નોવા એગ્રીટેક લિમિટેડનો IPO આવતા અઠવાડિયે ખુલશે: 23થી 25 જાન્યુઆરી સુધી અરજી કરી શકો છો.

0
29

નોવા એગ્રીટેક લિમિટેડનો IPO આવતા અઠવાડિયે ખુલશે: 23થી 25 જાન્યુઆરી સુધી અરજી કરી શકો છો.

નોવા એગ્રીટેક લિમિટેડનો IPO આવતા અઠવાડિયે જાહેર સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપની આ ઈસ્યુ દ્વારા ₹143.81 કરોડ એકત્ર કરવા માગે છે.

રિટેલ રોકાણકારો આ IPO માટે 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 31 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

જો તમે પણ આ IPOમાં પૈસા રોકવાનું વિચારી રહ્યા છો, તો માહિતી આ મૂજબ છે.

લઘુત્તમ અને મહત્તમ કેટલી રકમનું રોકાણ કરી શકાય છે?

આ IPO માટે, રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા એક લોટ એટલે કે 365 શેર માટે અરજી કરવી પડશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ ₹39-₹41 પ્રતિ શેર નક્કી કર્યું છે. જો તમે ₹41ના IPOના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹14,965નું રોકાણ કરવું પડશે. છૂટક રોકાણકારો વધુમાં વધુ 13 લોટ એટલે કે 4745 શેર માટે બિડ કરી શકે છે, જેના માટે તેમણે ₹194,545નું રોકાણ કરવું પડશે.

કંપની ₹112 કરોડના નવા શેર ઈસ્યુ કરશે

આ ઈસ્યુ માટે કંપની ₹112 કરોડના 27,317,073 નવા શેર ઈશ્યુ કરશે. જ્યારે, કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા ₹31.81 કરોડના મૂલ્યના 7,758,620 શેર્સનું વેચાણ કરશે.

તમે રોકાણ પર 48.78% વળતર મેળવી શકો છો

IPO ખુલ્યો તે પહેલાં, કંપનીના શેર્સ ગ્રે માર્કેટમાં 48.78% એટલે કે ₹20 પ્રતિ શેરના પ્રીમિયમ પર પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં, ₹41ના ઉપલા પ્રાઇસ બેન્ડ અનુસાર, તેનું લિસ્ટિંગ ₹61 પર થઈ શકે છે.

નોવા એગ્રીટેક લિમિટેડની સ્થાપના મે 2007માં કરવામાં આવી હતી

મે 2007માં હૈદરાબાદમાં સ્થપાયેલ નોવા એગ્રીટેક લિમિટેડ એવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે જે ખેડૂતોને વધુ સારા પાક ઉગાડવામાં મદદ કરે છે. કંપની મુખ્યત્વે ત્રણ બાબતો પર ફોકસ રાખીને ઉત્પાદનો બનાવે છે, જેમાં જમીનનું સ્વાસ્થ્ય, છોડનું પોષણ અને પાક સંરક્ષણનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી મૂજબ કંપની પાસે કુલ 6292 પ્રોડક્ટ છે.