તરફ નોકિયા મોબાઈલ ઈન્ડસ્ટ્રીના લીડર તરીકે તેણે આ નવા પ્લેયરને ગંભીરતાથી લીધો ન હતો, તેને લાગ્યું કે મોબાઈલ ટચસ્ક્રીન એ પ્રેક્ટીકલ છે જ નહિ અને તેની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પણ મોંઘી રહેશે! નોકિયાના એન્જીનિયર્સ એવું કહેતા રહ્યા કે અમારા ડ્રોપ ટેસ્ટ સુધી પહોચી જ નહિ શકે જે તેના ફોનનું મુખ્ય વેચાણ બિંદુ હતું.

                    નોકિયાએ વિચાર્યું કે આઈફોનની સ્લિમ અને સ્ટાઇલિશ ફોન સામાન્ય માણસોને વપરાશ માટે અનૂકૂળ નહિ આવે! નોકિયા એ બાબત સમજવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયું કે લોકોની પસંદગી મજબૂત ડિઝાઈનને સ્લિમ અને સ્ટાઈલીસ ફોન તરફ વધુ આકર્ષિત થવા લાગેલા! નોકિયા હજી તેના જૂના વહેમમાં જ હતું ત્યાં આઈફોને માર્કેટમાં પોતાની જગ્યા બનાવવાનું શરૂ કર્યું. વપરાશકર્તાઓને ટચ સ્ક્રીનનો નવો અનુભવ ખૂબ જ પસંદ આવ્યો અને આવા સ્માર્ટફોનની માંગ વધવા લાગી. આટલું થયા પછી પણ નોકિયાએ સમગ્ર સ્થિતી એક કામચલાઉ ટ્રેન્ડ ગણી સાઈનલાઈન કરી નાખી! હકીકતમાં આ કોઈ સામાન્ય ટ્રેન્ડ નહોતો પણ ટેકનોલોજીની એક અલગ ક્રાંતિ હતી જેને સમજવામાં નોકિયા થાપ ખાઈ ગયું!

                  

 ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

લગભગ એક વર્ષ પછી નોકિયાને ભૂલ સમજાઈ  કે આ જ મોબાઈલનું નવું ભવિષ્ય છે પણ ત્યારે બહુ મોડું થઇ ગયેલું! આઈફોને માર્કેટ પર કબજો જમાવી લીધેલો અને બીજી કંપનીઓ પણ સ્માર્ટફોન બનાવવાની સ્પર્ધામાં સામેલ થઇ ચૂકી હતી! ઉદાહરણ તરીકે, 2008 માં, HTC અને GOOGLEએ સાથે મળીએ એન્ડ્રોઈડ બેઇઝ T-MOBILE G-1 નામનો નવો સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો જે સીધો આઈફોન સાથે સ્પર્ધા કરતો હતો! હવે નોકિયા માટે સવાલ એ હતો કે નોકિયા આ પરિસ્થિતિમાં શું પગલા લેશે? તેની સામે માત્ર આઈફોન જ નહિ પણ ગૂગલની એન્ડ્રોઈડ સિસ્ટમના અન્ય કંપનીઓના ફોન પણ હતા! ટચસ્ક્રીન સ્માર્ટફોને આખી મોબાઈલ માર્કેટને ધડમૂળથી બદલી નાખી હતી!

 ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

અંતે નોકિયાએ સંપૂર્ણ સ્થિતિને કબૂલ કરી પોતાને ફરીથી સ્પર્ધામાં આગળ થવા 2009 માં N-97 નામનો સ્માર્ટફોન લોન્ચ કર્યો આ ફોનને નોકિયાને આઈફોન કીલર તરીકે માર્કેટમાં પ્રમોટ કરેલો. N-97 માં ટચ સ્ક્રીન સાથે એક સ્લાઇડર આઉટ કીબોર્ડ પણ હતું જે તે સમયે એક અનોખું ‘ફીચર’ માનવામાં આવતું હતું. તેમાં 5 મેગાપિક્સલનો કેમેરા, જીપીએસ અને આઈફોન કરતા ડબલ સ્ટોરેજ કેપેસીટી અને સરળ ‘યુઝર-એક્સપીરીયન્સ’ આપવા પર ‘ફોકસ’ હતું. નોકિયા ને આ ફોનથી બહુ આશા હતી પરંતુ માર્કેટમાં ‘ફિડબેક’ ખુબ ખરાબ આવ્યો. જયારે આઈફોન યુઝર્સને સ્મુધ ટચ સ્ક્રીન અનુભવ આપવા તરફ ‘ફોકસ’ કરેલું એ જ સમયમાં  N 97 ની ટચસ્ક્રીન ‘રિસ્પોન્સ’ મામલે કંગાળ હતી. આ સિવાય સ્લાઈડ આઉટ કીબોર્ડ જે આ ફોનનું મુખ્ય ‘ફીચર’ હતું તે પણ સંપૂર્ણપણે ફેલ થઈ ગયું. જોકે N 97માં ઘણી ખામીઓ હતી, પરંતુ તેની નિષ્ફળતાનું મુખ્ય કારણ એ હતું કે તેની ઓપરેટિંગ સિસ્ટમ સીમ્બિયન જે નોકિયામાં વપરાતી હતી, સીમ્બિયન ઓપરેટીંગ સિસ્ટમ 2009ના એન્ડ્રોઇડ સ્માર્ટફોનની સામે સંપૂર્ણપણે જૂની થઈ ગઈ હતી. સીમ્બિયન ઓપરેટીંગ સિસ્ટમ ડેવલોપીંગ માટે એકદમ અટપટી હતી જે થર્ડ પાર્ટી એપ ડેવલપર્સ માટે પણ એક જટિલ બાબત હતી! જયારે N97 લોંચ સમયે એના એપસ્ટોરમાં માત્ર ૫૦૦ એપ્લીકેશન ઉપલબ્ધ હતી પણ એપલ ના એપસ્ટોરમાં એકલાખ કરતા વધુ એપ ઉપલબ્ધ હતી! લોકોને આ કારણે બેસ્ટ હાર્ડવેર અને બ્રાન્ડ હોવા છતાં પણ  n97 સંપૂર્ણ નિષ્ફળ મોડલ સાબિત થયુ! !           

                            નોકિયા કંપનીની આવક 23% થી ઘટીને 57 બિલિયન ડોલર થઈ ગઈ, જે એક વર્ષ પહેલા 74 બિલિયન ડોલરથી વધુ હતી. નોકિયા માટે આ સૌથી મોટો ઝટકો હતો! હવે નોકિયાને ભાન થયું કે મોબાઈલ ટેકનોલોજીની દોડમાં એ પાછળ રહી ગઈ છે! એક સમયે Cymbian OS જે એક સમયે તેમની સૌથી મોટી તાકાત હતી તએ જ  હવે તેમની સૌથી મોટી નબળાઈ બની ગઈ હતી., કંપનીની અંદર બધું નવેસરથી શરૂ કરવાની જરૂર હતી અને આ સમય દરમિયાન નોકિયાએ સ્ટિફન ઈલોપને નવા સીઈઓ બનાવ્યા. સ્ટિફન ઈલોપ પહેલા માઈક્રોસોફ્ટ બિઝનેસ ડિવીઝનના હેડ હતા જેઓ એક ચેન્જ એજન્ટ તરીકે લાવવામાં આવ્યા હતા. કંપની મેનેજમેન્ટને આશા હતી કે તેઓ નોકિયાને નવું જીવન આપશે!.

