સૌ પ્રથમ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સના વાચકો માટે ખાસ માહિતીપૂર્ણ લેખ !
આધુનિક વિજ્ઞાનની પ્રગતિએ માનવ જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવ્યું છે, જેમાં પ્રોસ્ટેટિક્સ, ઓર્થોટિક્સ, અને એક્સોસ્કેલેટન્સ ક્ષેત્રે થયેલા વિકાસ અને સંશોધનો વિશેષ ઉલ્લેખ જરૂરી છે. આજના ટેકનોલોજીકલ ક્ષેત્રે થયેલા વિકાસમાં ઘણીવાર અકસ્માતે કે અન્ય કોઈ કારણોસર વ્યક્તિના હાથ પગ જેવા અંગોને કાયમી નુકશાન થતું હોય છે ત્યારે જે તે વ્યક્તિ તેના રોજિંદા કાર્યોમાં પોતાને અસહાય અનૂભવતો હોય છે ત્યારે વ્યક્તિની શારીરિક ખામીઓને સુધારવા અને દિનચર્યા સરળ બનાવવામાં મદદરૂપ થાય છે.
પ્રોસ્થેટિક્સ/ ઓર્થોટિક્સ ડોક્ટર્સ આ કાર્ય કરે છે, તેઓ કુદરતી અંગોને સ્થાને કૃત્રિમ અંગોને સ્થાપિત કરે છે કે આપણને લાગે કે ડોકટરે કુદરત સાથે હરિફાઈ કરવા હવે મેરેથોન દોડ કરી છે! ઔદ્યોગિક ક્ષેત્રોના અકસ્માતોમાં માનવીના હાથ-પગ જેવા અંગોને કાયમી નુકશાન થવાના કેસોનું પ્રમાણ વિશેષ હોય છે! હવે આપણે આ સમગ્ર વિષયને થોડા ઊંડાણપૂર્વક સમજીએ
1 પ્રોસ્ટેટિક્સ (Prosthetics):

પ્રોસ્ટેટિક્સ એ કૃત્રિમ અંગોની ડિઝાઇન અને ફિટિંગ માટેના ટેકનોલોજી છે, જે વ્યક્તિઓના ગુમાવેલા અંગોને પુનઃસ્થાપિત કરે છે.
વિશેષતાઓ:
ઉદેશ: કોઈ અંગ ગુમાવ્યા પછી વ્યાવહારિક જિવન માટે મદદરૂપ થવું.
ઉપયોગ: કુદરતી ખોટ અથવા કપાયેલા હાથ-પગના સ્થાને આર્ટિફિશિયલ અંગો ફિટ કરવા.
પ્રકારો: પેસિવ પ્રોસ્ટેટિક્સ (કૃત્રિમ હાથ-પગ), બાયોનિક પ્રોસ્ટેટિક્સ (રોબોટિક કંટ્રોલવાળા).
ઉદાહરણ:
આજકાલ બાયોનિક પગ અને હાથમાં સ્નાયુને કામ કરવા અથવા નસોને રીસ્પોન્સ આપવા સક્ષમ તંત્રનો સમાવેશ થાય છે, જેનાથી તેઓ વધુ કુદરતી લાગે છે.
- ઓર્થોટિક્સ (Orthotics):
ઓર્થોટિક્સ એ એવી ઉપકરણોની ડિઝાઇન સાથે સંકળાયેલી છે, જે શરીરના વાંકા કે ઘાયલ ભાગને ટેકો આપે છે અથવા કોઈ અંગની કામગીરી સુધારવા માટે મદદરૂપ છે.
વિશેષતાઓ:
ઉદેશ: વ્યક્તિના શારીરિક ઢાંચાને સુધારવો અથવા સ્થિરતા આપવી,
ઉપયોગ: હાથ-પગના સ્નાયુઓની ખામીઓ સુધારવા, જેમ કે હાથ-પગ વાંકા કે બંનેની લંબાઈમાં અસમાનતા હોય વગેરે સ્થિતી માટે.
ઉપકરણો: બ્રેસીસ, સ્પ્લિન્ટ, શૂ ઇન્સર્ટ વગેરે.
ઉદાહરણ:
આર્થરાઇટિસ અથવા ફ્રેકચર વખતે વિશેષ બ્રેસિસ મેડિકલ મણકા અને પગને ટેકો આપે છે.
3 એક્સોસ્કેલેટન્સ (Exoskeletons):

