ફ્લેશબેક: સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ
સુરત જેને એક “ટેક્સટાઇલ સિટી” તરીકે ઓળખવામાં આવે છે, તેનો ટેક્સટાઇલ ઉદ્યોગ સમૃદ્ધ ઈતિહાસ ધરાવે છે. ભારતના પશ્ચિમમાં સ્થિત, સુરત વર્ષોથી વિશ્વભરમાં ટેક્સટાઇલ ઉત્પાદન માટે જાણીતું છે. આ લેખમાં, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના ઈતિહાસ અને વિકાસ પર ઊંડાણપૂર્વક નજર નાખીશું.
પ્રારંભિક ઇતિહાસ
સુરત, શહેરની સ્થાપના ગોપી નામના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે, જેમણે 1516માં ગોપી જળાશયનું નિર્માણ કર્યું હતું અને આ વિસ્તારનું નામ સૂરજપુર અથવા સૂર્યપુર પાડ્યું હતું. 1520માં સુરત શહેરનું નામ પડ્યું. 1514 માં પોર્ટુગીઝ પ્રવાસી દુઆર્ટે બાર્બોસાએ સુરતને અગ્રણી બંદર તરીકે વર્ણવ્યું હતું. તેને પોર્ટુગીઝ (1512 અને 1530) દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું અને મુઘલો (1573) દ્વારા જીતી લેવામાં આવ્યું હતું અને મરાઠા રાજા શિવાજી (17મી સદી) દ્વારા તેને બે વખત કાઢી મૂકવામાં આવ્યું હતું. સુરત ત્યારપછી કાપડ અને સોનાની નિકાસ કરતું ભારતનું એમ્પોરિયમ બન્યું. તેના મુખ્ય ઉદ્યોગો કાપડ ઉત્પાદન અને શિપ બિલ્ડીંગ હતા. અંગ્રેજોએ સુરત (1612) ખાતે તેમની પ્રથમ ભારતીય ફેક્ટરી (વેપારી પોસ્ટ)ની સ્થાપના કરી. સમગ્ર 18મી સદી દરમિયાન શહેર ધીમે ધીમે ઘટતું ગયું. બ્રિટિશ અને ડચ બંનેએ કબજો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ 1800 માં તેનો વહીવટ અંગ્રેજોને સોંપવામાં આવ્યો હતો.
19મી સદીના મધ્ય સુધીમાં સુરત 80,000 રહેવાસીઓનું સ્થિર શહેર બની ગયું હતું. ભારતની રેલ્વેની શરૂઆત સાથે તે ફરીથી સમૃદ્ધ થયું. સુંદર મલમલ બનાવવાની પ્રાચીન કળા ફરી જિવંત થઈ, અને સુરતના કોટન, સિલ્ક, બ્રોકેડ અને સોના અને ચાંદીની વસ્તુઓ પ્રખ્યાત થઈ. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ૧૫મી સદીમાં શરૂ થયો હતો, સુરત એક મહત્વપૂર્ણ બંદર શહેર તરીકે વિકસ્યું હતું. સમુદ્ર માર્ગોથી જોડાયેલ હોય અને આંતરરાષ્ટ્રીય વેપારના જોડાણના લીધે ટેક્સટાઇલ ઉત્પાદનો માટે એક કેન્દ્ર બની ગયું. તે સમયે, પારંપરિક કળા અને હસ્તકલા દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રકારની કાપડ ઉત્પાદનો જેવા કે ઝરી અને હસ્તકળાનું કામ સમગ્ર દેશમાં અને વિદેશમાં પ્રસિદ્ધ થયું.
મુઘલ યુગ અને ઉદ્યોગનો વિકાસ
મુઘલ શાસન દરમિયાન સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ખુબજ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આ સમયગાળા દરમિયાન, સુરતની ઝરી (સોનેરી અને ચાંદીની ત્રાટકા વાળા કાપડ) અને હસ્તકળા આધારિત કાપડ મુઘલ દરબાર માટે ખાસ બનાવવામાં આવતા. સુરતના કારીગરો આ કળાઓમાં પારંગત હતા, અને તેમના ઉત્પાદનોએ મુઘલ શાસકોને
આકર્ષ્યા. સુરતના કાપડની યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના વેપારીઓ દ્વારા પણ ખૂબ જ માંગ હતી.
