વેપારીઓ માટે આવ્યું પોતાનું ઈ-કૉમર્સ પોર્ટલ, અહીં નહીં વેચાય ચાઈનીઝ સામાન!

0
603

નવી દિલ્હી : વિદેશી કંપનીઓની માલિકીના ઇ-કોમર્સ પોર્ટલ સાથે સ્પર્ધા કરવા દેશના નાના અને મધ્યમ વેપારીઓ ઈ-કોમર્સ પોર્ટલ લાવી રહ્યા છે. ‘BharatEMarket’ નામના આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલના લોકોને કેન્દ્રીય વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ અને કેટલાક વેપારી નેતાઓ દ્વારા લોન્ચ કરાયો હતો. આગામી ડિસેમ્બર સુધીમાં તેને જીવંત બનાવવાની યોજના છે.
ભારતઈમાર્કેટ પોર્ટલ પર ચીનમાં બનાવેલ કોઈ પણ ચીજવસ્તુ વેચવામાં આવશે નહીં.

દેશના કરોડો વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ટ્રેડર્સે (CAT) આ મહત્વાકાંક્ષી ઇ-કોમર્સ પોર્ટલ ‘BharatEMarket’ને ક્રાંતિકારી પગલું ગણાવ્યું છે. CATએ જણાવ્યું કે, આ પોર્ટલ દેશના ઈ-કોમર્સ બિઝનેસમાં ભારતના વેપારીઓ અને ઈ-કોમર્સ વેપારને વિદેશી ઈ-કોમર્સ કંપનીઓની ચુંગાલમાંથી આઝાદ કરાવશે. CATએ જાહેરાત કરી છે કે, ભારતઈમાર્કેટ પોર્ટલ પર ચીનમાં બનાવેલ કોઈ પણ ચીજવસ્તુ વેચવામાં આવશે નહીં. દરેકને સમાન તક મળી રહે એ આશય છે.