90 ટકા રકમ રોકડ લઈને 10 ટકા રકમના જ દસ્તાવેજ બનાવવમાં આવતા હતા
અમદાવાદ, તા. ૧૬ ફેબ્રુ.
અમદાવાદના જાણીતા ત્રણ બિલ્ડર ગ્રુપને ત્યાં છેલ્લા 5-6 દિવસથી આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે. અમદાવાદના આ ત્રણેય બિલ્ડર ગ્રુપ પર દરોડામાં આવક વેરા વિભાગને 10 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.’
અમદાવાદના શિવાલિક, શિલ્પ અને શારદા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા 5-6 દિવસથી તપાસ કરી રહ્યુ છે. આવકવેરા વિભાગના દરોડામાં 10 કરોડની રોકડ મળી છે, ઉપરાંત 3.5 કરોડ રૂપિયાના બિનહિસાબી દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. આવકવેરા અધિકારીઓએ હજુ સુધી એક લોકર જ ખોલ્યું છે. બીજું લોકર ખોલીને આજે તપાસ કરાશે. આવકવેરા વિભાગને હજુ વધારે બિનહિસાબી નાણું મળવાની શક્યતા સેવાઈ રહી છે. આ તમામ જૂથની ઓફિસ અને ઘરેથી મળેલા ઈલેક્ટ્રોનિક ડેટા અને અન્ય વ્યવહારોની તપાસ હજુ બાકી છે. આ તમામ ડેટાનું વિશ્લેષણ અને વેરિફિકેશન હાથ ધરવામાં આવશે. આ ડેટાના આધારે પણ મોટી બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે.’
આવકવેરા વિભાગના 150 અધિકારીઓએ પાડેલા દરોડા દરમિયાન એક કરોડ રૂપિયાની રોકડ અને ૨૦ બેંક લોકર સીલ કરવામાં આવ્યા તો બિલ્ડર જૂથનો મહત્વનો ડિજિટલ ડેટા પણ જપ્ત કરાયો છે. આઇટી અધિકારીઓને 500 કરોડ રૂપિયાના બિનહિસાબી દસ્તાવેજ પણ મળ્યા છે.’
આયકર વિભાગના અધિકારીઓ ગ્રાહકો બનીને બિલ્ડર્સની ઓફિસમાં જતા હતા અને ઝીણામાં ઝીણી અનેક વિગતો મેળવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.