
‘એપલ’ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ એક મહાન ટેકનોક્રેટ અને કંપની લીડરે શું કહ્યું?
‘એપલ’ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ એક મહાન ટેકનોક્રેટ અને કંપની લીડર રહ્યા. સ્ટીવ જોબ્સ તેમના જિવનના 50 વર્ષમાં જે શીખ્યા, તે તમે માત્ર 15 મિનિટમાં શીખી શકો? હા! ચોક્કસ શીખી શકો. સ્ટીવ જોબ્સે ૨૦૦૫માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં એક શાનદાર ભાષણ આપ્યું અને તેમાં તેમણે ત્રણ વાર્તાઓ દ્વારા માત્ર 15 મિનિટમાં તેમના સમગ્ર જિવનના સાર અને સમજ અને તેમની સફળતા વિષે વાચકો ઘણું જાણી સમજી શકે છે. અંગ્રેજી ભાષામાં આપેલુ એ યાદગાર અને પ્રખ્યાત ભાષણ ‘ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ’ના પ્રિય વાચકો માટે ખાસ લાવ્યા છીએ! તમે વિદ્યાર્થી.વ્યવસાયી,નોકરીયાત કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કઈ પણ હોય દરેકને કંઈકને કઈ અપીલ કરી જશે એ વિશ્વાસ છે!
…………..તો આજે બધા શબ્દો સ્ટીવ જોબ્સના છે અમારું ફક્ત ભાષાંતર માત્ર છે!
આભાર……………….વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની એકના પદવીદાન સમારોહમાં આજે તમારી સાથે હોવું મારા માટે સન્માનની વાત છે. હા! હું તમને સત્ય કહેવા માંગુ છું કે હું ક્યારેય કોઈ કૉલેજમાંથી પાસ થયો નથી અને આજે પહેલીવાર હું કૉલેજના પદવીદાન સમારોહની આટલો નજીક પહોચ્યો છું! આજે હું તમને મારા જિવનની ત્રણ વાર્તાઓ કહીશ, માત્ર ત્રણ વાર્તાઓ!
પ્રથમ વાર્તા ડોટ કનેક્ટિંગ(Dot Connect) વિષયમાં, એડમિશન લીધાના 6 મહિનાની અંદર રીડ કૉલેજમાંથી છોડી દીધી હતી, પરંતુ મને હજી પણ તેમાં રસ હતો. હું 18 મહિના સુધી કોઈક રીતે ત્યાં આવતો-જતો રહ્યો. તો અહીં પ્રશ્ન એ છે કે મેં કોલેજ કેમ છોડી? તો આ વાત મારા જન્મ પહેલાની છે. મારી જન્મદાતા માં એક યુવાન અપરિણીત સ્નાતક વિદ્યાર્થી હતી અને તે ઈચ્છતી હતી કે તે ઇચ્છતી હતી કે મને કોઈ દત્તક લઇ લે સાથે તે એવું પણ ઈચ્છતી હતી કે જે મને દત્તક લે તે કમ સે કમ કોલેજ ગ્રેજ્યુએટ હોય.આવી રીતે બધું પહેલેથી જ નક્કી હતું! મને એક વકીલ અને તેની પત્ની દત્તક લેવાના હતા. પરંતુ જેવો આ દૂનિયામાં મારો જન્મ થયો કે છેલ્લી ઘડીએ તેઓએ અચાનક તેમનો વિચાર બદલી નાખ્યો અને કહ્યું કે તેઓને છોકરી જોઈતી હતી, તેથી મધ્યરાત્રિએ મારા માતા-પિતા, જેઓ ‘વેઇટિંગ-લિસ્ટ’માં હતા તેને ફોન કરીને કહેવામાં આવ્યું કે અમારો એક પુત્ર છે,તમે તેને દત્તક લેવા માંગો છો? અને તેઓએ તરત જ હા પાડી દીધી હતી પરંતુ પછીથી મારી જન્મદાતા માતાને ખબર પડી કે જેણે મને દત્તક લીધો છે તે કૉલેજ ગ્રેજ્યુએટ નથી અને પિતા હાઈસ્કૂલ પાસ પણ નથી અને તેથી જ તેઓએ ના પાડી દીધી. દત્તક લેવાના અંતિમ કાગળો પર તેમણે સહી ન કરી, પરંતુ પછી થોડા મહિનાઓ પછી મારા