ચાલો ઇટાલીના વિશ્વવિખ્યાત સાસુઓલો સિરામિક ઝોનને ઓળખીએ!ગુજરાતમાં MSMEs ની અસલી હાલત: વિકાસના વાયદાઓ વચ્ચે સત્ય શું છે?ચાલો ઇટાલીના વિશ્વવિખ્યાત સાસુઓલો સિરામિક ઝોનને ઓળખીએ!

0
119
Marca Corona Storie D'Italia-gujarat-industrial-times
Marca Corona Storie D'Italia-gujarat-industrial-times

સાસુઓલો સિરામિક ઝોનની એવી તે શું ખૂબીઓ છે?

ઇતિહાસ અને ઉદભવ

ઇટાલી કળાના ક્ષેત્રે વિશ્વવિખ્યાત દેશ ગણાય છે . ઇટાલીના સિરામિક ઉદ્યોગની શરુઆત શતાબ્દીઓ પહેલાં થઈ હતી. એમીલિયા-રોમાના (Emilia-Romagna) પ્રદેશ ખાસ કરીને સિરામિ ઉત્પાદન માટે જાણીતા શહેરોનું મથક છે, જેમ કે સાસુઓલો (Sassuolo), જેની ગણતરી વિશ્વના સિરામિક હબમાં થાય છે. સાસુઓલો (Sassuolo) સિરામિક ઝોન ગણાય છે.સાસુઓલો (Sassuolo) ઇટાલીના એમિલિયા-રોમાના (Emilia-Romagna) પ્રદેશમાં આવેલા મોડેના (Modena) પ્રાંતનું એક શહેર છે. આ શહેર વિશેષ રૂપે વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે..

સાસુઓલો સિરામિક ઝોન:

1. સિરામિક ઉદ્યોગનું કેન્દ્ર:

 સાસુઓલો અને તેની આસપાસનો વિસ્તાર ઇટાલિયન સિરામિક ટાઇલ્સ ઉદ્યોગનું હબ છે. આ વિસ્તાર “Ceramic District” તરીકે ઓળખાય છે, જ્યાં મોટી સંખ્યામાં સિરામિક અને પોર્સલેન ટાઇલ ઉત્પાદક કંપનીઓ કાર્યરત છે.

2.મુખ્ય ઉત્પાદકો

 Marazzi Group, Florim Ceramiche,Panaria Group , Atlas Concorde .Casalgrande Padana,Laminam, Emilceramica જેવી અનેક બ્રાન્ડ્સ અહીં સ્થિત છે.

3. ઉત્પાદન અને નિકાસ:

સાસુઓલોમાં વિશ્વ સ્તરની સિરામિક ટાઇલ્સ, પોર્સલેન ટાઇલ્સ, સેનિટરી વેર અને ફલોરિંગ મટિરિયલનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનો યુરોપ, અમેરિકા, એશિયા અને અન્ય દેશોમાં નિકાસ થાય છે. ઈનોવેટીવ ટેક્નોલોજી,ડિઝીટલ પ્રિન્ટીંગ અને ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદન માટે આ ઝોન પ્રખ્યાત છે.

4.સિરામિક ફેર અને ઈવેન્ટ્સ:

Cersaie (Bologna, Italy): વિશ્વની સૌથી મોટી સિરામિક અને બાથરૂમ ફર્નિશિંગ ફેર ગણાય છે જેમાં સાસુઓલોની ટાઇલ્સ કંપનીઓ મુખ્ય ભાગીદાર છે. Tecnargilla (Rimini, Italy): ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ માટે ટેક્નોલોજી અને મશીનરી પ્રદર્શન થાય છે,

5.સિરામિક મ્યુઝિયમ:

સાસુઓલોના સિરામિક મ્યુઝિયમો:

સાસુઓલો, ઇટાલીમાં ઘણા સંગ્રહાલયો છે જે શહેરના સિરામિક ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. ઇટાલીનો તેમની કળા પ્રત્યેનો પ્રેમ અને તેમનો લગાવ ગજબનો છે. મોરબી અને થાનગઢ જેવા આપણા શહેરો પણ વર્ષો જૂનો વારસો સિરામિક આર્ટીકલ્સ બનાવવાના સમૃદ્ધ વારસાને સાચવીને બેઠા છે. આપણે આવા મ્યુઝીયમ બનાવવા જોઈએ. સરકાર,સંસ્થા અને સિરામિક એસોસિએસનોએ આ બાબતે વિચારવું જોઈએ. આપણે આગળ વાત કરીએ સિરામિક મ્યુઝિયમોની.!

