લોધીકામાં ખનીજ(મોરમ)ચોરીનો ચાલતો ખુલ્લેઆમ કારોબાર! વિકાસ કોનો ચાલી રહ્યો છે?

0
329



લોધીકામાં ખનીજ(મોરમ)ચોરીનો ચાલતો ખુલ્લેઆમ
કારોબાર!!!!!
વિકાસ’ કોનો ચાલી રહ્યો છે?

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ,લોધિકા

ગુજરાતના વિવિધ સરકારી ખાતાઓ અને તેના અધિકારીઓ દ્વારા વિવિધ ભ્રષ્ટાચારના જાતજાતના કિસ્સાઓ હવે સામાન્ય સ્વરૂપે બહાર આવતા રહે છે છતાં કોઈ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ગામડાઓની ગૌચર અને ખરાબાની જમીનો પર ભૂમાફિયાઓઓનો કબજો કરવાના બનાવો સાથે હવે  ખાણ ખનિજ સંપતિની બેફામ ચોરી દ્વારા સરકારની તિજોરીમાં ગાબડા પાડવામાં આવી રહ્યા છે. લોધિકામાં ઔધોગિક ઝોન બની રહ્યા હોય જમીનો લેવલ કરવા લોધિકા થોરડી રોડ તરફનો વિસ્તાર તેમજ જૂના અભેપર તરફ જતા કાળી તળાવ આસપાસ ખુલ્લેઆમ મોરમ ખોદી વેચવાના કરતૂતો ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ બને જગ્યાઓ પર હિટાચી અને જેસીબી જેવા સાધનો દ્વારા રાત દિવસ ખનનકાર્ય ચાલુ હોય છે અને ડમ્પરો અને ટ્રેક્ટર દ્વારા મોરમની ચોરી કરી ખુલ્લેઆમ કોઈ રોકટોક વગર રોયલ્ટી ચોરી કરી જવાબદાર તંત્રો સાથે મિલીભગત કરી વેચી નાખવાનો ધંધો પૂરબહાર ચાલી રહ્યો છે. અજ સુધી કોઈ સામે કાયદેસરની કાર્યવાહી કર્યાનો દાખલો નોંધાયો નથી. ખરેખર પ્રાંત અધિકારી તેમજ લોધિકા મામલતદારએ સ્થાનિક તંત્રને સાથે રાખી ખનીજચોરો પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું લોધિકાના ગ્રામજનોની માંગણી છે!