થનારા માતા-પિતાએ મારી માતાને વચન આપ્યું હતું કે તેઓ તેને કૉલેજમાં મોકલશે અને આ કારણે મારી માતાએ સંમતિ આપી અને પછી મને દત્તક લેવામાં આવ્યો અને આ રીતે મારું જિવન શરૂ થયું અને 17 વર્ષ પછી હું કૉલેજમાં ગયો પણ ભૂલથી મેં સ્ટેનફોર્ડ જેવી મોંઘી કોલેજ પસંદ કરી. મારા કામ કરતા માતા-પિતાના બધા પૈસા અભ્યાસ પર ખર્ચાવા લાગ્યા અને 6 મહિના પછી મને આ અભ્યાસમાં કોઈ મૂલ્ય દેખાતું ન હતું. મને કોઈ ખ્યાલ નહોતો કે હું મારા જિવનમાં શું કરવા માંગુ છું એમાં કોલેજ મને કેવી રીતે મદદ કરશે તેનો મને કોઈ ખ્યાલ નહોતો. મારા જિવનમાં કંઈક કરવા માટે હું અહી મારા માતા-પિતાના જિવનની બચત મારા અભ્યાસ પર ખર્ચી રહ્યો છું અને તેથી જ મેં કોલેજ છોડી દેવાનો નિર્ણય કર્યો અને વિચાર્યું કે જે થશે તે સારું થશે અને તે સમયે આ બાબત મને બહુ ભયાનક લાગી હતી પરંતુ આજે જ્યારે હું આજે વિતી ગયેલા સમયને જોઉં છું, ત્યારે મને લાગે છે કે તે મારા જિવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. હું તમને કહીશ કે કેવી રીતે તે હમણા જ તમને કહું છું! કૉલેજ છોડતાંની સાથે જ મેં એ ક્લાસમાં જવાનું બંધ કરી દીધું. જેમાં મને રસ નહોતો અને હું ફક્ત તે જ વર્ગોમાં હાજરી આપતો હતો જેમાં મને રસ હતો અને આ બધું કરવું એટલું સરળ નહોતું કારણ કે મારી પાસે રહેવા માટે રૂમ ન હતો તેથી હું મિત્રોના રૂમમાં જમીન પર સૂતો હતો.
કોકની બોટલો પરત કરીને જે પૈસા મળતા એમાંથી જમતો હતો. હું દર રવિવારે 7 માઈલ ચાલીને હરે કૃષ્ણ મંદિર જતો હતો જેથી અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તો ભરભેટ ભોજન ખાઈ શકતો હતો,આ મને ખુબ ગમતું હતું,. હવે હું તમને કહું કે શા માટે કોલેજ છોડવી એ મારા જિવનનો શ્રેષ્ઠ નિર્ણય હતો. તે સમયે, રીડ કોલેજ દેશની શ્રેષ્ઠ જગ્યા હતી જ્યાં સુલેખન(calligraphy) શીખવવામાં આવતી હતી. સમગ્ર કોલેજ કેમ્પસમાં દરેક પોસ્ટરને દરેક રીતે સુંદર રીતે હાથથી સુલેખન કરવામાં આવ્યું હતું અને મેં કોલેજ છોડી દીધી હોવાથી, મારે સામાન્ય ક્લાસ લેવાની જરૂર ન હતી તેથી મેં નક્કી કર્યું કે હું સુલેખનનાં વર્ગો કરીશ એ સારી રીતે શીખીશ. મેં સેરિફ અને સાન્સ સેરીફ ટાઈપફેસ શીખ્યા, અલગ અલગ અક્ષરોની વચ્ચે space vary કરતા શીખ્યો અને કોઈ સારી ટાઇપોગ્રાફીને કઈ રીતે સારી બનાવે છે એ પણ શીખ્યો!
આ બધું ખૂબ સુંદર, અદભૂત અને એટલું કલાત્મક હતું કે તે વિજ્ઞાન દ્વારા પકડી શકાય નહી આ બધું મને ખૂબ જ આકર્ષક લાગતું હતું. તે સમયે તો મને કોઈ ખ્યાલ નહોતો કે હું મારા જિવનમાં ક્યારેય આ વસ્તુઓનો ઉપયોગ કરીશ. પરંતુ જ્યારે અમે 10 વર્ષ પછી અમારું પ્રથમ મેકિન્ટોશ કમ્પ્યુટર બનાવી રહ્યા હતા, ત્યારે મેં તેને Mac માં ડિઝાઇન કર્યું અને તે ખૂબ જ સુંદર ટાઇપોગ્રાફી ધરાવતું વિશ્વનું પ્રથમ કમ્પ્યુટર બની ગયું!
