અલંગને પાકિસ્તાન-બાંગ્લાદેશની નડતી સ્પર્ધા

0
110

ભાવનગર, તા. ૧૬ ફેબ્રુ.
અલંગ શિપયાર્ડમાં ચાલુ વર્ષે જાન્યુઆરી ફેર દરમિયાન ૧૩ જેટલા  જહાજ તોડકામ માટે આવ્યા હોવાનું પ્રતિનિધિ જણાવે છે. અગાઉના વર્ષ ૨૦૨૧-22 ના સમગ્ર વર્ષ દરમિયાન (કોરોના કાળ સહિત) કુલ ૧૮૭  જહાજ ભાંગવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે અલંગ ખાતે કુલ ૧૧૫ થી વધુ શિપ તોડકામ વાડા (બ્લોક) કાર્યરત છે. જેમાંથી અંદાજે ૮૦ જેટલા વાડા હૉંગકૉંગ કન્વેન્શન પ્રમાણે પર્યાવરણીય (ગ્રીન) તોડકામ સગવડો સાથેના તૈયાર થઈ ચૂક્યા છે. જોકે પાકિસ્તાન-બાંગ્લાદેશ સાથેની સ્પર્ધાને લીધે અત્યાધુનિક સગવડો સામે અલંગને શિપ તોડકામમાં અવરોધ નડી રહ્યો છે. જેનું કારણ પાકિસ્તાન – બાંગ્લાદેશની સ્પર્ધા છે.
શિપ રિસાઈક્લિગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કાર્યકારી સચિવ હરેશ પરમારના જણાવ્યા મૂજબ અલંગ ખાતે વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણેની સગવડો હોવા છતાં અત્યાર સુધીનો અનુભવ છે કે તેનો લાભ અલંગને પૂરતો મળ્યો નથી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પર્યાવરણીય નિયમો પ્રમાણમાં હળવા હોય છે જેથી તેમને તોડકામ ખર્ચ ઓછો આવે છે. જેથી અલંગમાં જહાજ ઓછા આવી રહ્યા છે.”
તેમણે કહ્યું કે પાકિસ્તાન – બાંગ્લાદેશ ખાતે જહાજ તોડકામનો ખર્ચ ઘટવાથી ૬૫૦  ડૉલર સુધીના ભાવ ચૂકવીને ત્યાંના શિપબ્રેકર જહાજ ખરીદે છે. જે અલંગ ખાતે તોડકામ ખર્ચ વધુ હોવાથી અહીંના શિપબ્રેકરો ૬૦૦ ડૉલર સુધી જ ખરીદ કિંમત ચૂકવી શકે છે.’
જેથી પણ અલંગને ગેરલાભ થઈ રહ્યો છે.”
તેમણે માહિતી આપી કે શિપબ્રાકિંગના ભંગારથી પાકિસ્તાનમાં વધુ લોખંડ ઉત્પાદન થઈ રહ્યું છે, કારણ કે પાકિસ્તાનમાં ખનિજની ખાણ નથી. જ્યારે ભારતમાં અમારા ક્રેપનો ઉપયોગ ઓછો થાય છે. જે એક વધુ કારણ છે કે જેથી આપણી પાકિસ્તાન સાથેની સ્પર્ધાત્મકતા ઘટી છે.”
દરમિયાન, એસોસિયેશન દ્વારા યુરોપ સહિતના દેશોમાં યોજાતા શિપબ્રાકિંગ સેમિનારોમાં અલંગ ખાતે વર્લ્ડ સ્ટાન્ડર્ડની સગવડોનો ધૂમ પ્રચાર થઈ રહ્યો છે. તેમને આશા છે કે વૈશ્વિક સ્તરે વધુને વધુ પર્યાવરણીય જાગૃતિનો લાભ આજે નહીં તો કાલે અલંગને જરૂર મળશે