મુઘલ શાસન દરમિયાન, સુરત હેન્ડલૂમ પર વણાયેલા રેશમી કાપડ પર જરીની જટિલ ડિઝાઇન સાથે “કિનખાબ” બનાવવા માટે પ્રખ્યાત બન્યું હતું. કિનખાબ-બ્રોકડેસ અને સોના ચાંદીના કાપડના નમુનાઓ સુરત, 17મી સદી દરમિયાન વ્યાપક શ્રેણી અને ગુણોમાં પેઇન્ટેડ કવરિંગ્સની નિકાસ માટે અગ્રણી કેન્દ્ર તરીકે જાણીતું હતું, ‘કિનખાબી કાપડાની કોર’રે રાજ કોયલ બોલે’-આ ગુજરાતી લોકગીત કિનખાબ કાપડની સાંસ્કૃતિક મહત્તા અને તેનું કિંમતીપણું દર્શાવે છે.
ઇંગ્લિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની અને ટેક્સટાઇલ ઉદ્યોગ
ઇસ્ટ ઈન્ડિયા કંપનીના આગમન સાથે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં બદલાવ આવ્યા. જોકે પ્રારંભિક તબક્કામાં બ્રિટિશોની સાથે વેપાર વિકાસ થયો, સમય સાથે બ્રિટિશ કાપડ ઉદ્યોગના વિકસિત થવાના કારણે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી આવી. તેમ છતાં, સ્થાનિક સ્તરે ટેક્સટાઇલ ઉત્પાદન ચાલુ રહ્યું હતું,
આધુનિક યુગમાં ઉદ્યોગ
આઝાદી પછી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ જિવંત થયો અને તેના વિકસિત થયો. ૧૯૫૦ અને ૬૦ના દાયકામાં, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં મશીનરી અને આધુનિક ટેકનીકના આદાનપ્રદાન સાથે મશીન-આધારિત ઉત્પાદનમાં પરિવર્તન આવ્યું. સરકારના ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપતી નીતિઓ અને માલસામાનની સુરત બંદર હોવાથી માલ પરિવહન સુવિધાએ ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
પ્રિન્ટેડ ટેક્સટાઇલનો પ્રારંભ
૧૯૮૦ના દાયકામાં સુરત માટે ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવો યુગ શરૂ થયો, જ્યારે પ્રિન્ટેડ કાપડની માંગમાં વધારો થયો. ફેક્ટરીઓમાં ઓટોમેટેડ મશીનો અને સ્ક્રીન પ્રિન્ટિંગ ટેક્નોલોજીનું ચલણ આવ્યું, જેનાથી વિશાળ પ્રમાણમાં ઉત્પાદન શક્ય બન્યું. સુરતનું પ્રિન્ટેડ કાપડ આખા ભારતમાં પ્રસિદ્ધ બન્યું, અને સુરતને “ભારતનું માનચેસ્ટર” તરીકે ઓળખવામાં આવવા લાગ્યું.
વિવિધ કાપડ ઉત્પાદનો
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગે શા માટેનું નામ કમાવ્યું છે તેનાં મુખ્ય કારણો વચ્ચે તેની ઉત્પાદનોની વિવિધતા છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા ઉત્પન્ન કેટલાક મુખ્ય ઉત્પાદનોમાં સામેલ છે:
ઝરી વર્ક: આ કાપડ સોના, ચાંદી અથવા તાંબાના મિશ્રણવાળા રેશમ અને કપાસના તારથી વણવામાં આવે છે. [૧] ઝરીના દોરાનો ઉપયોગ સામાન્ય રીતે રેશમી કાપડમાં વણાટ દરમ્યાન કલાત્મક ભાત (ડિઝાઇન) બનાવવા માટે થાય છે. ઝરીને કાપડના વણાટાકામ સમયે અથવા હાથથી ભરતકામ દરમ્યાન વાપરવામાં આવે છે
સાડી અને દુપટ્ટા: સુરતની વિવિધ પ્રકારની સાડીઓ સમગ્ર ભારતમાં લોકપ્રિય છે.