વિશ્વ અને ભારત માટે તેનું મહત્વ:
અર્થતંત્ર: આ ટેકનોલોજીઓ મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીના વિકાસમાં મોટો ફાળો આપે છે.
સામાજિક અસર: અસક્ષમ વ્યક્તિઓને નવી તકો આપે છે. અને નિયમિત જિવન સરળ બનાવે છે.
સરકારની સહાય: ભારત જેવા દેશોમાં આ ટેકનોલોજી વધુ કિફાયતી બનાવવાના પ્રયાસો છે, જેમ કે આયુષ્માન ભારત હેઠળ પ્રોસ્ટેટિક્સ માટે સહાય પ્રદાન કરવી.
પ્રોસ્ટેટિક્સ, ઓર્થોટિક્સ અને એક્સોસ્કેલેટન્સ એકમાત્ર મેડિકલ ડિવાઇસ્સ નથી; તે માનવ જાતિ માટે ગતિશીલતાનો નવો દરવાજો ખોલે છે. આ ક્ષેત્રમાં થયેલી નવીનતા માણસ માટે નવી આશા પ્રગટાવે છે.
ગુજરાતની વાત કરીએ તો ડો.ચાંદની કોરાટ દ્વારા સ્થાપિત GetBak એ પ્રોસ્ટેટિક્સ, ઓર્થોટિક્સ અને એક્સોસ્કેલેટન્સ ક્ષેત્રે અગ્રણી કંપની છે,. ડો.ચાંદની કોરાટ દ્વારા 2,000 થી વધુ પ્રોસ્ટેટિક પગની સફળ ફિટિંગ કરી છે, આ ગુજરાતની એક માત્ર કંપની છે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે આ સામાન્ય બાબત નથી!
GetBak દ્વારા તેમનું મિશન કરુણાભર્યા અભિગમ સાથે અદ્યતન ટેકનોલોજી અને ઉચ્ચ-ગુણવત્તાવાળી, આરોગ્ય સેવાઓ વ્યાજબી દરે દર્દીઓને પોતાનું રોજિંદુ દૈનિક જિવન પ્રાપ્ત કરવામાં મદદ કરવાનું છે, જેથી તેઓ ફરીથી સામાન્ય જીવન જીવવા માટે સક્ષમ બને. GetBak (india)પ્રોસ્ટેટિક્સ, ઓર્થોટિક્સ અને કોસ્મેટિક રેસ્ટોરેશન જેવી સેવાઓ આપે છે. તેઓ દર્દીઓને શરૂઆતમાં સલાહ તેમજ માપ લેવાથી લઈને પ્રોસ્થેટીક અંગોના ફિટિંગ અને જિવનને ફરીથી પૂર્વરત બનાવવા સુધી તમામ માર્ગદર્શન આપે છે! જનરલી આ પ્રકારના કેસોમાં દરેક દર્દી માટે કસ્ટમ સોલ્યુશન્સ દ્વારા પ્રોબ્લેમનું નિવારણ કરવામાં આવતું હોય છે.

સૌથી મહત્વની બાબત એ છે કે સામાજિક જવાબદારીની દ્રષ્ટિએ GetBakએ ALTSO (એ લેગ ટુ સ્ટેન્ડ ઓન) સાથે ભાગીદારી કરી છે, આ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેનો ઉદ્દેશ વિકલાંગ બાળકો અને યુવાનોને પ્રોસ્થેટિક્સ, ઓર્થોટિક્સ, અને રિહેબિલિટેશન સેવાઓ પૂરી પાડવી છે. જે 21 વર્ષથી નીચેના બાળકોને મફત પ્રોસ્ટેટિક પગ બનાવી આપે છે , જેથી તેઓ ફરીથી સ્વતંત્રતા અને સામાન્ય જીવનને પ્રાપ્ત કરી શકે.
સંપર્ક માહિતી:
ડો.ચાંદની કોરાટ
GetBak
અમદાવાદ
GF-7 મધુર કોમ્પ્લેક્ષ,નવરંગ સ્કૂલ પાસે નારણપૂરા,અમદાવાદ
ફોન: 8488888538
રાજકોટ
રામ વિહાર-1
બેકબોન મેડીસીટી હોસ્પિટલ પાસે,ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ સામે, ટવીન સ્ટાર ટાવર પાછળ નાના મૌવા ક્રોસ રોડ 150 ફૂટ રીંગ રોડ રાજકોટ
ફોન: 8238888538