ગેલેરિયા માર્કા કોરોના

આ એક આર્ટ મ્યુઝિયમ છે કે જે સાસુઓલોમાં સિરામિક્સના ઉદ્ભવથી આજ સુધીના આર્ટીકલને લગતી ગેલેરીઓ દ્વારા પ્રજા સમક્ષ રજૂ કરે છે.

બર્ટોઝી અને કેસોની મ્યુઝિયમ

સમકાલીન સિરામિક આર્ટનું મ્યુઝિયમ જેમાં ગિયામ્પોલો બર્ટોઝી અને સ્ટેફાનો દાલ મોન્ટે કેસોનીની કૃતિઓ રાખવામાં આવી છે

મ્યુઝિમપ્રેસા(Museimpresa) નામના ઔદ્યોગિક એસોસિએસનનું કોર્પોરેટ મ્યુઝિયમ

આ એક એવું સંગ્રહાલય કે જે વસ્તુઓ, સ્લેબ, પેટન્ટ અને કેટલોગ દ્વારા સિરામિક કંપનીનો ઇતિહાસ જણાવે છે

મ્યુઝિયો ડેલા સિરામિકા (સિરામિક્સ મ્યુઝિયમ)

સ્પેઝાનો કેસલનું એક મ્યુઝિયમ જે આ વિસ્તારમાં સિરામિક ઉત્પાદનની અલગ અલગ સ્ટોરી જણાવે છે

ગેલેરિયા માર્કા કોરોના

સાસુઓલોમાં સિરામિક્સના ઉત્ક્રાંતિનું સશોધનની બાબતો ઉજાગર કરતું મ્યુઝિયમ છે. જે કલાત્મક પ્રવાસ દ્વારા કંપનીઓના મૂલ્યોનું પ્રદર્શન કરે છે.આ મ્યુઝિયમ કે જે કોર્પોરેટ મ્યુઝિયમોને પ્રોત્સાહન આપતી ઇટાલિયન સંસ્થા મ્યુઝિમપ્રેસાનો ભાગ છે.

બર્ટોઝી અને કેસોની મ્યુઝિયમ

એક મ્યુઝિયમ જેમાં ગિયામ્પોલો બર્ટોઝી અને સ્ટેફાનો દાલ મોન્ટે કેસોનીની કૃતિઓ છે.જેમાં કેવેલેરિઝા ડુકેલેમાં સમકાલીન સિરામિક કલાનું પ્રદર્શન કરે છે અને દર્શાવે છે કે કેવી રીતે કલા અને નવીનતા એકસાથે ચાલે કઈ રીતે ચાલે છે

Museimpresa કોર્પોરેટ મ્યુઝિયમ

આ સંગ્રહાલય વિવિધ સિરામિક વસ્તુઓ, સ્લેબ, પેટન્ટ અને કેટલોગ દ્વારા સિરામિક કંપનીનો ઇતિહાસ જણાવે છે અને કંપનીઓની માર્કેટિંગ વ્યૂહરચનાઓનું પ્રદર્શન કરે છે

નિષ્કર્ષ:

સાસુઓલો, ઇટાલીનો સિરામિક ઉદ્યોગનું હૃદય છે, જ્યાં વિશ્વની શ્રેષ્ઠ ટાઇલ્સ અને સિરામિક ઉત્પાદનોની ઉત્પાદક કંપનીઓ છે. આ શહેર સિરામિક ઉદ્યોગમાં નવા ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજીકલ ઈનોવેશન માટે જાણીતું છે. ઇટાલીનો સિરામિક ઉદ્યોગ નવીનતા અને ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતો છે. ટકાઉ ઉત્પાદન, ડિજિટલ ટેકનોલોજી અને ઈન્ટરનેશનલ બ્રાન્ડિંગ એ મુખ્ય સિદ્ધાંતો છે, જે ઈટાલિયન સિરામિક ઉદ્યોગને ઊંચી કિંમતો સાથે સફળ બનાવે છે.