         સ્ટિફન ઈલોપે કહ્યું કે ‘’આપણે સળગતા પ્લેટફોર્મ પર ઉભા છીએ. હરિફોએ માર્કેટને એટલુ  ઝડપથી બદલ્યું છે કે જેની આપણે ક્યારેય કલ્પના કરી ન હતી અને ડેવલોપર્સને પોતાની શક્તિશાળી ઇકો-સિસ્ટમમાં ખેંચી લીધા છે. આ ભાષણમાં, સ્ટિફન ઈલોપે Cymbian OS ની ખામીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો, અને કહ્યું કે આ ઓપરેટિંગ સિસ્ટમ હવે આધુનિક સ્માર્ટફોન માટે યોગ્ય નથી, તેમણે કહ્યું કે સ્પર્ધા માત્ર ઉપકરણો સુધી મર્યાદિત નથી પરંતુ ઇકોસિસ્ટમનું સંપૂર્ણ યુદ્ધ શરૂ થયું છે જેમાં હાર્ડવેર, સોફ્ટવેર ડેવલપર્સ અને એપ્લિકેશનનો સમાવેશ થાય છે. આ ભાષણે નોકિયાના કર્મચારીઓ અને શેર ઇન્વેસ્ટર્સમાં સનસનાટી ફેલાવી દીધી કેમ કે આ ભાષણ નોકિયાની પ્રોડક્ટ્સને નબળી સાબિત કરી રહ્યું હતું પણ સાથે નોકિયાની માર્કેટ બ્રાન્ડને પણ નબળી પાડી રહ્યું હતું! આ સ્પીચ પબ્લિકમાં ‘લીક’ થઇ ગઈ! આ પછી નોકિયાના શેરના ભાવ ડાઉન થવા લાગ્યા ત્યારબાદ એક મોટો અને જોખમી નિર્ણય લેવામાં આવ્યો કે Cymbian OS ને છોડીને નવી ઓપરેટિંગ સિસ્ટમ પર શિફ્ટ કરવાનો હતો હવે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કંઈ ઓપરેટીંગ સિસ્ટમ Cymbian OS ને રિપ્લેસ કરશે? એ સમયે આઈફોનનું સૌથી મોટો હરિફ એન્ડ્રોઇડ સિસ્ટમ હતી પરંતુ  તેમણે એક બીજો ખરાબ નિર્ણય લીધો કે સ્ટિફન ઈલોપ નોકિયામાં એન્ડ્રોઇડ સિસ્ટમની પસંદગી કરવાના બદલે તેમના જૂના જાણીતા એવા માઈક્રોસોફ્ટના ફ્લિપ ઓએસને પસંદ કર્યું તે નોકિયાનો સૌથી ખોટો નિર્ણય હતો!   સ્ટિફન ઈલોપ નોકિયા માટે એવી ઓપરેટીંગ સિસ્ટમ પસંદ કરવા માંગતા હતા જેમ આઈફોનને પોતાની જ મોનોપોલી ધરાવતી હતી જયારે એન્ડ્રોઇડ ઓપન સોર્સ સોફ્ટવેર હતો જે કોઈ પણ યુઝ કરી શકે! પરંતુ સ્ટિફન ઈલોપનું માનવું હતું કે આ જ ઈકોસિસ્ટમ છે જે નોકિયાને ફરી બેઠું કરી શકે. જાન્યુઆરી 2011માં તેમને જાહેરાત કરી કે નોકિયાના ફોન માંથી  Cymbian OS ધીમે ધીમે દૂર કરી નવા તમામ ફોન પર હવે  વિન્ડોઝ ઓએસ જ કામ કરશે! આ પગલાથી સ્ટિફન ઈલોપે નોકિયાને નવા રસ્તા પર લઇ આવ્યા પણ આ રસ્તો આશાઓ કરતા વિપરીત સ્થિતિ લઈને આવ્યો!

 ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

નોકિયા એ 2011 માં lumia 800 અને lumia 710 લોન્ચ કર્યા જે વિન્ડોઝ મેંગો ઓ.એસ. 7,5 પર ચાલતા હતા! નોકિયાને આશા હતી કે તેઓ માર્કેટમાં પોતાનું સ્થાન પાછું મેળવી લેશે પણ વિન્ડોઝ ઓ.એસ. નું ઇન્ટરફેસ લોકોને જરાય પંસદ ન આવ્યું! જયારે એન્ડ્રોઇડ અને આઈ.ઓ.એસ. યુઝર્સને સરળ અને ‘ઇઝી ટૂ યુઝ’ અનુભવ આપતા હતા ત્યારે વિન્ડોઝ ફોન યુઝર્સને નવી સિસ્ટમ શીખવા મજબૂર કરતું હતું! વિન્ડોઝ ઓ.એસ.ની અન્ય સમસ્યા પણ હતી જેમ કે તે ફક્ત સિંગલ કોર પ્રોસેસરનો ઉપયોગ કરતી હતી જ્યારે એન્ડ્રોઇડ અને એપલ-સિસ્ટમ dual core quad core પ્રોસેસર પર કામ કરતા હતા જેથી નોકિયા કરતા તેમની સ્પિડ અને પર્ફોમન્સ સારા હતા. સૌથી મોટી ખામી એ હતી કે વિન્ડોઝ ફોન પાસે એપની કોઈ ખાસ સંખ્યા નહોતી, એપ ડેવલોપરને આ નવા વિન્ડોઝ ઓ.એસ.માં કોઈ રસ પડ્યો નહિ! સરવાળો એ આવ્યો કે ગ્રાહક કે ડેવલોપર બંનેએ વિન્ડો ફોનને નકાર્યા! હવે નોકિયાની હાલત વધુ લથડી ગઈ! lumia 800 અને lumia 710  પછી ઘણા મોડેલ નોકિયાએ માર્કેટમાં લાવ્યા પણ કોઈ ફોન કમાલ કરી શક્યા નહિ! સ્ટિફન ઈલોપે જે નિર્ણય કંપનીને બચાવવા માટે લીધેલ એ જ નિર્ણય બૂમરેંગ સાબિત થયો!! નોકિયા કંપની જે  આખી દુનિયાના મોબાઈલ માર્કેટનો 50% કરતા વધુ હિસ્સો ધરાવતી હતી તે 2013 સુધીમાં તે ઘટીને માત્ર 3% થઈ ગયો એટલે કે નોકિયા ખતમ થઇ જવાની અણી પર જ હતું, નાણાકીય કટોકટી નોકિયાને ઘેરી વળી હતી એટલે નોકિયા કંપનીએ પોતાનું મોબાઈલ ડિવીઝન બિઝનેસ વેચી નાખવાનો નિર્ણય કર્યો! આ મોકાનો ફાયદો ઉઠાવવા માઈક્રોસોફ્ટે નોકિયા મોબાઈલ ડિવીઝન ને 7.2 બિલીયન ડોલરમાં ખરીદી લીધો! અત્યાર સુધી જે સ્ટિફન ઈલોપ નોકિયા મોબાઈલમાં સી,ઈ,ઓ. હતા એ હવે માઈક્રોસોફ્ટના આ નવા ગ્રુપના પ્રેસિડેન્ટ બની ગયા! માઈક્રોસોફ્ટ માટે આ સોદો મોંઘો સાબિત થયો.માઈક્રોસોફ્ટના lumia મોઆઇલ માર્કેટમાં નિષ્ફળ ગયા,એક વર્ષ મહેનત કર્યા પછી માઈક્રોસોફ્ટે પોતાના મોબાઈલ બિઝનેસનું શટડાઉન કરવાનો નિર્ણય કરે છે! અંતે નોકિયા એન્ડ્રોઇડ સિસ્ટમ આધારિત સ્માર્ટફોન બનાવવાના ચાલુ કરે છે ત્યાં સુધીમાં તેના હરિફો ઇનોવેશન અને ટેકનોલોજીમાં બહુ આગળ નીકળી ચૂક્યા હોય છે! નોકિયાએ ઘણી મહેનત કરી પણ તે હરિફો સામે જીતી ન શકી તેનો માર્કેટમાં હિસ્સો સતત ઘટતો રહ્યો! ધીમે ધીમે નોકિયાનું નામ સંભળાતું બંધ થઇ ગયું! નવા સ્માર્ટફોનની ઝગઝગાટમાં લોકોએ વિચાર્યું કે નોકિયા યુગનો અંત આવી ગયો છે. જે કંપનીનું  એક સમયે મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટું નામ હતું તે બજારમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હતી. શું આ નોકિયાનો અંત હતો???ના! આ કંપની પાસે એક એવું ડિવીઝન હતું જે આશાનું કિરણ સાબિત થાય એમ હતું.આ વિભાગનું નામ NSN (Nokia Solutions Network)હતું,જે ટેલીફોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરતું હતું! 2014માં  જ્યારે સ્ટીફન ઈલોપ નોકિયાને બરબાદ કરતા નિર્ણયો લઇ રહ્યા હતા ત્યારે નોકિયાએ એક સાહસિક પગલું ભરી રાજીવ સૂરીને નવા CEO બનાવવામાં આવ્યા. સુરી આ કંપની માટે નવા અધિકારી ન હતા. હકીકતમાં, તેઓ 1990 માં નોકિયા સાથે જોડાયા હતા અને 2009 થી, તેઓ NSN વિભાગના સી,ઈ,ઓ. તરીકે કામ કરી રહ્યા હતા. સૂરીએ જ કંપનીના NSA વિભાગને નફાકારક બનાવ્યો હતો. આવી સ્થિતિમાં તેમનો અનુભવ જોઈને આ ડૂબતી કંપનીને બચાવવાની જવાબદારી સૂરીને સોંપવામાં આવી. સુરીની દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ હતી તે જાણતા હતા કે તે સ્માર્ટફોનના ક્ષેત્રમાં છે, તેથી તેણે નેટવર્ક સોલ્યુશન્સ અને 5G ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. સુરીએ એવો રસ્તો પસંદ કર્યો જે બહુ ફેન્સી ન હતો પરંતુ કંપનીને નિશ્ચિતપણે સ્થિર કરી શકે. તેમનું માનવું હતું કે જો નોકિયા 5G ટેક્નોલોજી ઉદ્યોગમાં પોતાનું સ્થાન બનાવવા માંગે છે, તો તેણે 5Gમાં પ્રથમ મૂવર હોવાનો લાભ લેવો પડશે. આ વિઝન સાથે, નોકિયાએ તેના આ ડિવીઝનમાં પોતાના નાણાનો મોટો હિસ્સો રોકાણ કર્યો અને તેના 5g રિસર્ચ અને ડેવલોપની શરૂઆત કરી.  પરિણામ ૨૦૧૮માં એ આવ્યું કે નોકિયાએ Reefshark ચીપ બનાવી, સરળ શબ્દોમાં કહીએ તો, આ ચિપ બેઝ સ્ટેશનો અને એન્ટેનામાં ઇન્સ્ટોલ કરવામાં આવે  છે જે 5G સિગ્નલને પ્રસારિત અને પ્રાપ્ત કરે છે.

