સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

0
116
The history of gold and its obsession
The history of gold and its obsession

સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

   માનવજાતે મોટે ભાગે સૌપ્રથમ સમગ્ર વિશ્વમાં નદીઓના પ્રવાહમાં સોનું શોધી કાઢ્‍યું હતું અને તેની સુંદરતા અને ચમક આંખને આકર્ષિત કરે છે. સોનાનો જાણીતો ઈતિહાસ ઘણો પાછળ જાય છે. અત્‍યાર સુધીનો છે એ છે કે  નેશનલ માઈનિંગ એસોસિએશનના જણાવ્‍યા મુજબ તેનો ઉપયોગ સૌપ્રથમ ઈ.સ. પૂર્વે 4000 માં આધુનિક પૂર્વ યુરોપમાં સુશોભિત વસ્‍તુઓ બનાવવા માટે કરવામાં આવ્‍યો હતો. સોનાનો ઉપયોગ સામાન્‍ય રીતે બે હજાર વર્ષ સુધી પૂજા માટે ઘરેણાં અને મૂર્તિઓ જેવી વસ્‍તુઓ બનાવવા માટે થતો હતો.આ લગભગ ઈ.સ.પૂર્વે 1500માં ઇજિપ્તના પ્રાચીન સામ્રાજયે તેના સોનું ધરાવનારા પ્રદેશ નુબિયાથી ઘણો ફાયદો મેળવ્‍યો હતો તેમણે સોનાને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિનિમયનું પ્રથમ સત્તાવાર માઘ્‍યમ બનાવ્‍યું હતું.ઇજિપ્તે ‘શેકલ‘ નામનો સિક્કો બનાવ્‍યો

સોનું અને તેના વળગણનો ઇતિહાસ    
સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

જેનું વજન 11.3  ગ્રામ હતું અને તે મઘ્‍ય પૂર્વમાં માપનું પ્રમાણભૂત એકમ બન્‍યું. તે ઇલેક્‍ટ્રમ નામના કુદરતી રીતે બનતા એલોયમાંથી બનાવવામાં આવ્‍યું હતું જેમાં લગભગ બે તૃતીયાંશ સોનું અને એક તૃતીયાંશ ચાંદી હતું. આ સમયની આસપાસ પણ બેબીલોનીઓએ ફાયર એસે (fire assay)  નામની પદ્ધતિ શોધી કાઢી હતી, જે સોનાની શુદ્ધતા ચકાસવાની સૌથી અસરકારક રીતોમાંની એક હતી જે આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

થોડી સદીઓ પછી  ઈ.સ. પૂર્વે  1ર00 આસપાસલ ઇજિપ્તવાસીઓએ શોધી કાઢ્‍યું કે સોનાને અન્‍ય ધાતુઓ સાથે મિશ્રિત કરી શકાય છે જેથી કરીને તેને મજબૂત બનાવી શકાય અને તેને અલગ-અલગ રંગના ધાતુના રંગ મળે છે. ઇજિપ્તવાસીઓએ પણ આ સમયે લોસ્‍ટ-વેક્‍સ કાસ્‍ટિંગ (lost-wax casting) નામની કાસ્‍ટિંગ પદ્ધતિ સાથે પ્રયોગ કરવાનું શરૂ કર્યું જેમાં મૂળ મીણના શિલ્‍પમાંથી ડુપ્‍લિકેટ સોનાનું શિલ્‍પ કાસ્‍ટ કરવામાં આવે છે. આ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ અતિ બારીક ડિઝાઈનના આભૂષણો અને આર્ટીકલ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય. આ પદ્ધતિ આજે પણ ઉપયોગમાં છે.

સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

              સો વર્ષ પછી એશિયા માઇનોરના રાજા લિડિયામાં શુદ્ધ સોનાના સિક્કાઓની પ્રથમ ટંકશાળ ઈ.સ.પૂર્વે 560 આસપાસ શરૂ થઈ. ઈ.સ.પૂર્વે 50માં રોમનોએ ‘ઔરિયસ’ નામનો સોનાનો સિક્કો બહાર પાડવાનું શરૂ કર્યું, જે સોના માટેના લેટિન શબ્‍દ Aurum પરથી આવે છે. રાસાયણિક તત્‍વોના સામયિક કોષ્ટકમાં સુવર્ણ ધાતુની સંજ્ઞા Au છે.