જો મેં કૉલેજમાં કૅલિગ્રાફી ક્લાસમાં પ્રવેશ લીધો ન હોત તો મેક પાસે ક્યારેય multiple faces કે proportionally spaced fonts ફોન્ટ્સ ન હોત, વિન્ડોઝએ મેકની નકલ કરી છે તો વિશ્વના કોઈપણ કમ્પ્યુટરમાં આ બધું હોત નહિ. અલબત્ત જ્યારે હું કૉલેજમાં હતો ત્યારે ભવિષ્યને જોતા આ dots ને connect કરવાનું અશક્ય હતું પરંતુ જ્યારે હું 10 વર્ષ પછી પાછળ જોઉં છું ત્યારે મને બધું સ્પષ્ટ લાગે છે.
તમે માત્ર પાછળ જોઈને જ dots ને connect કરી શકો છો. તમારે વિશ્વાસ રાખવો પડશે કે અત્યારે જે પણ થઈ રહ્યું છે તે કોઈને કોઈ રીતે તમારા ભવિષ્ય સાથે જોડાય જશે .તમારે ક્યાંક ને ક્યાંક તો વિશ્વાસ કરવો પડશે ,તમારી કૌશલ્યમાં,,તમારા ભાગ્યમાં, તમારા જીવનમાં કે તમારા કર્મોમાં અથવા અન્યમાં, વિશ્વાસ તો કરવો જ પડશે કારણ કે તમારે માનવું પડશે કે ભવિષ્યમાં dots connect થશે તે તમને હિંમત આપશે. જ્યારે તમે સંપૂર્ણપણે અલગ રસ્તે ચાલતા હોવ ત્યારે પણ તમારા હૃદયની વાત સાંભળો અને આ જ તમને અન્ય લોકોથી અલગ બનાવશે મારી પ્રથમ વાર્તામાંથી સૌથી મોટી શીખ એ છે કે જે પણ થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે અને તમે અત્યારે જે કંઈ પણ કરી રહ્યા છો તે ભવિષ્યમાં તમારા માટે ચોક્કસપણે ઉપયોગી થશે. તમે ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને તમે જે કરો છો તે કરતા રહો.
મારી બીજી વાર્તા પ્રેમ અને ખોટ વિશે છે. હું ખૂબ જ ભાગ્યશાળીહતો કે જેને પ્રેમ કરતો હતો તે તરત મળી ગયું.(કામ જે ગમતું હતું એ અર્થમાં) વોઝ(Steve Wozniak) અને મે ‘એપલ’ મારા પિતાના ગેરેજમાં શરૂઆત કરી હતી જ્યારે હું 20 વર્ષનો હતો અને અમે ખરેખર સખત મહેનત કરી હતી અને 10 વર્ષમાં કંપની બે લોકોથી વધીને $2 બિલિયન ડોલર અને 4,000 લોકો ની કંપની બની ગઈ. અમે હજી એક વર્ષ પહેલા જ મેકિન્ટોશ(macintosh) રિલીઝ કર્યું હતું અને હું 30 વર્ષનો થયો હતો અને કંપનીએ મને કાઢી મૂક્યો હતો. તમે બધા આશ્ચર્યમાં હશો કે મેં જાતે જ બનાવેલી કંપનીમાંથી તેઓએ મને કેવી રીતે કાઢી મૂક્યો? જેમ જેમ એપલ વિકસી રહી હતી, અમે એક બુદ્ધિશાળી વ્યક્તિને નોકરીએ રાખ્યો,મને લાગ્યું કે કંપનીને આગળ લઈ જવા માટે મારી સાથે કામ કરી શકે છે. પહેલા વર્ષ સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ તે પછી, કંપનીના ભાવિ વિઝનને લઈને અમારી વચ્ચે વિવાદ થવા લાગ્યો અને મામલો ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ’ સુધી પહોંચ્યો અને તેઓએ તેને ટેકો આપ્યો અને આ રીતે 30 વર્ષની ઉંમરે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. મારી પોતાની કંપની કે જે મારી સમગ્ર પુખ્તવયના જિવનનું કેન્દ્ર હતું હવે તે સમાપ્ત થઈ ગયું હતું અને તે મારા માટે આ સંપૂર્ણપણે બરબાદ કરનારું હતું, અને થોડા મહિનાઓ સુધી મને ખબર ન હતી કે શું કરવું. આ મારી ખૂબ જ જાહેર નિષ્ફળતા હતી અને એક સમયે મેં vally છોડવાનું પણ વિચાર્યું પરંતુ ધીમે ધીમે મને સમજાયું કે હું જે કર્યું તેના વિશે હું હજુ પણ જુસ્સાદાર છું અને vallyમાં જે કંઈ પણ થયું તેની મારા જુસ્સાને સહેજ પણ અસર આવી નહીં. તેઓએ મને અસ્વિકાર કર્યો તો પણ હું મારા કામને પ્રેમ કરતો હતો અને તેથી જ મેં ફરીથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. તે સમયે હું તેને જોઈ શકતો ન હતો પરંતુ હવે મને લાગે છે કે Appleમાંથી કાઢી મુકવા કરતાં કોઈ સારી વાત મારી સાથે મારી કંઈ થઈ ન હોત. હવે સફળ થવાનો ભાર હવે શિખાઉ માણસ હોવાની હળવાશમાં બદલાઈ ગયો હતો. હું ફરી એકવાર ખૂબ જ હળવાશ અનુભવી રહ્યો હતો. અને તે સ્વતંત્રતા મને મારા જિવનના સૌથી સર્જનાત્મક સમયગાળામાં ચાલ્યો ગયો હતો!
આગામી પાંચ વર્ષોમાં, મેં કંપની next અને બીજી pixar નામની બીજી કંપની શરૂ કરી. અને તે સમય દરમિયાન, હું એક અદ્ભૂત સ્ત્રીને મળ્યો જે આગળ જતા મારી પત્ની બની. Pixar એ વિશ્વની પ્રથમ કોમ્પ્યુટર એનિમેટેડ મૂવી ‘ટોય સ્ટોરી’ બનાવી અને આજે તે વિશ્વનો સૌથી સફળ એનિમેશન સ્ટુડિયો છે અને એપલે એક અણધાર્યું પગલું ભર્યું અને નેસ્ટ ને ખરીદી લીધી અને હું એપલ માં પાછો ગયો.આજે એપલ નેક્સ્ટ દ્વારા વિકસિત કરેલી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તેથી અહીં હું પૂરા વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો મને એપલમાંથી કાઢી મૂકવામાં ન આવ્યો હોત તો મારી સાથે આ બધું બન્યું ન હોત. આ એક કડવી દવા હતી પરંતુ મારા મતે દર્દીને તેની જરૂર હતી. ક્યારેક જિંદગી તમને આટલો જ ફટકો આપે છે પણ તમે વિશ્વાસ ગુમાવશો નહીં હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું એટલે આગળ વધતો ગયો કે હું મારા કામને પ્રેમ કરતો હતો જેટલો તમારા પ્રેમને જાણવો જરૂરી છે એટલું જ જરૂરી છે કામને શોધવું જેનથી તમને આનંદ થતો હોય કેમ કે તમારું કામ તમારી જિંદગીનો એક મોટો હિસ્સો હોય છે. વાસ્તવિક રીતે સંતુષ્ટ થવાનો એકમાત્ર રસ્તો છે કે તમે એ કામ કરો જેને તમે મોટું સમજો છો
એ છે કે તમે જે માનો છો તે કરો અને મોટી વસ્તુ કરવા માટે એક જ રસ્તો છે કે તમને જે ગમે છે તે કરો કરવા માટે અને જો તમને તે નોકરી હજુ સુધી મળી નથી, તો તેને શોધવાનું બંધ કરશો નહીં, હૃદયને લગતી બધી બાબતોની જેમ જ રહો.અને મોટું કામ કરવાનો એક જ રીત છે કે તમે એ જ કરો જે કામ કરવું તમને પસંદ છે અને હજી સુધી તમને એ કામ મળ્યું નથી તો થોભો નહો એને શોધતા રહો એ જયારે મળી જશે ત્યારે તમને ખબર પડી જશે અને જેવું કોઈ સારા સબંધમાં બને છે એમ સમયની સાથે એ શ્રેષ્ઠ બનતી જશે એટલે થોભો નહો એને શોધતા રહો!
