ભારતના ટેલિકોમ ઉદ્યોગમાં મોટો ફેરફાર: જીયો  અને એરટેલના સ્ટારલિંક સાથે કરારનો અર્થ શું?

0
152
starlink-jio-airtel-deal-gujarat-industrial-times
starlink-jio-airtel-deal-gujarat-industrial-times

દેશની ઈન્ટરનેટ સેવા વિદેશી હાથોમાં જશે તે દેશના અનેક ક્ષેત્રે ગભીર બાબત પેદા કરશે!

ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે અચાનક એક મહત્વપૂર્ણ ઘટના બની છે. 11 માર્ચ, 2025ના રોજ ભારતી એન્ટરપ્રાઇઝ (એરટેલ ની પેરેંટ કંપની) એ એલોન મસ્કની સ્ટારલિંક સાથે કરાર કર્યો તેના માત્ર એક દિવસ પછી, 12 માર્ચે, સમાચારો આવ્યા કે જીઓએ પણ સ્ટારલિંક સાથે સમજૂતી કરી છે. ટેલિકોમ ક્ષેત્રમાં એકબીજાના કટ્ટર હરિફ  હોવા છતાં જીઓ અને એરટેલ બંનેએ સ્ટારલિંક સાથે સહયોગ શા માટે કર્યો એ સવાલ કોર્પોરેટ્સ સેક્ટર સાથે દેશના રાજકારણમાં પણ એટલો જ ચર્ચામાં છે!  દેશના નાગરિકોનો ખાનગી ડેટા અને તમામ ખાનગી જાણકારીઓ વિદેશી કંપનીઓ પાસે જાય એ ખતરો ઉભો થઈ રહ્યો છે!

                    આ લેખમાં આપણે સ્ટારલિંકની ટેકનોલોજી, ભારતીય ટેલિકોમ ઉદ્યોગ પર તેનો  સંભવિત પ્રભાવ, ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટ માટેનો પડકાર અને સરકારી કંપનીઓ પર તેનું શું પરિણામ થઈ શકે તે અંગે વિગતવાર સમજૂતી મેળવીશું.

સ્ટારલિંક અને ભારત : ઈન્ટરનેટ સેવા સામેના જોખમો

જેમ જેમ ટેક્નોલોજી વિકાસ પામે છે તે સાથે કેટલાક ગંભીર જોખમો પણ ઉભા થાય છે. સ્ટારલિંક જે સ્પેસX દ્વારા સંચાલિત સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા છે, એ ભારતમાં પ્રવેશ કરી ચૂકી છે.આ એક ક્રાંતિકારક તક લાગી શકે છે. તે ઝડપી અને વિક્ષેપરહિત ઈન્ટરનેટના સપનાને સાકાર કરશે એમ લાગે છે પરંતુ શું વાસ્તવમાં આ ભારત માટે સુરક્ષિત છે????? 

રાષ્ટ્રીય સુરક્ષા સામે ગભીર સવાલો

દૂનિયાના કોઈપણ દેશ હોય ઈન્ટરનેટ એ રાષ્ટ્રીય સુરક્ષાનો મહત્વનો હિસ્સો છે.. વિદેશી કંપનીઓ જો આપણા ઈન્ટરનેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરવા લાગે તો એ ખતરનાક સાબિત થઈ શકે. સ્ટારલિંકની સંચાલન વ્યૂહરચનામાં ભારતનો કોઈ નિયંત્રણ નહીં હોય, એટલે કે મહત્વપૂર્ણ માહિતી સંવેદનશીલ ડેટા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો તેમના હાથોમાં જઈ શકે છે!   

ડેટા સુરક્ષા અને નાગરિકોની પ્રાઈવસી

સ્ટારલિંકની તમામ સેવાઓ સેટેલાઈટ્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેના સર્વર્સ અને ડેટા સ્ટોરેજ દેશની બહાર હશે. આનો સીધો અર્થ એ થાય કે ભારતીય નાગરિકોની વ્યક્તિગત માહિતી, સંચાર અને ડેટા વિદેશી કંપનીના હાથમાં જશે શું એ સંભવિત જોખમ નથી? ભારત પોતાના નાગરિકોની ડેટા સુરક્ષા માટે જુદા-જુદા કાયદા બનાવે છે, પણ સ્ટારલિંક કેવળ અમેરિકાના નિયમોને અનુસરે છે આ ભૂલવા જેવું નથી! આજે ભારતના નાગરિકોની બેન્કોના ખાતા સહીત તમામ વિગતો મોદી સરકારે આધારકાર્ડ સાથે જોડી દીધી છે ત્યારે આ જોખમ સામે રક્ષણ કઈ રીતે મળશે એની ક્યાય કોઈ ચર્ચા કરતુ નથી!   

