સુરતની ટેક્સ્ટાઇલ મશીનરીમાં કરોડોનું નવું રોકાણ શરૂ થયું

0
121

સુરતમાં મહિને 500 નવાં ટેક્સ્ટાઇલ મશીનો બેસાડવામાં આવી રહ્યાં છે’

સુરત, તા. ૧૨ ફેબ્રુ.’
કોરોનાના કપરાકાળનો તબક્કો હવે પૂર્ણ થઇ રહ્યો છે અને ફરીથી ઉદ્યોગ-ધંધાની ગાડી પાટે ચઢી રહી છે. ઉદ્યોગકારો નવી મશીનરીમાં રોકાણ વધારી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. એકમોએ કરોડોની મશીનરી ખરીદી છે અથવા ઓર્ડર આપી દીધાં છે.’
ઉદ્યોગકારો મશીનરીમાં રોકાણ કરી રહ્યા છે,જમીન અને બાંધકામના ક્ષેત્રમાં કામકાજ વધ્યું છે. જે ઉદ્યોગકાર પાસે પરંપરાગત લૂમ્સ ધરાવે છે તેઓ આધુનિક લૂમ્સમાં પરિવર્તિત થઇ રહ્યા છે. રેપીયર જેકાર્ડ, વોટર જેટ, એરજેટની સાથે નીટીંગ અને વોર્પ નીટીંગમાં ડીમાન્ડ ઉઘડી છે. મહિને ૫૦૦થી વધુ ટેક્સટાઇલના મશીનો સુરતમાં ઈન્સ્ટોલ થઇ રહ્યા છે.
રેપીયરની કિંમત રૂપિયા ૬૦ હજાર ડોલરની આસપાસ છે મોટાભાગે છ થી આઠની સંખ્યામાં ઉદ્યોગકાર ઇન્સ્ટોલ કરે. વોટર જેટની કિંમત ૧૧ હજાર ડોલરની આસપાસ થાય છે મોટાભાગે ઉદ્યોગકારો ૨૪ થી શરૂ કરીને ૯૬ હાજર ડોલર સુધી ઈન્સ્ટોલ કરાવતા હોય. જ્યારે એરજેટની કિંમત વીસ થી પચીસ લાખની આસપાસ થતી હોય છે.’ વિસ્કોસ માટે સૌથી વધુ ઉદ્યોગકારો આ મશીનરી ઈન્સ્ટોલ કરાવે છે.”
     કાપડઉદ્યોગમાં આધુનિક મશીનરી હોય તો ચોક્કસ આપણે નિકાસના નિર્ધારિત લક્ષ્યાંકો મળીશકે તેમ છે. આયાતી ફેબ્રિકનો માલ પણ ઘટશે.’
ટેક્સટાઇલ શહેર સુરતમાં દેશનું ૮૦ ટકા મેન-મેડ ફેબ્રીકનું ઉત્પાદન થાય છે. વિકાસના નવા પરિમાણો હાંસલ કરવા માટે પાછલા દોઢ દસકામાં આધુનિક મશીનરીઓ વધારો થયો છે. જેના સારા પરિણામો આપણી સામે છે. કેન્દ્રની ટફ(ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ) જેવી યોજના સથવારે ઉદ્યોગકારો આધુનિક મશીનરી લગાવી શક્યા અને આગામી વર્ષોમાં હજુય કેટલીય નવી મશીનરીઓ પાછળ રોકાણ કરવા ઉદ્યોગકારો તત્પર હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા ટેક્સટાઇલ મશનીરીનું પ્રદર્શન સીટેક્ષમાં સ્થળ પર અઢીસો કરોડથી વધુ અત્યાધુનિક મશીનરીના ઓર્ડર પ્રદર્શનકારી કંપનીઓને મળ્યા હતા. આવતા મહિને યોજાનાર સીટેક્ષ-રમાં બમણા ઓર્ડર મળવાની આશા છે.”
         ટફ યોજનામાં અનેક એવી ટેક્સટાઇલ મશીન છે જેને સમાવવામાં આવી ન હોવાના કારણે ઉદ્યોગકારો યોજનાનો લાભ લઇ શક્યા નથી. ટફ યોજનાની અનેક ફાઇલો અટવાઇ છે. જો કે, કેન્દ્રની ટફના સ્થાને આવનારી નવી ટીટીડીએસ યોજનામાં વોર્પ નીટીંગની અનેક મશીનોને સમાવિષ્ટ કરાવવા માટે ઉદ્યોગકારોએ કેન્દ્રમાં રજૂઆત કરી છે. જેથી સુરત અને આજુબાજુના વિસ્તારમાં નવી મશીનરી પાછળ રોકાણ થાય અને રોજગારીની નવી તક સર્જાય તેવી શક્યતા જણાય છે.