એશિયાનાં બંદરોએ રશિયન ક્રૂડતેલનાં ટેન્કરોનો ધસારો

0
227

એશિયાનાં બંદરોએ રશિયન ક્રૂડતેલનાં ટેન્કરોનો ધસારો
મુંબઈ,
યુક્રેન ઉપર ચડાઇ કરનાર રશિયાથી નારાજ થયેલા યુરોપિય દેશોએ રશિયાનાં ક્રૂડતેલની નિકાસ ઉપર પ્રતિબંધ મુકવાની કરેલી જાહેરાતનો અમલ થવાની તારીખ જેમ નજીક આવતી જાય છે તેમ એશિયાનાં વિવિધ બંદરો ઉપર રશિયાની પેટ્રોલિયમ પેદાશોના ટેન્કરોનો ધસારો વધી રહ્યો છે. હાલમાં સિંગાપોર તથા મલેશિયા સહિતનાં એશિયન બંદરો ઉપર આશરે 10 લાખ ટનથી વધારે માત્રામાં રશિયાનું હાઇ સલ્ફર ફ્યુલ ઓઇલ જમા થઇ ગયું છે.’
યાદ રહે કે રશિયાએ યુક્રેન ઉપર હુમલા કર્યા ત્યારે યુરોપિયન દેશોએ રશિયાની ક્રૂડતેલની નિકાસ ઉપર નિયંત્રણો જાહેર કર્યા હતા અને તેનો અમલ આગામી પાંચમી ડિસેમ્બર-22થી કરવાની જાહેરાત કરી હતી. આમ છતાં યુરોપિયન દેશોએ રશિયાના ક્રૂડતેલની ખરીદી ચાલુ રાખી હતી. આંકડા બોલે છે, નિયંત્રણોની જાહેરાત કર્યા બાદથી અત્યાર સુધીમાં યુરોપિયન દેશો 100 અબજ યુરોનું રશિયન ફ્યુઅલ ખરીદી ચુક્યા છે અને હજુ પણ દૈનિક 2600 લાખ યુરોનું બળતણ ખરીદી રહ્યા છે.””
એનર્જી એનાલિસીસ કંપની વૉરટેક્ષાએ ઓક્ટોબર-22ના છેલ્લા સપ્તાહમાં આપેલા આંકડા પ્રમાણે એશિયાનાં બંદરો પાસે રશિયન હાઇ સલ્ફર ફ્યુઅલ ઓઇલ (એચ.એસ.એફ.ઓ) ભરેલા ટેન્કરોનો આશરે 11 લાખ ટન માલનો સ્ટોક છે. ગત વર્ષે આ સમયગાળામાં રહેલા સ્ટોક કરતા આ લગભગ બમણો સ્ટોક છે. જે સંકેત આપે છે કે યુરોપનાં નિયંત્રણો બાદ રશિયા પોતાનું ક્રૂડતેલ અન્ય માર્ગેથી એશિયામાં પહોંચાડવાની તૈયારીમાં છે.’ આમ તો મધ્ય-પૂર્વમાં રશિયન બળતણની માંગ ઘટી રહી છે, પરંતુ અશિયાનાં અમુક વિસ્તારોમાં ઓક્ટોબર-22 તથા નવેમ્બર-22માં ક્રૂડતેલની વિક્રમી આયાત થવાની શક્યતા વૉરટેક્ષાએ વ્યક્ત કરી છે.’
મધ્ય-પૂર્વના દેશોએ જુલાઇ-22 તથા ઓગસ્ટ-22માં શિયા પાસેથી દૈનિક 210000 બેરલ ક્રૂડતેલની ખરીદી કરી હતી તે હાલમાં ઘટીને દૈનિક 90,000 બેરલે પહોંચી છે. બીજીતરફ એશિયામાં રશિયાનાં ક્રુડતેલની ખરીદી વધી રહી છે. પ્રાથમિક આંકડા બોલે છે કે ઓક્ટોબર-22 માં એશિયાએ રશિયા પાસેથી સરેરાશ દૈનિક 560000 બેરલ ક્રુડતેલની આયાત કરી છૈ જે સપ્ટેમ્બર-22ની તુલનાએ 50 ટકા જેટલી વધારે છે. આમ તો એશિયામાં’ સિંગાપોર, ચીન તથા ભારત, રશિયાના મોટા ગ્રાહકો છે.’
પરંતુ હાલમાં રશિયામાંથી નીકળેલા કુલ ક્રૂડતેલનો 30 ટકા જેટલો હિસ્સો સિંગાપોરનાં સ્ટોરેજ ટેન્કોમાં જમા છે. આ ઉપરાંત ઘણા ટેન્કરો મધદરિયે તરતાં પડ્યા છે.’ હજુ પણ યુરોપિયન દેશો રશિયા પાસેથી ક્રૂડતેલ લઇ રહ્યા હોવાના અહેવાલ છે. હવે જ્યારે પ્રતિબંધો સંપૂર્ણપણે અમલમાં આવશે, ત્યારે રશિયાને દૈનિક 30 લાખ બેરલ ક્રૂડતેલના વેચાણ માટેનું નવું બજાર ઉભું કરવું પડશે. જેના કારણે કદાચ રશિયાને વધુ સસ્તા ભાવે ક્રુડતેલ વેચવુ પડશે. સામાપક્ષે અમેરિકાના નેજા હેઠળનું સાત દેશોનું જૂથ પણ રશિયાનો ક્રુડતેલનો પુરવઠો જળવાયેલો રહે તથા પરવઠાને નહિવત્ અસર પડે તેની તરફેણમાં જણાય છે.