મધુવન ગોલ્ડ આર્ટ
જૂની બજાર,પાણી દરવાજા રોડ,અમરેલી
ફોન: 94264 23006
The Best Jewellery Showroom in Amreli District
(Gold/Silver/Real Diamonds Jewellery Specialities ,E-Commerce Business)
અમરેલીમાં મધુવન ગોલ્ડ આર્ટ સોનાચાંદીના આભૂષણોના સર્જનમાં ઉત્કૃષ્ટ કારીગરી, ગુણવત્તા, વિશ્વનીયતા તેમજ વેચાણ બાદની સેવાઓ માટે વ્યાપકપણે જાણીતું નામ છે. વિવિધ પ્રસંગો માટે હાથબનાવટ તેમજ ડિઝાઇનર,એન્ટિક અને આધુનિક આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે જે પહેરનાર દરેક વ્યક્તિ માટે સંપૂર્ણતાનો અહેસાસ પ્રદાન કરે છે. સાલ ૨૦૦૦માં શ્રી ચંદ્રેશભાઈ ધોળકિયા દ્વારા સ્થાપિત મધુવન ગોલ્ડ આર્ટ ૩૪૬૧ કરતા પણ વધુ જેટલી આઈટમો સાથે ૯૧૬ સોનાના દાગીના, ૯૨૫ સ્ટર્લિંગ સિલ્વર જ્વેલરી, રિયલ ડાયમંડ જ્વેલરી અને ૧ ગ્રામ સોનાના દાગીનામાં નવીનતમ ડિઝાઇન અને શૈલી લાવનારા અમરેલીના અગ્રણી જ્વેલર્સ છે.
બજારનો અનુભવ તેમજ સમયની સાથે અને ગ્રાહકોની અપેક્ષા પર ખરા ઉતારવાનો સતત પ્રયાસ અને તેમને મળેલ સફળતા અન્ય ઘણા જ્વેલરી રિટેલરો કરતાં તેમને અલગ ઉંચાઈ પર પ્રસ્થાપિત કરે છે. મધુવન ગોલ્ડ આર્ટ ઈ-કોમર્સ જેવા પ્લેટફોર્મ પર www.madhuvangold.in તેમજ મોબાઈલ યુઝર્સને ધ્યાનમાં લઈ એન્ડ્રોઇડ અને એપલ એપ્લીકેશન દ્વારા ગ્રાહકોને ઘેરબેઠા ખરીદીની સુવિધા આપી છે. સોસીયલ મીડિયામાં પણ મધુવન ગોલ્ડ આર્ટની હાજરી તેમને એક વિશ્વસનીય અને મજબુત બ્રાન્ડ તરીકે સ્થાપિત કરે છે.ગ્રાહકોને આભૂષણો માટે ફ્રી ઇન્સ્યુરન્સ જેવી વિવિધ સેવાઓ ગ્રાહકોમાં મધુવન ગોલ્ડ આર્ટની લોકપ્રિયતા,ગ્રાહકોને વેચાણબાદની સેવાઓ,ઈ-કોમર્સ-સોસીયલ માર્કેટિંગ જેવા વિવિધ બાબતોને ધ્યાનમાં લેતા મધુવન ગોલ્ડ આર્ટ The Best Jewellery Showroom in Amreli District (Gold/Silver/Real Diamonds Jewellery Specialities ,E-Commerce Business) એવોર્ડ વિજેતા બન્યું છે. મધુવન ગોલ્ડ આર્ટ ઉતરોત્તર પ્રગતિ કરતું રહે એવી હાર્દિક શુભેચ્છાઓ!