શ્રી રાજીવ ગાંધી: આજના આધુનિક ભારતની ડિજિટલ ક્રાંતિના જનક!

0
154
rajeev-gandhi-computer-revolution
rajeev-gandhi-computer-revolution

કોંગ્રેસના એક અદભૂત અને મહાન નેતા જેઓ તેમની ‘વિદાય’ બાદ આજે પણ ભારતને વિશ્વની સાથે ઉભો રાખી રહ્યા છે!

શ્રી રાજીવ ગાંધી જેઓ 1984 થી 1989 સુધી ભારતના વડાપ્રધાન રહ્યા, તેમના નેતૃત્વ હેઠળ ભારતે ટેક્નોલોજી અને ખાસ કરીને કોમ્પ્યુટર અને માહિતી ટેક્નોલોજી (IT) ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન જોયું. શ્રી રાજીવ ગાંધીને “ભારતમાં ડિજિટલ ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે  કારણ કે તેમણે દેશમાં કોમ્પ્યુટર અને આધુનિક ટેક્નોલોજીના પ્રસાર માટે મહત્વના નિર્ણય લીધા હતા જેના થકી આજે ડીઝીટલ ક્ષેત્રે ભારત વૈશ્વિક વિકાસશીલ દેશોની હરોળમાં ઉભું રહી શકે છે. મહાન નેતાઓ એ હોય છે જે ભવિષ્યને બહુ દૂરથી જોઇને તેને અનુકૂળ  દેશ માટે ભવિષ્યનો રસ્તો તૈયાર કરે છે. આજે ગૂગલને સી.ઈ.ઓ.સુંદર પીચાઈ , સત્ય નડેલા (માઈક્રોસોફ્ટ) જેવા નામો છે અને એવા અન્ય નામો છે જે વિશ્વની મોટી આઈ.ટી.કંપનીમાં ઉચ્ચ પદ સુધી પહોચ્યા છે અને દેશવાસીઓ એનું ગૌરવ અનૂભવે છે એના પાયામાં સ્વ,રાજીવ ગાંધીએ ભારતમાં જે આઈ,ટી. ક્ષેત્રે પાયો નાખ્યો એના કારણે આ ગૌરવ શક્ય બન્યું! આજે દૂનિયાની કોઈ પણ મોટી આઈ.ટી.સેક્ટરની કંપનીઝ હોય તેમાં ભારતીય આઈ.ટી.એક્સપર્ટ તેમાં દેખાશે. ભારતીય આઈ.ટી. એક્સપર્ટ વગર અમેરિકાનું આઈ.ટી,સેક્ટર પણ પડી ભાંગે એટલે ટ્રમ્પ જેવા તરંગી પ્રેસિડેન્ટ પણ ‘અમેરિકા ફર્સ્ટ’ જેવા સુત્રો ભલે ચલાવે પણ ભારતના સોફ્ટવેર્સ પ્રોગ્રામર્સ સિવાય ચાલે એમ નથી! આ સ્થિતી જે અમેરિકા અને વિશ્વના આઈ.ટી,સેક્ટર માટે ભારતીયો જે જરૂરી બની ગયા એ સ્થિતી રાજીવ ગાંધીના વિઝનને કારણે બની કે ભારતીય વગર તમે એટલા આઈ.ટી.સેક્ટરના રાજા હોય પણ ભારતના સોફ્ટવેર નિષ્ણાત વગર કંપની ચલાવી ન શકો સોફ્ટવેર્સ ક્ષેત્રે ભારત પાસે આ ખરેખર ‘મોનોપોલી’ છે અત્યારના સમયમાં રાજીવ ગાંધીના આ મહાન યોગદાનને બહુ યાદ કરવામાં આવતું નથી એ અલગ બાબત છે! રાજકારણમાં આવું બનતું હોય છે પણ આપણે હકીકતોની ચર્ચા કરીશું! આજે દેશના યુવાનોની આંગળીઓ જે મોબાઈલ સ્ક્રીનના ટચપેડ પર અને કોમ્પુટર કી-બોર્ડ પર ‘ડાન્સ’ કરતી રહે કે જેના દ્વારા ભારતોયો ‘નાણા’ ડાઉનલોડ કરે કે એટીએમ મશીનમાંથી પૈસા કાઢે છે એના પાયામાં ભારતના વડાપ્રધાન તરીકે શ્રી રાજીવ ગાંધીએ વિપક્ષોનો ભયંકર ‘વિરોધ’નો સામનો કરવો પડ્યો હતો!

શ્રી રાજીવ ગાંધી અને ભારતની કોમ્પ્યુટર ક્રાંતિની મહત્વની ઘટનાઓ!

1. કોમ્પ્યુટર અને IT ક્ષેત્રે પ્રારંભ

1980ના દાયકાની શરૂઆતમાં, ભારત હજુ પણ પરંપરાગત ઉદ્યોગો પર આધારીત હતું અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણું પછાત હતું. એ સમયે કોમ્પ્યુટરને ઘણા લોકો રોજગાર ખાઈ જશે એમ માની રહ્યા હતા અને તેનો વિરોધ પણ થયો હતો. રાજીવ ગાંધી, પોતે એક પાઈલટ હોવાથી તેમના શિક્ષણના લીધે, ટેક્નોલોજી અને કોમ્પ્યુટરના મહત્વને સમજી શકતા હતા. તેમણે વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસ માટે એક લાંબી નજર રાખી હતી અને ભારતમાં કોમ્પ્યુટર, ટેલિકોમ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ નીતિઓ લાવવી શરૂઆત કરી હતી!