 ‘નોકિયા’નું પાવરફૂલ કમબેક!

રીફશાર્ક ચિપનું મુખ્ય કાર્ય ડેટાને ખૂબ જ ઝડપથી પ્રોસેસ કરવાનું અને નેટવર્કની ક્ષમતામાં વધારો કરવાનું છે જેથી વધુ અને વધુ ઉપકરણોને એકસાથે ઝડપી ગતિ મળી શકે. રિપ શાર્કની બેન્ડવિડ્થ 84 GB પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે, જે અન્ય 5G ચિપ્સ કરતાં ત્રણ ગણી ઝડપી હતી. એટલું જ નહીં, આ ચિપસેટ પાવર વપરાશમાં 50% અને પાવર વપરાશમાં 64% ઘટાડો કરી રહ્યું હતું. આ ખૂબીઓઓના  કારણે, ટેલિકોમ કંપનીઓ તેની ટેકનોલોજી ખરીદવા લાગ્યા. રીફ શાર્ક ચિપ નોકિયાના કટ્ટર હરિફ અને આ ફિલ્ડમાં જૂના ગણાય એવી હૂઆઇ અને એરિક્સન કંપની સાથે મજબૂત હરિફાઈ કરી રહી છે! A & AT, Vodafone અને યુ.કે. ની Dokomo જેવી સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરી. સરળ શબ્દોમાં નોકિયા  5g ટેક્નોલોજી વેચે છે અને મોટી કંપનીઓ તેનો ઉપયોગ તેમના નેટવર્કમાં કરે છે. વર્ષ 2020 સુધીમાં, નોકિયા 1 એ 100 થી વધુ ટેલિકોમ કંપનીઓ સાથે ડીલ કરી હતી અને 2024 સુધીમાં, આ સંખ્યા 300 થી ઉપર પહોંચી ગઈ છે.

                આજે, નોકિયાએ વૈશ્વિક 5G માર્કેટનો 29% હિસ્સો કબજે કર્યો છે. આનો અર્થ એ થયો કે વિશ્વના દરેક 100 નેટવર્કમાંથી 29 નેટવર્ક નોકિયા 5g ટેકનોલોજી પર કામ કરે છે. નોકિયા 13 બિલિયન ડૉલરથી નીચે આવી ગયું હતું, તે 2022માં લગભગ બમણું થઈને $26 બિલિયનને પાર કરી ગયું અને આ બધું રાજીવ સૂરીની દૂરંદેશી અને સમર્પણને કારણે શક્ય બન્યું! રાજીવ સૂરીના નેતૃત્વમાં નોકિયાનું 5gમાં રોકાણ કરવું એ તેમની સૌથી મોટી જીત સાબિત થઈ.