મારી ત્રીજી વાર્તા મેં જ્યારે હું મૃત્યુ વિષે છે.હું જયારે 17 વર્ષનો હતો ત્યારે એક ક્વોટ વાંચ્યું હતું કે ‘’જીવનનો દરેક દિવસ એમ જીવશો કે જાણે તે તમારો આખરી દિવસ છે, તો એકના એક દિવસ તમે સાચા સાબિત થશો. તેને મારા મગજ પર એક મોટી છાપ છોડી અને ત્યારથી છેલ્લા 33 વર્ષથી હું દરરોજ સવારે ઉઠીને અરીસામાં જોઉં છું અને મારી જાતને એક પ્રશ્ન પૂછું છું કે જો આજે મારા જીવનનો છેલ્લો દિવસ હોત, તો શું હું આજે જે કરવા જઈ રહ્યો છું તે કરીશ? અને જો જવાબ ના હોય, જ્યારે આવું થાય, ત્યારે હું સમજું છું કે કંઈક બદલવાની જરૂર છે. કોઈ પણ વસ્તુ ગુમાવવાના ડરને દૂર કરવા માટે એક દિવસ આપણે મરવાનું છે તે યાદ રાખવું એ શ્રેષ્ઠ માર્ગ છે.
તમે પહેલેથી જ નગ્ન છો એટલે કોઈ કારણ નથી કે તમારે તમારા દિલની વાત ન સાંભળવી જોઈએ. લગભગ એક વર્ષ પહેલા મને ખબર પડી કે મને કેન્સર છે. સવારે 7:30 વાગ્યે સ્કેન થયું અને તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે મને મારા સ્વાદુપિંડમાં ગાંઠ છે અને સાચું કહું તો, મને સ્વાદુપિંડ શું છે તે પણ ખબર ન હતી. ડૉક્ટરે મને લગભગ પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે મને એક એવું કેન્સર છે જેનો ઈલાજ શક્ય નથી. હવે મારી પાસે માત્ર 3 થી 6 મહિના બાકી છે. ડૉક્ટરે મને ઘરે જઈને બધું ગોઠવવાની સલાહ આપી, જેનો અર્થ ડૉક્ટરની ભાષામાં થાય છે કે તમારે મરવાની તૈયારી કરવી જોઈએ, એટલે કે તમારે એ બધી બાબતોની તૈયારી કરવી જોઈએ. તમે આગામી 10 વર્ષમાં જે કરવાના હતા, તે બાકીના દિવસોમાં કરો કારણ કે તમારો છેલ્લો સમય આવી ગયો છે. મેં આ નિદાન સાથે આખો દિવસ પસાર કર્યો અને સાંજે મારી બાયોપ્સી થઈ .મારા ગળાના માર્ગેથી એન્ડોસ્કોપ દાખલ કરવામાં આવ્યું અને ગાંઠના કેટલાક કોષોને સોય વડે બહાર કાઢવામાં આવ્યા. તે સમયે હું સંપૂર્ણપણે બેભાન હતો પરંતુ મારી પત્ની અને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિ પણ રડ્યા જ્યારે ડોક્ટરે માઇક્રોસ્કોપ દ્વારા મારા કોષોને જોયા તો ડોક્ટર રડી પડ્યા કેમ કે કોષ જોયા પછી ડૉક્ટર સમજી ગયા કે મને ખૂબ જ દુર્લભ પ્રકારનું કેન્સર હતું જે સર્જરી દ્વારા મટાડી શકાય છે. તેથી મેં સર્જરી કરાવી અને સદભાગ્યે હું સાજો થઈ શક્યો. હું હવે એકદમ ઠીક છું. હું આ પહેલા ક્યારેય મૃત્યુની આટલી નજીક આવ્યો નથી અને મને આશા છે કે નજીકના ભવિષ્યમાં હું તેની નજીક આવીશ પણ નહિ. આ બધું જોયા પછી હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે મૃત્યુ એક એક ઉપયોગી પરંતુ સંપૂર્ણ બૌદ્ધિક ખ્યાલ છે. કોઈને મરવું નથી. જેમને સ્વર્ગમાં જવું છે તેઓ પણ ત્યાં જવા માટે મરવા