અદાણી ગ્રુપે એસીસી-અંબુજાના સંપાદન માટે લીધેલી $ 3.5 અબજની લોનનું પુનર્ગઠન કર્યું

0
166

અદાણી ગ્રુપે એસીસી-અંબુજાના સંપાદન માટે લીધેલી $ 3.5 અબજની લોનનું પુનર્ગઠન કર્યું  

 

 

મુંબઈ

અદાણી ગ્રુપે જણાવ્યું છે કે અંબુજા સિમેન્ટ્સ અને એસીસીને હસ્તગત કરવા માટે 10 આંતરરાષ્ટ્રીય બૅન્કોમાંથી લીધેલા 3.5 અબજ ડૉલરના ધિરાણ પૅકેજના પુન:ધિરાણનું કામકાજ પૂરું કર્યું છે.  

અદાણી ગ્રુપે કહ્યું કે, એન્ડેવર ટ્રેડ ઍન્ડ ઈન્વેસ્ટ લિ. દ્વારા અદાણી સિમેન્ટે કોઈપણ સુધારા-વધારા વગરનો નક્કર કરાર કર્યો છે. આ સુવિધાને કારણે અદાણી સિમેન્ટને એકંદરે 30 કરોડ ડૉલરનો ખર્ચ બચશે. આ લોન એશિયાની 10 સૌથી મોટી લોનમાંની એક છે.  

અંબુજા અને એસીસીના 6.6 અબજ ડૉલરના સંપાદન પછી અદાણી સિમેન્ટ દેશમાં સૌથી મોટી બીજા ક્રમની સિમેન્ટ કંપની બની છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મટીરિયલ ક્ષેત્રે સૌથી મોટું આ સંપાદન સપ્ટેમ્બર 2022માં પૂરું થયું હતું.  

કંપનીએ જણાવ્યું કે, 3.5 અબજ ડૉલરની લોનની સુવિધા સપ્ટેમ્બર 2022માં યોજવામાં આવેલી કૅપિટલ મૅનેજમેન્ટ યોજનાનું યોગ્ય અમલ થતો હોવાના સંકેત આપે છે. આ યોજના તબક્કાવાર રીતે અદાણી સિમેન્ટને દેવામુક્ત કરવા તરફની છે. હવે સિમેન્ટ કંપનીનું ઈબિટ્ડા સામે કુલ દેવું બે ગણાની અંદર છે. 

આ સોદાને ડીબીએસ બૅન્ક, ફર્સ્ટ અબુ ધાબી બૅન્ક, બર્કલેસ બૅન્ક પીએલસી, બીએનપી પરિબા, ડોઈશ બૅન્ક એજી, સ્ટાન્ડડર્ડ ચાર્ટર્ડ બૅન્ક સહિતની 10 આંતરરાષ્ટ્રીય બૅન્કે ધિરાણ આપ્યું હતું. તેમણે સોદા માટે મુખ્ય આયોજક અને બુક રનર તરીકેની કામગીરી નિભાવી હતી. આ ધિરાણ માટે સાયરિલ અમરચંદ મંગલદાસ, લેથમ અનેડ વોટકિન્સ બોરોઅર્સના કાઉન્સિલ કરીકેની કામગીરી નિભાવી હતી. એલેન ઍન્ડ ઓવેરી એલએલપી, તલવાર ઠાકોર ઍન્ડ ઍસોસિયેટ્સે કાનૂની કાઉન્સેલ તરીકેની કામગીરી કરી હતી.  

જોકે, કંપનીએ ભાવ સંબંધિત વિગતો આપી નથી. અગાઉ જાણકાર સૂત્રોએ કહ્યું હતું કે, લોન સિક્યોર્ડ ઓવરનાઈટ ફાઈનાન્સ રેટ બેન્ચમાર્કના અૉલ-ઈન-કોસ્ટમાં 400-500 બેસિસ પૉઈન્ટ્સ પ્રમાણે હશે.