 એક હજાર વર્ષ પછી ઈ.સ. 1066માં નોર્મેન્‍ડીના વિજેતા વિલિયમ ઈંગ્‍લેન્‍ડના પ્રથમ નોર્મન રાજા બન્‍યા અને તેમના વિજય સાથે ઈંગ્‍લેન્‍ડમાં ચલણની નવી ધાતુના સિક્કા-આધારિત-પ્રણાલીની શરૂઆત થઈ.

ચલણના નવા સિક્કા આધારિત પ્રણાલી સાથે પરિચિત એવા ‘પાઉન્‍ડ‘ ર્શિલિંગ‘ અને ‘પેન્‍સ‘ ની સ્‍થાપના થઈ જેમાં પાઉન્‍ડ શબ્‍દશઃ  સ્‍ટર્લિંગ ચાંદીના પાઉન્‍ડ હતા. 1284 સુધીમાં લગભગ એકસો વર્ષ પછી

બ્રિટને તેનો પ્રથમ સોનાનો સિક્કો ‘ફલોરિન’ ચલણમાં દાખલ કર્યો અને આધુનિક ઇટાલીમાં અને સમગ્ર યુરોપમાં ફલોરેન્‍સ રિપબ્‍લિકે સૌપ્રથમ ગોલ્‍ડ ડુકાટ શરુ કર્યો જે ટૂંક સમયમાં જ વિશ્વમાં તેથી બીજી પાંચ સદીઓ માટે સૌથી વધુ લોકપ્રિય સોનાનું ચલણ બની ગયું. 1787માં પ્રથમ યુ.એસ. સોનાનો સિક્કો એફ્રાઈમ બ્રાશર નામના સુવર્ણકાર દ્વારા શરુ કરવામાં આવ્‍યો હતો અને થોડા વર્ષો પછી 179રમાં  યુ.એસ. સરકારે સિક્કાધારો પસાર કર્યો હતો દેશને દ્વિ-ધાતુના ચાંદી-સોનાના ધોરણ પર  1976 સુધી મૂક્‍યો હતો. જયારે યુ.એસ.એ આખરે સંપૂર્ણ રીતે ફિયાટ મની (ફિયાટ મની એ એક પ્રકારનું ચલણ છે જે સોના અથવા ચાંદી જેવી કોમોડિટી દ્વારા સમર્થિત નથી)પર આધારિત ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડનો ત્‍યાગ કર્યો.

સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

1848માં  જેમ્‍સ માર્શલ નામના વ્‍યક્‍તિને કેલિફોર્નિયામાં એકપ્રવાહમાં સોનાના ટુકડા મળ્‍યા, આમ કેલિફોર્નિયામાં સોનાના વલણમાં વધારાની શરૂઆત થઈ.

                               ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડનો સંક્ષિપ્ત ઇતિહાસ

સોનું 6,000 વર્ષથી વધુ સમયથી ઝળહળતો લાંબો ઇતિહાસ ધરાવે છે. સોના વિશે રસપ્રદ બાબત એ છે કે અજાણ્‍યા

કારણોસર વિશ્‍વભરના લોકોને એકબીજાથી સ્‍વતંત્ર રીતે આકર્ષિત કરવાની તેની રહસ્‍યમય ક્ષમતાએ તેને વિશ્વમાં ગમે ત્‍યાં સ્વિકાર્ય વિનિમયનું માઘ્‍યમ બન્‍યું. સમગ્ર ઇતિહાસમાં વિવિધ બિંદુઓ પર સોનાના સિક્કાઓ બનાવવામાં આવ્‍યા હતા, જો કે ઘણા સિક્કાઓ કોઈ કેન્‍દ્રીય સત્તા દ્વારા બનાવવામાં આવ્‍યા ન હતા પરંતુ સામાન્‍ય લોકો દ્વારા તેને ફક્‍ત શરુ કરવામાં આવ્‍યા હતા. હોમમેઇડ સિક્કા બનાવવાની આ ક્ષમતા કાનૂની રીતે ચલણમાં સ્‍વીકારવામાં આવી હતી, તેને અનિયમિત રીતે આકાર આપવામાં આવતો હતો. જેથી આ હોમમેઇડ સિક્કાનું નિયમન કરવું મુશ્‍કેલ હતું કમનસીબે હથોડી વડે ઘડાયેલા સિક્કાઓના વજન સિક્કાના વાસ્‍તવિક મૂલ્‍ય કરતાં ઓછું હતું જેના કારણે તે લાંબા સમય સુધી મૂલ્‍યવાન રહેતા નહોતા બીજો મુદ્યો એ હતો કે ટંકશાળના સિક્કાઓ જે ખાસ કોતરણી દ્વારા સુરક્ષિત હતા તેને નકલી મોલ્‍ડ સાથે કાસ્‍ટ કરીને અથવા નકલી ડાઈઝ સાથે સ્‍ટેમ્‍પ દ્વારા સરળતાથી નકલ કરવામાં આવતા હતા

