ભારતમાં મોદી સરકારને સત્તામાં બેસાડવા અમેરિકાનો હસ્તક્ષેપ ? ભારતના રાજકારણમાં ખળભળાટ!!

0
116
અમેરિકા દ્વારા ટેરિફ વધારાની જાહેરાત થતાં દેશભરમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે
અમેરિકા દ્વારા ટેરિફ વધારાની જાહેરાત થતાં દેશભરમાં ઉદ્યોગકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

અમેરિકાએ ભારતને મતદાન વધારવા માટે આપવામાં આવતી સહાયમાં મોટો કાપ મુકવાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા આ જાહેરાત થઇ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર કડક બજેટ કાપની નીતિ અપનાવી રહી છે. આ સંદર્ભમાં અમેરિકાએ ભારતને આપવામાં આવતી કરોડો ડોલરની સહાય પર રોક લગાવી છે. ઇલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) દ્વારા રવિવારે જાહેરાત કરવામાં આવી કે ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ 21 મિલિયન ડોલરના કાર્યક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં મતદાન વધારવા માટે ફંડ? કોનું મતદાન વધારી રહ્યા હતા? અને શા માટે? આ સવાલો ભારતની લોકશાહી પ્રક્રિયાને નાણા દ્વારા અમેરિકા પોતાના હિતો સાચવે અને મનમરજી મૂજબ ચાલે એવી સરકાર કે વડાપ્રધાન ભારતમાં સત્તા સંભાળે એ માટે નાણા ભંડોળનો ઉપયોગ કરતા હતા એવો સ્પષ્ટ અર્થ થઇ શકે એવો મત રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે! વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ અમેરિકા પાછલા બારણેથી ભારતની ચુંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યું હોવાની શંકા જાહેર કરી હતી પણ ભારતના કોઈ રાજકીય સમીક્ષકોએ આ વાતને ગંભીરતાપૂર્વક ધ્યાને લીધી નહોતી પણ અમેરિકા દ્વારા ભારતને 1 અબજ 82 કરોડ રૂપિયા (21 મિલિયન ડોલર) સહાય આપવામાં આવતી હતી, એ બજેટમાં ઘટાડો કર્યાની જાહેરાત ઇલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) દ્વારા બહાર આવતા ભારતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે!

ભારતમાં મોદી સરકારને સત્તામાં બેસાડવા અમેરિકાનો હસ્તક્ષેપ ? ભારતના રાજકારણમાં ખળભળાટ!!

ઇલોન મસ્ક દ્વારા સોસીયલ મીડિયા x પર પોસ્ટ કરેલી કે EVM હેક થઇ શકે છે અને અમેરિકા ભારતમાં મતદાન વધારવા માટે ફંડ આપતું હોય આ બંને બાબતોને રાજકીય સમીક્ષકો જોડીને સમજી રહ્યા છે! જોકે ઇલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) આ બજેટ કાપની જાહેરાત કરી ન હોત તો અમેરિકા ભારતની  ચૂંટણી પ્રક્રિયાને પોતાની સગવડતા મૂજબ નાણા આપી હસ્તક્ષેપ કરે છે એ વાત ક્યારેય બહાર આવત નહિ!

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ જ આ જાહેરાત કરવામાં આવી છે. આ મુલાકાતમાં ભારતને કોઈ ફાયદો થાય એવા કોઈ સોદા થવાના સમાચાર આવ્યા નથી!