નવા હિરાસર ઍરપોર્ટના રનવે પરથી ઓગસ્ટમાં ફ્લાઇટ શરૂ થવાની શક્યતા!

0
200

રાજકોટ, તા. 15 ફેબ્રુ.’
રાજકોટ શહેર નજીક ગ્રીનફિલ્ડ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે અને ઓગસ્ટ મહિનામાં ફલાઇટ ઉડાન ભરે તે માટે તમામ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે, બહુ ટૂકાગાળામાં નવા એરપોર્ટ પરથી ઉડાન ભરશે અને ફ્લાઇટની સંખ્યામાં પણ મોટો વધારો થશે ત્યારે લોકોને આવવા જવા માટે હરિફાઇયુક્ત ભાડાની પણ ઓફરો થઇ શકે છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે એરપોર્ટનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. ત્રણ તબક્કાની કામગીરીમાં બાઉન્ડ્રી વોલનું કામ 99 ટકા પૂર્ણ થઈ ગયું છે. જ્યારે રન-વે પણ 90 ટકા પૂરો થઇ ગયો છે. રન-વેમાં બોક્સ કલ્વર્ટનું કામ બાકી રહ્યું છે. તેમજ એટીસી ટાવર પણ ઉભો કરવામાં આવ્યો છે.’
હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ માટે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ એનવાયર્મેન્ટ અને ડેવલપમેન્ટ કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં જ બન્ને સમિતિની રચના કરાયા બાદ એરપોર્ટ નજીક નડતરરૂપ કામગીરી આ બન્ને કમિટી કામગીરી થશે.’
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, આગામી માર્ચ-એપ્રિલમાં રન-વેનું કામ પૂર્ણ થઇ જશે. એરપોર્ટ માટે સર્વિસ રોડ અને મેઈન રોડનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. નેશનલ હાઈ-વે હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા એક ફ્લાય ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. રૂા.99 કરોડના ખર્ચે મુંબઈના એરપોર્ટ જેવો જ ફ્લાય ઓવર બનનાર છે. જે કામ હજુ શરૂ થયું નથી પરંતુ, ટૂંક સમયમાં તે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવનાર છે. એરપોર્ટ પહોંચવા માટે ટેક્સી-વેનું પણ કામ ચાલી રહ્યું છે. ચાર વીંગમાં એરપોર્ટનું કામગીરી થઈ રહી છે. તેમાંથી ત્રણ વિંગના કામ પ્રગતિ હેઠળ છે. આગામી ઓગષ્ટમાં ટેસ્ટીંગ ફ્લાઇટ શરૂ કરવાની વિચારણા છે તે કામ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થઈ જશે. ઉપરાંત કાર્ગો કોમ્પ્લેક્ષ પણ બનાવવામાં આવનાર છે તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એવી માહિતી મળી છે.