નવ વાયરલેસ ટેક. લાઇ-ફાઇ ડોર-લોકિંગ સિસ્ટમ લોન્ચ કરશે

0
678
Lock on the converging point on a circuit, security concept

અમદાવાદ

નવ વાયરલેસ ટેક. લાઇ-ફાઇ ડોર-લોકિંગ સિસ્ટમ લોન્ચ કરશે

અમદાવાદ: અમદાવાદ સ્થિત ટેક સોલ્યુશન પ્રોવાઇડર નવ વાયરલેસ ટેક્‌નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં સૌ પ્રથમ વખત હોમ સિક્યોરિટી સેગમેન્ટમાં લાઇ-ફાઇ ટેક્‌નોલોજીથી કાર્ય કરતાં લોક (તાળાં) લોન્ચ કરવા જઈ રહી છે. કંપની લાઇ-ફાઇ ટેક્‌નોલોજી આધારિત અનેક નવા ઇનોવેશન પર હાલમાં કામ કરી રહી છે

નવ વાયરલેસ ટેક્‌નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડના ચીફ ટેક્‌નોલોજી ઓફિસર અને સહસ્થાપક હાર્દિક સોનીએ જણાવે કે, “ભારતમાં ઘરની લોકિંગ સિસ્ટમમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અનેક પ્રકારની ટેક્‌નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ લોકિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક પદ્ધતિના લોક પણ ઉપલબ્ધ છે. જોકે, આ પ્રકારના ડોર-લોક માત્ર સુપર પ્રીમિયમ વર્ગ માટે જ જરૂરી છે એવું મોટા ભાગના લોકો વિચારે છે. અમે સૌ પ્રથમ વખત લાઇટ ફિડેલિટી (લાઇ-ફાઇ) ટેક્‌નોલોજી આધારિત ડોર લોકિંગ સિસ્ટમ બજારમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.”

નવ ટેક્‌નોલોજિસ લાઇ-ફાઇ ટેક્‌નોલોજીમાં કામ કરતી ભારતમાં રજિસ્ટર્ડ હોય એવી એકમાત્ર કંપની છે અને સમગ્ર વિશ્વમાં માત્ર 18 કંપનીઓ લાઇ-ફાઇ ટેક્‌નોલોજીમાં કામ કરે છે તે પૈકી એક છે. લાઇ-ફાઇ એ મોબાઇલ વાયરલેસ ટેક્‌નોલોજી છે, જે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે રેડિયો ફ્રિક્વન્સીના બદલે લાઇટ (પ્રકાશ)નો ઉપયોગ કરે છે. તે હાલના બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કરતાં વધારે ઝડપી છે અને વાઇ-ફાઇ કરતાં 10 ગણી સસ્તી માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here