ભારતીય સૈન્ય અને સંવેદનશીલ માહિતીની ચિંતા કોણ કરશે?

ભારત પાસે પોતાની સંરક્ષણ સિસ્ટમ છે, જેમાં કમ્યુનિકેશન, રડાર, સેટેલાઈટ અને ઈન્ટરનેટનો મહત્વનો ફાળો છે. જો સ્ટારલિંક જેવી વિદેશી કંપની unrestricted access ધરાવે, તો ભારતની રક્ષા સેનાએ કરાતા તમામ સંદેશાવ્યવહારની જોખમી શક્યતા રહેશે, હેકિંગ, સ્પાઈંગ અને અન્ય પ્રકારની માહિતી ચોરીના ખતરાથી દેશની સુરક્ષા માટે મોટી ચિંતા ઊભી થઈ શકે.અહી રાષ્ટ્રીય સુરક્ષાના મુદા બાબતે સંવેદનશીલતા કેમ દેખાય નથી??. 

સ્થાનિક ટેલિકોમ ઉદ્યોગ અને આર્થિક જોખમો

સ્ટારલિંકની સેવા ભારતના સ્થાનિક ટેલિકોમ ઉદ્યોગ માટે મોટો પડકાર બની શકે, જીઓ,એરટેલ સ્ટારલિંકસ સાથે કરાર કરી  નફો કરશે પરંતુ  Vi  અને અન્ય ભારતીય કંપનીઓ પોતાના ટાવર અને ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરોડો રોકાણ કરે છે. જો સ્ટારલિંક સીધા જ સેટેલાઈટ ઈન્ટરનેટ આપવા માંડે, તો આ ભારતીય ઉદ્યોગોને મોટું નુકસાન થઈ શકે, દેશમાં કોઈ એક ગ્રુપને મોનોપોલી આપવાનો અર્થ શું કરવાનો?   

ભારતીય કંપનીઓની રોજગાર પર અસર

ટેલિકોમ ઉદ્યોગ લાખો લોકો માટે રોજગારીનું મોટું સાધન છે. જો વિદેશી ઇન્ટરનેટ કંપની બજારમાં એકહથ્થું સામ્રાજ્ય સ્થાપી દે, તો નાના ISP (Internet Service Providers) અને સ્થાનિક કંપનીઓ મર્યાદિત થઈ જશે અથવા ખતમ થઇ જશે આ દેશના અર્થતંત્ર માટે જોખમ સિવાય કશું નથી!   

સીધા નિયંત્રણની ગેરહાજરી

ભારત સરકારે Jio, Airtel, Vi જેવી કંપનીઓ માટે નિયમો બનાવી રાખ્યા છે, જેમાં TRAI (Telecom Regulatory Authority of India) અને DoT (Department of Telecommunications) ની ગાઈડલાઈન્સ અનિવાર્ય છે. પરંતુ સ્ટારલિંક એક ખાનગી અમેરિકન કંપની છે અને તે કેટલી હદ સુધી ભારતીય કાયદાઓનું પાલન કરશે એ એક મોટો પ્રશ્ન છે. 

કાયદાકીય અને ટેક્સ સંબંધિત મુદ્દાઓ

સ્ટારલિંક જો ભારતીય નાગરિકો પાસેથી પેમેન્ટ લે તો એ કર (taxation) અને નાણાકીય નિયમોનું પાલન કરશે કે નહીં એ સવાલ છે. જો કંપની સમગ્ર વ્યવહાર વિદેશી ચલણમાં કરે, તો ભારતના અર્થતંત્ર પર આ ઉદ્યોગની કોઈ અસર પણ નહીં થાય, જે ભારત માટે નુકસાનકારક છે. 

આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો પર પુનર્વિચાર જરૂરી પણ કોણ કરશે?

