વિશ્વમાં ઈ-કોમર્સ ઉદ્યોગ ક્ષેત્રે ભારત નંબર બે સ્થાને!

0
32

વિશ્વમાં ઈ-કોમર્સ ઉદ્યોગ ક્ષેત્રે ભારત નંબર બે સ્થાને!

કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે સરહદ પાર વેપાર કરવો સરળ અને સુગમ હોય. એવું એટલા માટે કે સરહદ પાર વેપાર વૈશ્વિક ઓનલાઇન ખરીદદારીનો એક મોટો હિસ્સો છે, જેથી વેપાર-વ્યવસાય માટે ભારતમાં કામ કરવું સરળ બને.

વૈશ્વિક કોરોના રોગચાળા પછી આમ પણ વેપારીઓ ઓનલાઇન બિઝનેસ કરવામાં અને ગ્રાહકો ખરીદી કરવામાં વધુ રસ ધરાવતા થયા છે. શિપરોકેટની શિપિંગ સેવા, શિપરોકેટ એક્સ.- જે વ્યવસાયોમાં ઓનલાઇન પ્રોડક્ટ વેચવામાં મદદ કરે છે, એણે ધ સ્ટેટ ઓફ ક્રોસ-બોર્ડર ટ્રેડ નામનો એક સર્વે કર્યો છે. આ સર્વેમાં એ વિશે રસપ્રદ માહિતી મળી છે. ભારત સરહદ પાર વેપાર મામલે નવમું સ્થાન ધરાવે છે, કેમ કે ભારતની કુલ માલસામાનની નિકાસ સતત બે ત્રિમાસિકથી 100 અબજ ડોલરથી વધુ રહી છે. 2021ના છેલ્લા ત્રિમાસિકમાં એ રકમ 105.8 અબજ ડોલરે પહોંચી હતી.

વળી, સરકાર સક્રિય રીતે ભારતમાં નિકાસ ક્ષેત્રને ટેકો આપી રહી છે. એ ટેકાને લીધે નાણાં વર્ષ 2022માં નિકાસથી 417 અબજની કમાણી કરવામાં મદદ કરી છે. ભારતના વિવિધ ભાગોમાંથી 15 જૂથોએ અન્ય દેશોને વેચવામાં આવતા માલસામાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રોમાં ગુજરાતે કુલ નિકાસમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. ત્યાર બાદ રાજસ્થાન અને દિલ્હી છે.ભારતના વિવિધ ભાગોમાંથી લોકો વિશ્વભરના ગ્રાહકોને પોતાની પ્રોડક્ટ વેચી રહ્યા છે. શિપરોકેટના સહસંસ્થાપક અક્ષય ગુલાટીએ કહ્યું હતું કે ભારતમાં નાના વેપાર- MSMEનું મોટું યોગદાન હોય છે. ભારતમાં ઈ-કોમર્સ એટલું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે કે વિશ્વમાં બીજો ઈ-કોમર્સ ઉદ્યોગ ભારતનો છે. ભારતમાં લાખ્ખો MSME એકમો છે, જે અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક સર્વે મુજબ ઈ-કોમર્સ નિકાસની સંભાવના વર્ષ 2030 સુધીમાં 200થી 300 અબજ ડોલરની છે.