2. NITI (National Informatics Centre) ને મજબૂત બનાવ્યું

1980ના દાયકાની શરૂઆતમાં, National Informatics Centre (NIC) ની સ્થાપના થઈ હતી, જેનો ઉદ્દેશ ભારત સરકાર અને સરકારી વિભાગોમાં કોમ્પ્યુટરાઈઝેશન લાવવાનો હતો. રાજીવ ગાંધીના નેતૃત્વમાં  સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટર લાવવાનું શરૂ થયું અને પહેલી વાર ડિજિટલ ડેટા સ્ટોરેજ અને ઈ-ગવર્નન્સ કન્સેપ્ટ શરૂ થયો, સરકારી દસ્તાવેજો અને પ્રોસેસીસ ધીમે ધીમે ઓટોમેટ થવા લાગ્યા

3. ટેલિકોમ અને ઈન્ટરનેટ ક્ષેત્રે સુધારા

રાજીવ ગાંધીના સમયમાં, MTNL (Mahanagar Telephone Nigam Limited) અને C-DOT (Centre for Development of Telematics) ની સ્થાપના કરવામાં આવી.C-DOT એ ભારતના રુરલ વિસ્તાર સુધી ટેલિકોમ સેવા પહોંચાડવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.આ સમયગાળામાં, દેશમાં ઈન્ટરનેટ અને ડિજિટલ કમ્યુનિકેશન માટેનું માળખું વિકસાવવાનું શરૂ થયું.  

4. સંજોગો અને વિપક્ષનો વિરોધ

 1980ના દાયકામાં, કોમ્પ્યુટર વિરોધી હડતાળો અને મજૂર સંગઠનો દ્વારા વિરોધ થયો વિપક્ષ દ્વારા સતત લોકોને ભય બતાવવામાં આવતો હતો કે કોમ્પ્યુટર તમારી નોકરીઓ ખતમ કરી નાખશે અને દેશમાં બેરોજગારી ફેલાય જશે. આજે પણ દેશમાં ખોટા ભય બતાવવાનું રાજકારણ છે કઈ નવું નથી! રાજીવ ગાંધીના આપેલા દ્રષ્ટિકોણ અને ટેક્નોલોજીના લાભો સમજાવવાથી, આ ક્રાંતિનો સ્વિકાર પણ થયેલો.

5. IT ઉદ્યોગ અને સોફ્ટવેર ક્ષેત્રે વિકાસ

1986માં “Software Export Scheme” લાવવામાં આવી, જેથી ભારત આંતરરાષ્ટ્રીય IT ઉદ્યોગમાં આગળ વધી શકે. IT ઉદ્યોગ માટે ખાસ નીતિઓ ઘડવામાં આવી, જેના પરિણામે 1990ના દાયકામાં ભારત સોફ્ટવેર ઉદ્યોગમાં આગળ વધી શક્યું. Infosys, Wipro અને TCS જેવી IT કંપનીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર આજે ખ્યાતનામ છે!

રાજીવ ગાંધીની કોમ્પ્યુટર અને IT ક્ષેત્રે આપેલી ભેટ ગણો તો ઈ-ગવર્નન્સનો આરંભ,સરકારી વિભાગોમાં ડિજિટલ વહીવટ (Computerisation in Government Offices) શરુ થયો અને ભારતમાં ઈન્ટરનેટ અને ડેટા કમ્યુનિકેશન માટેનો પાયો, એક સમયે કલાકો સુધી ફોન પર બીજાનો સંપર્ક કરવા માટે થતા એ સ્થિતિ C-DOT ટેકનોલોજી દ્વારા દૂર થઇ પછી નંબર ડાયલ કરો કે તરત ફોન લાગવાની શરૂઆત થઇ વચ્ચે બે  લાઈન જોડી આપનાર ઓપરેટરની જરૂર ન રહી! C-DOT અને MTNL દ્વારા ભારતના ટેલિકોમ ઉદ્યોગને આ સમયગાળામાં મજબૂત બનાવ્યું. IT અને સોફ્ટવેર ઉદ્યોગ માટે નીતિઓ બનાવી, જેનાથી Infosys અને Wipro જેવી કંપનીઓ વિકસી હતી. દેશમાં કોમ્પ્યુટર સાક્ષરતા અને ટેક્નોલોજીકલ એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું તેના મીઠા ફળ આજે દેશને મળે છે! આજે દેશમાં શિક્ષણ રાજકારણનો કોઈ મુદ્દો નથી એ નવાઈ નથી લાગતી?

           રાજીવ ગાંધીનું ભારતના કોમ્પ્યુટર અને આઈ.ટી.  ઉદ્યોગ માટેનું યોગદાન આજે પણ પ્રભાવશાળી છે. તેમનું  વિઝન અને ટેક્નોલોજી પ્રત્યેની રુચિએ ભારતને ડિજિટલ યુગ તરફ દોરી ગયું. આજે ભારત “આઈ.ટી. હબ” તરીકે ઓળખાય છે, અને આવશ્યક પાયો રાજીવ ગાંધીના સમયમાં મૂકાયો હતો. તેમની ડિજિટલ ક્રાંતિ વિના આજે ભારત વૈશ્વિક આઈ.ટી. સેક્ટરમાં લીડર બની શક્યું ન હોત એ હકીકત છે! એક શિક્ષિત નેતા કોઈ લોકશાહી દેશમાં કેવું યોગદાન આપી શકે એનું પણ આ આદર્શ ઉદાહરણ છે!