પ્રિન્ટેડ અને ડીઝાઇનર કાપડ: વિવિધ પ્રકારના ડીઝાઇનર પ્રિન્ટ્સ અને ડિઝાઈન સાથેના કાપડ જે ફેશન ઉદ્યોગમાં ખૂબજ લોકપ્રિય છે.
ગૃહ ઉપકરણ કાપડ: પિલો કવર, પડદા, અને ટેબલ કવર્સ જે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે.
આર્થિક નજરે:
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ શહેરની આર્થિક પ્રવૃત્તિઓમાં મુખ્ય યોગદાન આપે છે. હજારો ફેક્ટરીઓ અને લૂમ્સ, જે હજારો કારીગરો અને મજૂરોને રોજગારી આપે છે, સુરતના આર્થિક વિકાસ માટે મુખ્યભૂત છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સુરતની GDPમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને નિકાસમાં અગ્રેસર છે.
ટેક્સટાઇલ ક્લસ્ટર્સ અને હબ
સુરતમાં વિવિધ ટેક્સટાઇલ ક્લસ્ટર્સ છે, જેમ કે કતારગામ, વડોદરા અને ઉધના, જે ટેક્સટાઇલ ઉદ્યોગના કેન્દ્ર તરીકે વિકસ્યા છે. આ વિસ્તારોમાં નાના અને મધ્યમ સાઇઝના ઉદ્યોગોનું એક મોટું નેટવર્ક છે, જે ટેક્સટાઇલ ઉત્પાદનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
નવા પડકારો અને તકો:
વર્તમાન સમયમાં, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવા પડકારોનો સામનો કરવો પડે છે જેમ કે વૈશ્વિક સ્તરે સસ્તી મજૂરી સાથે સ્પર્ધા, કાચા માલના વધતા ખર્ચ, અને પર્યાવરણીય નીતિઓ. તે છતાં, ઉદ્યોગના ભાગીદારો નવી ટેકનોલોજી
સતત લાગુ કરી છે જેમ કે ઈ-કોમર્સના ઉદય સાથે વૈશ્વિક બજારોમાં પ્રવેશ કરીને અગ્રેસર રહ્યા છે.
નવતર અભિગમો અને નવી ટેકનોલોજી
ટેક્સટાઇલ ઉદ્યોગમાં ડિજિટલ પ્રિન્ટિંગ, ઑટોમેશન, અને AI આધારિત ડિઝાઇન પદ્ધતિઓ જેમના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં અને ગુણવત્તા સુધારવામાં આવી રહી છે.
ભવિષ્ય માટે દિશા
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું ભવિષ્ય ઉજળું છે. સતત નવી ટેકનોલોજીને અપનાવી, વૈશ્વિક ફેશન ટ્રેન્ડ્સને અનુરૂપ રહેવું અને સરકારો દ્વારા સ્થિર અને ઉદ્યોગને આધાર આપતી અને રક્ષણ કરતી વાણિજયક નીતિઓ સુરતને ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વભરમાં અગ્રસ્થાન પર સ્થિર રાખી શકે છે.કેમ કે આ ઉદ્યોગ ગુજરાતની અસલી તાકાત અને સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા વિકસ્યો છે.અમૂક ઉદ્યોગો માત્ર મશીનથી નહિ પણ જે તે પ્રજાના ડી.એન.એ.માંથી બહાર આવેલ હોય છે અને એ ઉધોગમાં સરકારી નીતિઓ આધાર આપે તો દૂનિયામાં એની મોનોપોલી તોડવી એ અન્ય માટે મૂશ્કેલ બની રહે! સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનો ઈતિહાસ એ કલા, પરંપરા, અને આધુનિકતા વચ્ચેનો સુમેળ છે. વર્ષોથી આ ઉદ્યોગે વિશ્વભરમાં પોતાના સ્થાનને મજબૂત બનાવ્યું છે. આશા અને જાગૃતિ પણ રાખીએ કે હમેશા આ ઉદ્યોગમાં વિશ્વમાં આપણું નામ ઝળહળતું રહે!!