સ્ટારલિંક એક શક્તિશાળી ટેક્નોલોજી છે, પણ આ ખતરનાક સાબિત થઈ શકે. ભારત સરકારે જ્યારે પણ કોઈ વિદેશી ટેક્નોલોજી પોતાની ધરતી પર પ્રવેશવા દે ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા, નાગરિકોની ગોપનીયતા અને સ્થાનિક ઉદ્યોગોના સંરક્ષણને પ્રાથમિકતા આપવી સૌથી મહત્વની બાબત છે!   

1. સ્ટારલિંક શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

સ્ટારલિંક એ સ્પેસX દ્વારા વિકસાવવામાં આવેલી સેટેલાઇટ આધારિત ઈન્ટરનેટ સેવા છે. તેની ખૂબી એ છે કે તે ભૂ-તળની નીચે ઉંચાઈએ સ્થિત (Low Earth Orbit – LEO) ઉપગ્રહો દ્વારા ઈન્ટરનેટ સર્વિસ આપે છે.

  • સ્ટારલિંકે અત્યાર સુધીમાં પૃથ્વી નીચી કક્ષામાં (LEO) 6,400 કરતા વધુ ઉપગ્રહો તરતા  કર્યા છે.
  • પ્રત્યેક સ્ટારલિંક ઉપગ્રહ 550-570 કિ.મી.ની ઊંચાઈએ સ્થિત છે, જેનાથી લીટન્સી (Latency) 20-40ms જેટલી ઓછી રહે છે.
  • પારંપરિક જીઓસ્ટેશનરી (GEO) ઉપગ્રહોની સરખામણીએ (જે 36,000 કિ.મી. ઉપર હોય છે), LEO ઉપગ્રહો વધુ ઝડપથી ઈન્ટરનેટ ટ્રાન્સફર કરી શકે છે.
  • સ્ટારલિંક ઇન્ટરનેટ ટાવર અથવા ફાઇબર નેટવર્ક વિના સીધું જ સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે.

આ ટેક્નોલોજી ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

2. ભારતીય ઓપ્ટિકલ ફાઇબર પ્રોજેક્ટનું શું?

ભારત સરકારે 2018થી ઓપ્ટિકલ ફાઇબર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેનુ લક્ષ્ય 6 લાખ ગ્રામ પંચાયતોને ફાઈબર નેટવર્કથી જોડવાનું હતું. 2020માં સરકારે 1000 દિવસની અંદર આ કામ પૂરું કરવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા મોદીજી આ જાહેરાતો કરતા રહ્યા હતા! પણ હાલની સ્થિતી શું છે?

હાલની સ્થિતિ:

  • 2024 સુધીમાં ફક્ત 2,14,313 ગ્રામ પંચાયતો સુધી જ ફાઈબર નેટવર્ક પહોંચ્યું છે, જે લક્ષ્યના આશરે 35% જેટલું જ છે.
  • ઉંચા ખર્ચ અને ભૂગર્ભ કેબલ લેઇંગમાં આવતાં પડકારો કારણે આ પ્રોજેક્ટ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.
  • છેવાડાના અને પહાડી વિસ્તારોમાં ફાઈબર નેટવર્ક પહોચાડવાનું મુશ્કેલ બન્યું છે.

જીયો  અને એરટેલ  દ્વારા સ્ટારલિંકને પસંદ કરવાથી હકિકતમાં એ સમજાય છે કે તેઓને ભારતના ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટ પર સંપૂર્ણપણે ભરોસો નથી. તેઓ તેમની પોતાની ઈન્ટરનેટ કનેક્ટિવિટી વિકલ્પો શોધી રહ્યા છે.

3. જીયો  અને એરટેલ  માટે સ્ટારલિંક સાથે કરાર શા માટે મહત્વપૂર્ણ છે?

