ઘરે જ જાતે કરી શકાશે કોરોના ટેસ્ટ, આવી ગઇ આ કિટને મંજૂરી!

0
502

ઘરે જ જાતે કરી શકશો કોરોના ટેસ્ટ, આવી ગઇ આ કિટને મંજૂરી વોશિંગટન : હાલમાં કોરોના વાયરસનો ટેસ્ટ હોસ્પિટલો અથવા તો પ્રાઇવેટ લેબમાં કરવામાં આવે છે. ત્યારે હવે વિજ્ઞાનીઓએ તેને વધારે સરળ બનાવ્યુ છે. હવે કોરોનાની તપાસ તમે ઘરે જ કરી શકશો. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી છે. જેની ખાસ વાત એ છે કે આ ટેસ્ટ કિટ માત્ર 30 મિનિટની અંદર પોઝિટિવ અથવા તો નેગેટિવનો રિપોર્ટ આપી દે છે. આ સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યૂકિરી હેલ્થ દ્વારા કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ કિટ વડે તમે જાતે જ નાકમાંથી સ્વાબ સેંપલ લઇને ટેસ્ટ કરી શકો છો કે તમને કોરોના છે કે નહીં. અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર 14 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો આ કિટના ઉપયોગ વડે ટેસ્ટ કરી શકે છે. 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોના સેમ્પલ કોઇ સ્વાસ્થ્યકર્મી જ લઇ શકશે. તેમને જાતે અથવા તો પરિવારના વ્યક્તિને સેમ્પલ લેવાની મંજૂરી મળી નથી. અત્યાર સુધી કોરોના ટેસ્ટ માટે ઘરે ઘરે જઇને લોકોના સેમ્પલ લેવામાં આવતા હતા, જેના પરિણામ આવવામાં પણ સમય લાગતો હતો. પરતું હવે આ નવી કિટના ઉપયોગથી તે એકદમ સરળ બની જશે અને પરિણામ પણ ઘરેબેઠા જ મળી જશે. આ સેલ્ફ ટેસ્ટ કીટનો ઉપયોગ હોસ્પિટલોમાં પણ કરી શકાશે. રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકામાં રસીકરણ પ્રોગ્રામ ઉપર પણ કામ ચાલી રહ્યું છે. વા આશા છે કે ડિસેમ્બરના અંતમાં અમેરિકાના લગભગ 2 કરોડ લોકોને રસી આપવામાં આવશે. તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં કોરોનાની રસીકરણનું કામ આવતા વર્ષે એપ્રિલથી જુલાઇ વચ્ચે પુરુ થઇ જશે.ભારતમાં ૨૦૨૪ સુધીમાં સંપૂર્ણ રસીકરણની આશા વ્યકત કરવામાં આવી છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here