૦૭ ઓક્ટોબર ૨૦૨૫ - (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ટાઈમ્સ-પ્રેસ પ્રતિનિધિ દ્વારા)
આજે ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન્સની કારોબારી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતની જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોમાથી એફ.આઈ.એ.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ઉદ્યોગજગત માટે સૌથી અગત્યનો મુદ્દો જીઆઈડીસીમાં પ્લોટ ટ્રાન્સફર માટે જુની સ્ટેમ્પ ડ્યુટી તથા તેના ઉપર છ ગણા (૦૬) દંડનો રહ્યો હતો.
ગુજરાતની જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોના ઉદ્યોગકારોની આ ગંભીર સમસ્યા વિશે એફ.આઈ.એ. દ્વારા રાજયના મુખ્યમંત્રીશ્રી, ઉદ્યોગમંત્રીશ્રી, સ્ટેમ્પ ડયુટી કમિશ્નરશ્રી તથા સંલગ્ન વિભાગો અને અધિકારીઓને રુબરુ મુલાકાતો લઈ તથા પત્રો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી છે. છતા પણ તેનો કોઈ હકારાત્મક પ્રત્યુતર મળ્યો નથી.
આ સમસ્યાઓના કારણે જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોમા નવી રોકાણ પ્રક્રીયા અટકી ગઈ છે, એક્સપાન્શન મુશ્કેલ બની ગયું છે અને “ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ” ઉપર ગંભીર અસર પડી રહી છે.અત્યારના કપરા સમયમાં ઉદ્યોગોને ટેકો આપવાના બદલે, અન્યાયપૂર્ણ સ્ટેમ્પ ડ્યુટી વસૂલી ઉદ્યોગના વિકાસમાં મોટો અવરોધ બની રહી છે.
આ બેઠકમાં એફ.આઈ.એ. તરફથી ગુજરાત સરકાર, જીઆઈડીસી અને સંબંધિત વિભાગોને આ મામલે તાત્કાલિક અને ઉદ્યોગલક્ષી ઉકેલ લાવવાની માગ કરવામાં આવે છે. જો આ સમસ્યાનો હવે સ્પષ્ટ અને વ્યવહારુ ઉકેલ જાહેર ન કરવામાં આવે, તો રાજ્યભરના ઉદ્યોગપતિઓને ગાંધીચિંધ્યા માર્ગે જવાની જરુર પડશે એવી માંગણી ઉઠી છે.
Home Gujarat Industrial News Central Gujarat Region જીઆઈડીસીમાં પ્લોટ ટ્રાન્સફર માટે જૂની સ્ટેમ્પ ડ્યુટી અને દંડના મામલામાં તાત્કાલિક ઉકેલ...


























