ભારતનું સર્વિસ સેક્ટર વૃદ્ધિના પંથે, 8 મહિના બાદ PMIમાં પોઝિટિવ ગ્રોથ

0
332

દિલ્હીઃ ભારતના મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ કામકાજ વધ્યા હોવાના સંકેત મળ્યા છે. ઓક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટરના PMIમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળ્યો છે જે છેલ્લા આઠ મહિનામાં પ્રથમ સકારાત્મક વૃદ્ધિ છે. આજે બુધવારે જાહેર થયેલ રિપોર્ટ મુજબ માંગમાં વૃદ્ધિને પગલે સર્વિસ PMI વધ્યો છે પરંતુ કોરોના મહામારીના પગલે કંપનીઓ દ્વારા કર્મચારીઓની છટણી ચાલુ રહી છે. ભારતનો ઓક્ટોબર મહિનાનો નિક્કેઇ માર્કિટ સર્વિસ પર્ચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) વધીને 54.1ના સ્તરે નોંધાયો છે, જે ફેબ્રુઆરી પછીનો સૌથી ઉંચો ગ્રોથ છે જ્યારે સપ્ટેમ્બરમાં PMI 49.8 નોંધાયે હતો. PMI ગ્રોથમાં 50ની ઉપરનું લેવલ પોઝિટિવ ગ્રોથ દર્શાવે છે જ્યારે 50ની નીચેનું લેવલ નકારાત્મકતાના સંકેત આપે છે. આઇએચએસ માર્કિટના ઇકોનોમિક્સ એસોસિએટ્સ ડિરેક્ટર પોલિયન ડે લિમા એ કહ્યુ કે, ભારતનું સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની સાથે કદમ મિલાવવા અને કોરોના મહામારીથી પડેલા ફટકાથી ફરી બેઠું થવાનો પ્રયત્ન કરી રહ્યું છે, આર્થિક સ્થિતિમાં સુધારો પ્રોત્સાહિત થતો દેખાઇ રહ્યો છે. સર્વિસ પ્રોવાઇડરોએ ઓક્ટોબર દરમિયાન નવા કામકાજ અને વ્યાવસાયિક ગતિવિધિઓમાં નક્કર વિસ્તરણના સંકેત આપ્યા છે. તેઓ ભવિષ્યના દ્રષ્ટિકોણ અંગે પણ સકારાત્મક હતા, પરંતુ આગામી વર્ષમાં ઉત્પાદન વૃદ્ધિની અપેક્ષા એ કોરોના મહામારી ઉપર નિર્ભર કરશે. સાર્વત્રિક માંગ પણ નજર રાખતા એક સબ-ઇન્ડેક્સે ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્ધિ દેખાડી છે, પરંતુ નિકાસ વેપારમાં સંકોચન હજી પણ યથાવત્ રહ્યુ છે. કારણ કે કોરોના મહામારીને પગલે હજી પણ દુનિયાના ઘણા દેશોમાં પ્રતિબંધ યથાવત્ છે તેના પગલે માંગ વધી શકી નથી માઈનસ રહેલો જીડીપી અર્થતંત્રમાં ચિંતા જન્માવે છે.