                                    ઈ.સ. 1696નો ગ્રેટ રિકોઈને જ અંગ્રેજી સરકાર દ્વારા નવી ટંકશાળ ટેકનોલોજી સાથે સમસ્‍યાને ઠીક કરવાનો પ્રયાસ હતો જો કે તે મોટાભાગે નિષ્‍ફળ ગયો હતો. આ જેવા મુદ્દા કાગળ સ્‍વરૂપ આધારિત નાણું અપનાવવા તરફ દોરી જાય છે જેને ‘ફિયાટ મની‘ તરીકે પણ ઓળખવામાં આવે છે જે વાસ્‍તવમાં 16મી સદીની શરૂઆતમાં શરૂ થયું હતું અને તે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ પર આધારિત હતું. ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ પર ચર્ચા કર્યા વિના સોનાનો સંપૂર્ણ ઇતિહાસ શક્‍ય નથી.

કાગળની નોટોની ‘કિંમત‘ (Value) તરીકે ગોલ્‍ડ-સ્‍ટાન્‍ડર્ડનો ઉદય

ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક એવી નાણાકીય વ્‍યવસ્‍થા હતી જેમાં હિસાબનું પ્રમાણભૂત આર્થિક એકમ સોનું હતું ઉદાહરણ તરીકે યુ.એસ. ડૉલર એ સોનાના નિશ્ચિત જથ્‍થા પર આધારિત હતો. આ મોનેટરી સિસ્‍ટમમાં વ્‍યક્‍તિ પાસે કાગળના નાણાંની અમુક રકમ હોય છે અને તે બેંકમાં જઈ તે નાણાંના નિશ્ચિત મૂલ્‍ય મુજબની રકમ સોનામાં બદલી શકે છે. તમામ દેશો દ્વારા ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ સંપૂર્ણપણે છોડી દેવામાં આવ્‍યું છે જેની શરૂઆત ધીમે ધીમે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની આસપાસ શરૂ થઈ હતી.

સોનું અને તેના વળગણનો ઇતિહાસ    

ઉપર વર્ણવેલ સિક્કાની સમસ્‍યા અને કાગળના નાણાંના ‘ગોલ્‍ડ-સ્‍ટાન્‍ડર્ડ જેવા મુદ્દા રાષ્ટ્રો માટે સમસ્‍યાઓ ઊભી કરવાનું શરૂ કર્યું  કારણ કે ઘણા રાષ્ટ્રોના ધોરણો સોના અને ચાંદીના દ્વિ-ધાતુ પર આધારિત હતા. સોનામાં ચલણી નોટોનું મૂલ્‍ય ખૂબ ઊંચું થવા લાગ્‍યું જયારે કાગળના નાણાંને સોના ચાંદીમાં રૂપાંતરિત કરી આપવા માટે સોના અને ચાંદી બંને વચ્‍ચે પુરવઠાના અસંતુલનની સતત સમસ્‍યાઓ પણ પેદા થતી હતી. એક ધાતુને નાણાના મૂલ્‍યને સમર્થન આપવા માટે પસંદ કરવામાં આવી હતી જે સોનું હતું આમ ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડની શરૂઆત થઈ.

વિકસિત વિશ્વ દ્વારા વિશ્‍વના અન્‍ય ભાગોમાં વસાહતીકરણ અને વૈશ્વિકરણની પ્રક્રિયાએ સોનાના સામાન્‍ય સ્‍થાનની નવી શોધો કરી અને તેની સાથે આ ધાતુના પુરવઠામાં મોટો પ્રવાહ આવ્‍યો જેનો અર્થ એ થયો કે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ વિકસવા સક્ષમ હતું. ઈ.સ.1871માં જયારે ઇંગ્‍લેન્‍ડ અને જર્મનીએ સત્તાવાર રીતે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ અપનાવ્‍યું ત્‍યારે એક નવું આંતરરાષ્ટ્રીય ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ શરૂ થયું અને ઈ.સ.1900  સુધીમાં મોટા ભાગના વિકસિત દેશોએ તેનું અનૂસરણ કર્યું. ઈ.સ. 1871થી ઈ.સ. 1914 સુધીનો સમયગાળો વિશ્વમાં રાજકીય રીતે એકદમ સ્‍થિર સમયગાળો હતો જેણે સરકારોને સ્‍થિર ‘ગોલ્‍ડ-સ્‍ટાન્‍ડર્ડ સ્‍થાપિત કરવામાં એકબીજા સાથે ખૂબ સારી રીતે કામ કરવા સક્ષમ બનાવ્‍યા હતા. તે ‘ગોલ્‍ડ-સ્‍ટાન્‍ડર્ડ નો સુવર્ણ યુગ હતો પરંતુ તે બધું ઈ.સ.1914માં વિશ્‍વ યુદ્ધ શરૂ થતાં તૂટી પડ્‍યું.

        ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડનું પતન

ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ હેઠળ નાણાંનો પુરવઠો સીધો સોનાના પુરવઠા સાથે જોડાયેલો છે એટલે કે પ્રથમ વિશ્‍વયુદ્ધ દરમિયાન ઘણા દેશોએ અસ્‍થાયી ધોરણે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડને સ્‍થગિત કરવાનો નિર્ણય લીધો હતો જેથી તેઓ યુદ્ધમાં તેમની લશ્‍કરી સંડોવણી માટે ચૂકવણી કરવા માટે નાણાં છાપી શકે. કમનસીબેલ નાણાના જંગી છપાઈના લીધે નાણાનો પૂરવઠો વઘ્‍યો અને પરિણામે અતિ ફુગાવો થયો.

                   એકવાર યુદ્ધ સમાપ્ત થઈ ગયા પછી દેશોએ તેમના ચલણ અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે સુવર્ણ ધોરણે પ્રદાન કરેલા સ્‍થિરીકરણની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. જો કે એકવાર રાષ્ટ્રો વચ્‍ચેના મજબૂત રાજકીય સંબંધો બદલાઈ ગયા પછીલ આંતરરાષ્ટ્રીય ઋણમાં વધારો થયો અને સરકારો માટે નાણાકીય બાબતો માટે  તણાવપૂર્ણ સમય હતો. તે સ્‍પષ્ટ થઈ ગયું હતું કે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ તોફાની સમય દરમિયાન જાળવી રાખવામાં અસમર્થ હતું જેણે નકારાત્‍મક લાગણીઓ અને આગળ જતા તેનામાં ઓછો વિશ્વાસ પેદા કર્યો આર્થિક સ્‍થિતિ વધુ ખરાબ થઈ. તેમ છતાં રાષ્ટ્રો હજી પણ ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડને એકસાથે છોડી દેવા માટે તૈયાર ન હતા આંતરરાષ્ટ્રીય ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ સ્‍થિરતાનો નવેસરથી યુગ પાછો આવશે એવી આશા સાથે તેને પુનઃસ્‍થાપિત કરી પરંતુ તે ખરેખર ક્‍યારેય શક્‍ય બન્‍યું નહીં.

                          મહામંદી એ ઘણા દેશોની કમર તોડી નાખી હતી. ઈ.સ.1929માં શેરબજારમાં કડાકા પછી યુરોપિયન દેશોની કરન્‍સી સંપૂર્ણપણે ખોટી રીતે જોડાઈ ગઈ હતી સોનાનો સંગ્રહ સામાન્‍ય બની ગયો અને કિંમતો વધી ગઈ. કોમોડિટીઝ ખાસ કરીને સોનાના ભાવ વધી રભ હતા. બેંકોમાં ધસારો અને સોનાના સંગ્રહનો અર્થ એ થયો કે બેંકો બંધ કરવી પડી. દેશોએ લોકોને તેમના ફિયાટ ચલણને સોનામાં રૂપાંતરિત કરવાને બદલે થાપણો અકબંધ રાખવા માટે લલચાવવાના પ્રયાસરૂપે વ્‍યાજ દરો વધારવાનું શરૂ કર્યું જો કે આનાથી સમસ્‍યાઓ વધી ગઈ કારણ કે તેનાથી વેપાર કરવાની કિંમત ઘણી વધી ગઈ હતી. આખરે આનાથી ઘણા દેશોએ અંતે ઈ.સ.1930ના દાયકાની શરૂઆતમાં ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડને એકસાથે સ્‍થગિત અથવા છોડી દીધું જેમાં બ્રિટનનો પણ સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ઘણા દેશો કે જેમણે અગાઉ ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ છોડી દીધું હતું તે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ હેઠળ રહેલા દેશો કરતાં વહેલા ડિપ્રેશનમાંથી બહાર આવી શક્‍યા હતા.