માંગતા નથી. મૃત્યુ એ સ્થાન છે જ્યાં આપણે બધા જઈએ છીએ,આજ સુધી કોઈ બચ્યું નથી અને આવું જ હોવું જોઈએ કેમ કે આ જિવનની એકમાત્ર સૌથી મોટી શોધ મૃત્યુ છે. તે જીવનને બદલી નાખે છે અને જૂનાને સમાપ્ત કરવાનો માર્ગ ખોલે છે અને આ સમયે તમે બધા નવા છો અને થોડા દિવસોમાં વૃદ્ધ થશો અને માર્ગમાંથી દૂર થઇ જશો! મને આટલું નાટકીય હોવાનો અફસોસ છે પણ આ સત્ય છે તમારો સમય મર્યાદિત છે એટલે કોઈ બીજાની જિંદગી જીવીને વેડફો નહીં, નકામા વિચારોમાં ફસાઈ જશો નહીં.આપણા જિવનને બીજાના અભિપ્રાય મૂજબ ન ન ચલાવો અન્ય લોકોના અભિપ્રાયોના અવાજમાં તમારા આંતરિક અવાજને દબાવો નહિ અને સૌથી અગત્યનું, તમારા હૃદય અને અંતઃપ્રેરણાને સાંભળવાની હિંમત રાખો કે કેમ કે તે પહેલેથી જ જાણે છે કે તમે ખરેખર શું બનવા માંગો છો, તેથી પહેલા તમારા હૃદયની વાત સાંભળો, અન્ય બધી બાબતો ગૌણ છે અને અંતે હું તમને બધાને આ કહેવા માંગુ છું કે તમે ‘’ભૂખ્યા રહો મૂર્ખ રહો’’, મેં હંમેશા મારા માટે આ કહ્યું છે. .હવે જ્યારે તમે બધા અહીંથી ગ્રેજ્યુએટ થઈ રહ્યા છો, ત્યારે હું તમારા બધા માટે એ જ ઈચ્છું છું, ‘ભૂખ્યા રહો, મૂર્ખ રહો’! એટલે કે તમને કંઈક કરવાની ભૂખ હોવી જોઈએ અને મૂર્ખ રહેવું જોઈએ કારણ કે મૂર્ખ રહેવાથી, તમે કંઈપણ તમે કંઈક શીખી શકશો. જો તમને લાગે કે તમે પહેલાથી જ બધું જાણો છો તો તમે કંઈપણ શીખી શકશો નહીં. તેથી ‘’ભૂખ્યા રહો અને મૂર્ખ રહો’’
તમને બધાને ખુબ ખુબ અભિનંદન!
——————————————————————————————————-
નોંધ: ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ પ્રેસ-પ્રતિનિધિ/લેખક કે એડવર્ટાઈઝમેન્ટ એકઝિકયુટીવ તરીકે જોડાવા આમંત્રે છે.દરેક વ્યાપારી એસોસિએશનો,મંડળો,કંપનીઓ અમને તેમના પ્રશ્નો કે બિઝનેસ અને ઉદ્યોગ વિષયક સમાચાર/લેખો અમને મોકલી શકો છો. સંપર્ક: +91 9924240334 અથવા તમામ માહિતી સાથે Contact Us પર જઈને ઈ-મેઈલ કરો.
Free register your company in GUJARAT BUSINESS DIRECTORY
સોસિયલ મીડિયા એકાઉન્ટ પર અમને જોઈન કરો.
FACEBOOK (EDITOR): https://www.facebook.com/profile.php?id=100015664217158
Facebook Page: https://www.facebook.com/Gujarat-Industrial-Times-2462648410416375
x: https://x.com/gujarat_times
Instagram: https://www.instagram.com/rajeshpateleditor_official/
YouTube URL: https://www.youtube.com/channel/UCHFESsRalcfqOLknlVhFBwQ
LinkedIn: https://www.linkedin.com/in/rajesh-patel-53624118/?originalSubdomain=in
‘ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ટાઈમ્સ’ના સમાચાર વિવિધ લેખો,માહિતી જો પસંદ આવે તો શેર કરશો!