અમારા પ્રતિનિધિ તરફથી’
વડોદરા, તા. 3 મેં
કાચા માલના ભાવમાં બેફામ વધારાને લીધે’ કાગળના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. તેથી’ સ્ટેશનરી, ચોપડા, કૅલેન્ડર, નોટબુકો અને ચોપડીઓના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. અધૂરામાં પુરું પેટ્રોલ-ડીઝલના અતિ ભાવવધારાના લીધે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું છે એટલે બેવડો માર પડ્યો હોવાનું’ પેપરના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે..પેપરમિલ માલિકોના મતે આ વર્ષે નોટબુક, ચોપડા, લેટર પેડ ખૂબ જ મોંઘા થઇ ગયા છે. પેપરમાં વપરાતા કેમિકલમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતા ટ્રાન્સપોર્ટ માં ભાવ વધારો થયો છે.’ સરવાળે કાગળ મોંઘો થયો છે.’
તેમનું કહેવાનૂસાર નોટબુક મોંઘી થવાથી શાળા કોલેજના વિદ્યાર્થીઓને આકરો ભાવવધારો ચૂકવવો પડશે. ચોપડા 30-40 ટકા મોંઘા થઇ ગયા છે. વડોદરામાં 150થી 200 પ્રિન્ટીંગ પ્રેસ આવેલા છે. બધાનો નફો ઘટ્યો છે અને રોકાણ વધી ગયું છે.’
પેપરની કિંમગ વધી જતા પેપર, હાર્ડબોર્ડ, આર્ટ બોર્ડ, કોપીયર, પેકેજીંગ પેપર અને પ્રિન્ટીંગ પેપર માં 30 થી 40 ટકાનો ભાવ વધારો થઇ ગયો છે. આ ભાવ વધારાનુંચક્ર બે મહિના ચાલશે ત્યારબાદ થોડા ભાવ ઘટશે પરંતુ દસ ટકાથી વધારે ઘટાડો થાય એવું લાગતું નથી.’ આ ભાવવધારો પેપર મીડિયા જગત તેમજ પેપર પેકિંગ કરતી તમામ પ્રોડક્ટ્સમાં ભાવવધારામાં પરિણમ્યો છે.