ચીની સાયબર ગેંગ સાથે જોડાયેલા બે ભારતીયો ઝડપાયા: અમદાવાદમાંથી VoIP કૉલ ફ્રોડનો પર્દાફાશ

0
29
ahmedbad-cyber-crime-gujarat-industrial-times
ahmedbad-cyber-crime-gujarat-industrial-times

ચીની સાયબર ગેંગ સાથે જોડાયેલા બે ભારતીયો ઝડપાયા: અમદાવાદમાંથી VoIP કૉલ ફ્રોડનો પર્દાફાશ

અમદાવાદ:
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. તેઓ ચીની સાયબર ક્રાઈમ સિન્ડિકેટ સાથે મળીને Voice over Internet Protocol (VoIP) કોલ્સ દ્વારા ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા હતા.

આસુચનાના આધારે પોલીસએ એસ.જી. હાઈવે પર આવેલી કેમ્બે ગ્રાન્ડ બિલ્ડિંગના 8મા માળે આવેલ ડેટા સેન્ટર પર રેડ પાડી હતી. અહીં **Set Square Learning Solution Pvt. Ltd.**ના ત્રણ સર્વર મળ્યા હતા, જેના માધ્યમથી આરોપીઓ TRAI અધિકારીઓનો ઢોંગ કરીને લોકોને ડિજિટલ અરેસ્ટ, રોકાણ અને અન્ય બહાનાંઓથી ભયભીત કરી છેતરપિંડી કરતા હતા.

આરોપીઓ લવકેશ કુમાર અને અનુરાગ ગુપ્તાએ SIP કનેક્શન દ્વારા દરરોજ સરેરાશ 65,000 VoIP કોલ કરીને લોકોને ફસાવ્યા હતા. તેમણે જર્મનીથી સર્વર ભાડે લઈ, તેને અમદાવાદમાં હોસ્ટ કરેલા સર્વર સાથે લિંક કર્યું હતું જેથી આંતરરાષ્ટ્રીય કોલ્સને સ્થાનિક તરીકે બતાવી શકાય.

હોંગકોંગ આધારિત કંપનીઓ QuickCom અને SnowFly માટે કામ કરતી ચીની નાગરિક સિન્ડી વાંગનો પણ આ ઓપરેશનમાં જોડાણ હોવાનું ખુલ્યું છે.

લવકેશ સામે હરિયાણામાં પહેલેથી વિઝા છેતરપિંડીનો કેસ નોંધાયેલો છે, જ્યારે અનુરાગ અગાઉથી કોલ સેન્ટર સાથે સંકળાયેલો છે અને અન્ય સાયબર કેસમાં પણ તેને જામીન મળ્યા હતા. બંને આરોપીઓએ જેલમાં મુલાકાત બાદ મળીને આ ફ્રોડ ઓપરેશન શરૂ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

હાલમાં સાયબર ક્રાઈમ વિભાગે IPC અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ, અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અને આ સમગ્ર નેટવર્કને ડિકોડ કરવા માટે તપાસ તેજ કરી દેવામાં આવી છે.