ગુજરાતભરમાં આવતીકાલે સીએનજી પમ્પ ધારકો હડતાળ પર ઉતરશે

0
255

CNG Operators Strike in Gujarat: સીએનજી વેચાણના કમિશનને લઈને આવતીકાલે એટલે કે 17 ફેબ્રુઆરીએ ગુજરાતના 1200 સીએનજી પંપ પર બપોરના 1થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવાનો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સીએનજીના વેચાણ પર મળતા કમિશનના દરો નહી વધારાતા પમ્પ ધારકો દ્વારા વિરોધ કરવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં આવતીકાલે સીએનજી પમ્પ ધારકો હડતાળ પર ઉતરશે તેવી વિગતો સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર CNGના વેચાણમાં કમિશનનને લઈને ડિલરો આવતીકાલે હડતાળ પર ઉતરશે. સીએનજીના વેચાણપર મળતા કમિશનના દરો નહી વધારાતો પમ્પ ધારકો દ્વારા વિરોધ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યના તમામ 1200 જેટલા સીએનજી પમ્પ દ્વારા બપોરે 1થી 3 વાગ્યા સુધી સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવામાં આવશે તેવો ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here