આ સમયે મુખ્‍ય સોનાના ભંડાર સાથે હજુ પણ ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ હેઠળના મુખ્‍ય રાષ્ટ્રો યુ.એસ. અને ફ્રાન્‍સ હતા. યુ.એસ.માં રાષ્ટ્રપતિ ફ્રેન્‍કલિન ડેલાનો રૂઝવેલ્‍ટે સોનાના સંગ્રહખોરીને રોકવાના પ્રયાસમાં સંખ્‍યાબંધ પગલાંની સ્‍થાપના કરી હતી જેમાં બેંકોને તેમના તમામ સોનાના હોલ્‍ડિંગને ફેડરલ રિઝર્વમાં ફેરવવા અને કોઈપણ નિકાસ પર પ્રતિબંધ મૂક્‍યો હતો. ઈ.સ.1934માંલ ગોલ્‍ડ રિઝર્વ એક્‍ટની સ્‍થાપના કરવામાં આવી હતીલ જેણે સોનાની ખાનગી માલિકી પર પ્રતિબંધ મૂક્‍યો હતો. તમામ સોનું સરકારને આપવામાં આવ્‍યું હતું જ્યાંથી ફોર્ટનોક્‍સમાં મોટાભાગનું સોનું આવ્‍યું હતું. આનાથી યુ.એસ.ને તેના દેવાની ચૂકવણી સોનાને બદલે ડોલરથી કરવાની છૂટ મળી. આખરે યુ.એસ.એ મૂળભૂત રીતે સોનાના વૈશ્વિક બજારને ઘેરી લીધું.

                                      છેવટે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે મંદીનો અંત આવ્‍યો અને કેટલાક દેશો આખરે ફરીથી ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડ પર પાછા ફર્યા. સોના દ્વારા સમર્થિત તમામ આંતરરાષ્ટ્રીય ચલણો માટે એક માળખું બનાવવાના પ્રયાસરૂપે ઈ.સ.1944માં બ્રેટોન વુડ્‍સ કરારની રચના કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ યુ.એસ. ડૉલર બાકીના વિશ્વ માટે એક પ્રકારનું માપદંડ માટેનું ચલણ બની ગયું હતું કારણ કે મોટાભાગનો હિસ્‍સો યુ.એસ. પાસે હતો. મોટાભાગના દેશોની સેન્‍ટ્રલ બેંકોએ તેમના વિનિમય દરોને સ્‍થિર રાખવા માટે વિદેશી વિનિમય બજારમાં તેમની પોતાની કરન્‍સીને સોનાને બદલે યુએસ ડૉલરમાં સ્‍થિર કરવાનું શરૂ કર્યું.

           ઈ.સ.1960  સુધીમાં ફુગાવો ઊંચો હતો અને બીજા વિશ્વયુદ્ધના વિનાશ પછી યુરોપ અને વિશ્વના અન્‍ય ભાગોના પુનઃનિર્માણ માટે ચૂકવણી કરવામાં મદદ કરવા માટે યુ.એસ. સોનાના ભંડારમાં ભારે ઘટાડો કરવામાં આવ્‍યો હતો. ઈ.સ.1968માં સોનાના વૈશ્વિક પુરવઠા પર પ્રભુત્‍વ ધરાવતા સંખ્‍યાબંધ દેશોએ લંડન માર્કેટમાં સોનું વેચવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો જેણે સોનાની કિંમત બજાર દ્વારા નક્કી કરવાની મંજૂરી આપી. ઈ.સ.1971માં યુએસ પ્રમુખ રિચાર્ડ નિક્‍સને સોનાના એક ઔંસના ભાવને બદલીને USD 38 કરી દીધા અને ફેડરલ રિઝર્વ બેંકને સોના માટે ડોલરનું વિનિમય કરવાની મંજૂરી આપી નહીં. આ અનિવાર્યપણે ગોલ્‍ડ સ્‍ટાન્‍ડર્ડનો અંત હતો. ઈ.સ.1976 સુધીમાં ‘ગોલ્‍ડ-સ્‍ટાન્‍ડર્ડને સંપૂર્ણપણે છોડી દેવામાં આવ્‍યું હતું અને સોનું સત્તાવાર રીતે મૂક્‍ત હતું.

આ લેખને લગતા અન્ય વિષય તેમજ બિઝનેસ વિષયક લિંક નીચે આપવામાં આવી છે!

સૌરાષ્ટ્ર જ્વેલરી એવોર્ડ

જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ ડિરેક્ટરી ફ્રી રજીસ્ટર માટે