જીયો  અને એરટેલ  એ દેશના બે ટોચના ટેલિકોમ ઓપરેટર્સ છે. તાજેતરમાં, ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં ડેટા માંગ વધી છે, ખાસ કરીને 5G સેવા શરૂ થયા બાદ. સ્ટારલિંક સાથે કરાર કરવાના તેમના કેટલાક મુખ્ય ઉદ્દેશ્યો હોઈ શકે:

  • ગ્રામીણ બજાર: ભારતની 70% વસતિ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જ્યાં 5G અને ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ છે. સ્ટારલિંકના ઉપગ્રહ ઈન્ટરનેટ દ્વારા આ ક્ષેત્રમાં ઝડપી કનેક્ટિવિટી આપી શકાય.
  • મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર: સ્ટારલિંકના ઉપયોગથી જીયો  અને એરટેલ ને ટેલેકોમ ટાવર અને ફાઈબર લાઇન નાખવાની જરૂર નથી રહેતી, જેનાથી તેમની ઓપરેશનલ કિંમત ઘટાડાય.
  • ફાસ્ટ ઈન્ટરનેટ: સ્ટારલિંક ટિપિકલી 100 Mbps થી 1 Gbps સુધીની સ્પીડ ઓફર કરી શકે છે, જે ખાસ કરીને કોર્પોરેટ અને ડિફેન્સ એપ્લિકેશન્સ માટે ઉપયોગી થઈ શકે.

4. BSNL અને MTNL પર અસર શું થશે?

BSNL અને MTNL ભારતની સરકારી ટેલિકોમ કંપનીઓ છે. બંને સંસ્થાઓ ઘણીવાર નાણાંકીય સંકટોનો સામનો કરે છે. સ્ટારલિંક સાથે જીયો  અને એરટેલ ના કરારના કારણોસર દેશની  BSNL અને MTNLની હાલત વધુ કથળશે એ સ્પષ્ટ છે..સરકારને તેમના વિકાસમાં કોઈ રસ દેખાતો નથી એ સ્પષ્ટ થયું છે,

  • સરકારી ટેલિકોમ કંપનીઓ માટે પહેલેથી જ 4G અને 5G સેવાઓ ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ બની છે.
  • BSNL માટે દેશના દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડવા માટે સરકારે 1.64 લાખ કરોડ રૂપિયાની સહાય આપી છે.
  • જો સ્ટારલિંક વાયા જીયો  અને એરટેલ  વધુ ઝડપી અને કિફાયતી ઈન્ટરનેટ સેવા પૂરી પાડે, તો BSNL અને MTNL માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની જશે.

5. ભારતીય સરકાર અને સ્પેક્ટ્રમ ફાળવણી કાયદેસર છે કે નહીં?

સેટેલાઇટ ઈન્ટરનેટ માટે ભારતીય સરકાર સ્પેક્ટ્રમ ફાળવણી કરી રહી છે. એ પણ ચર્ચાનો મુદ્દો છે કે આ ફાળવણી કાયદેસર છે કે નહીં? મનમોહન સિંહની યુ.પી.એ.સરકારની 2G  સ્પેક્ટ્રમની ફાળવણીને એક સ્કેમ તરીકે ગણાવી ચગાવવામાં આવ્યું હતું તો હાલમાં આ એ જ સ્થિતી પેદા થઇ છે!

  • સરકાર કોઈ  ખુલ્લી હરરાજી કર્યા વિના સેટેલાઇટ ઈન્ટરનેટ સ્પેક્ટ્રમ ફાળવી રહી છે, જે ભારતના અન્ય ટેલિકોમ કંપનીઓ માટે અન્યાય ગણાય શકે.દાખલા તરીકે VI અને અન્ય કંપનીઓના અસ્તિત્વ સામે સૌથી મોટો સવાલ પેદા થશે!
  • આ જ કારણસર Amazonની Kuiper, OneWeb (એરટેલ ની ભાગીદારીવાળી કંપની) અને TATAની Nelco પણ સ્પેક્ટ્રમ ફાળવણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવી રહી છે.
  • જો સરકાર સેટેલાઇટ સ્પેક્ટ્રમ ફાળવણી માટે પારદર્શિતા નહીં દાખવે, તો આ મામલો કોર્ટ સુધી પણ જઈ શકે છે એવું કાયદાના નિષ્ણાતો માની રહ્યા છે.

                 જીયો  અને એરટેલ ના સ્ટારલિંક સાથે જોડાવાનો નિર્ણય દર્શાવે છે કે ટેલિકોમ ઉદ્યોગ હવે માત્ર સરકારની આયોજનો પર આધાર કે વિશ્વાસ રાખવા માંગતી નથી. ભારતીય ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટ હજુ પણ પૂર્ણ નથી થયો ત્યાં સ્ટારલિંકના આવવાથી ટેલિકોમ ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ થવાની સંભાવના છે.